• Gujarati News
  • Entertainment
  • A Fire Broke Out In The Building In Front Of Kareena Kapoor's House And A Convoy Of Fire Brigade Vehicles Arrived

દુર્ઘટના:કરીના કપૂરના ઘરની સામેના બિલ્ડિંગમાં ભયાનક આગ, ધુમાડાના ગોટેગોટા નીકળતાં ફાયરબ્રિગેડની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્ટ્રેસ કરીના કપૂરના બાન્દ્રા સ્થિત ઘરની સામે આવેલી બહુમાળી ઇમારતના ઉપરના ફ્લોર પરથી ધુમાડાના ગોટેગોટા સાથે આગ ફાટી નીકળતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડની ગાડીઓનો કાફલો પણ ઘટનાસ્થળે ધસી ગયો છે.

રસપ્રદ વાત છે કે આ આગની ઘટનાનું પહેલું રિપોર્ટિંગ કરીના કપૂરના ઘરની બહાર ધામા નાખીને પડ્યા રહેતા પાપારાઝી ફોટોગ્રાફરોએ કર્યું હતું. પાપારાઝી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ આગની ઘટનાનો વીડિયો શૅર કર્યો હતો. એમાં કરીનાના ઘરની સામેની ઇમારતના ઉપરના માળેથી નીકળતા ધુમાડાના ગોટેગોટા અને આગ બુઝાવવા માટે આવી પહોંચેલી ફાયરબ્રિગેડની ગાડીઓનો કાફલો જોઈ શકાય છે.

અલબત્ત, આ આગે કેટલું વિકરાળ સ્વરૂપ પકડ્યું છે, એમાં કેટલું નુકસાન થયું છે વગેરે વિગતો હજુ સુધી બહાર આવી નથી.

ઉલ્લેખનીય છે કે કરીના કપૂર અને સૈફ અલી ખાને આ વર્ષે જ બાન્દ્રામાં ચાર માળનું પોતાનું નવું ઘર ખરીદ્યું છે અને ઓગસ્ટ મહિનામાં જ એમાં ગૃહપ્રવેશ કર્યો હતો. ઇન્ટીરિયર ડિઝાઇનર દર્શિની શાહ પાસે તેણે આ બિલ્ડિંગનું ક્લાસિક યુરોપિયન કોલોનિયલ સ્ટાઇલમાં તમામ ઇન્ટીરિયર ડિઝાઇન કરાવ્યું છે. જે વિવાદાસ્પદ બુકથી કરીનાના બીજા દીકરાનું નામ ‘જેહ’-‘જહાંગીર અલી ખાન’ છે એવો ખુલાસો થયો, એ પુસ્તક ‘કરીના કપૂર-ખાન્સ પ્રેગ્નન્સી બાઇબલ’માં તેણે પોતાના આ નવા ઘરની ખાસ્સી તસવીરો પણ શૅર કરી હતી.

બિઝનેસ સાઇટ ‘મનીકંટ્રોલ’ના એક રિપોર્ટ પ્રમાણે કરીના-સૈફે ‘ફોર્ચ્યુન હાઇટ્સ’ નામનું પોતાનું જૂનું ઘર ‘ગિલ્ટી’ નામની એક મીડિયા કંપનીને ભાડે આપી દીધું છે. એ કંપનીએ બે કાર પાર્કિંગ સાથેની 1500 સ્ક્વેર ફીટની એ જગ્યા માટે 15 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવી હતી, જ્યારે તેનું માસિક ભાડું 3.5 લાખ રૂપિયા જેટલું છે. એ આવનારા વર્ષોમાં વધીને અનુક્રમે 3.67 લાખ અને 3.87 લાખ રૂપિયા જેટલું થશે. તેમના એ જૂના ઘરની કિંમત 14 કરોડ રૂપિયા જેટલી છે.

જૂની પ્રોપર્ટીને ડેવલપ કરીને બનાવવામાં આવેલા કરીનાના નવા ઘરમાં ખાસ્સી ખુલ્લી જગ્યાઓ, સ્વિમિંગ પૂલ, ટેરેસ ગાર્ડન, યોગા રૂમ, પૂરતા હવા-ઉજાસ માટે લાર્જ ગ્લાસ વિન્ડોઝ, લાઇબ્રેરી જેવી સગવડો છે.

લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ ડેટ જાહેર
કરીના કપૂરની આમિર ખાન સાથેની મચ અવેઇટેડ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. હવે એ આવતા વર્ષે બૈસાખીના દિવસે યાને કે 14 એપ્રિલ, 2022ના રોજ પબ્લિશ થશે.

અન્ય સમાચારો પણ છે...