• Gujarati News
  • Entertainment
  • A Few Minutes Before His Death, Sushant Searched For Land For Organic Farming, Not About Painless Death And Schizophrenia.

મુંબઈ પોલીસ જૂઠું બોલે છે?:મોતની થોડી મિનિટો પહેલાં સુશાંતે પીડા રહિત મોત અને સ્કિઝોફ્રેનિયા વિશે નહીં, ઓર્ગેનિક ફાર્મિંગ માટે જમીન શોધવા સર્ચ કરેલું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મોતને 75 દિવસ વીતી ગયા છે અને દરરોજ તેમાં નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. એમનું મૃત્યુ આત્મહત્યા હતું કે હત્યા તે શોધવા માટે CBI આકાશ-પાતાળ એક કરી રહી છે. આ વિશે જ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને અન્ય સંબંધિતોની પૂછપરછના દોર પણ ચાલી રહ્યા છે. આ દરમિયાન મૃત્યુના દિવસે સુશાંતની ઈન્ટરનેટ સર્ચ હિસ્ટ્રી વિશે નવું રહસ્યોદઘાટન થયું છે.

સુશાંત ઓર્ગેનિક ફાર્મિંગ માટે જમીન સર્ચ કરી રહ્યો હતો

‘ટાઈમ્સ નાઉ’ ન્યૂઝ ચેનલે ‘સોર્સ’ના હવાલાથી આપેલા સમાચાર પ્રમાણે મોતની થોડી મિનિટો પહેલાં સુશાંતે પીડારહિત મોત વિશે નહીં, બલકે કેરળ, હિમાચલ પ્રદેશ અને કૂર્ગમાં ઓર્ગેનિક ફાર્મિંગ માટે પ્રોપર્ટી વિશે સર્ચિંગ કરેલું. જો આ રિપોર્ટને સાચો માનીએ તો અગાઉ મુંબઈ પોલીસના કમિશનર પરમબીર સિંહે કરેલી વાત સામે શંકા પેદા થાય છે.

એમણે ગયા મહિને સુશાંતના મોબાઈલ ફોનના ફોરેન્સિક રિપોર્ટ વિશે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં એવું કહેવાયું હતું કે મોતની થોડી મિનિટો પહેલાં સુશાંતે પેઈનલેસ ડેથ એટલે કે પીડારહિત મૃત્યુ, સ્કિઝોફ્રેનિયા અને બાયપોલર ડિસઓર્ડર વિશે સર્ચ કર્યું હતું. સાથોસાથ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે 14 જૂનના રોજ સવારે 10-15 વાગ્યે સુશાંતે ગૂગલ પર પોતાનું જ નામ સર્ચ કર્યું હતું. એમણે અમુક આર્ટિક પણ વાંચ્યા હતા અને તે પછી પોતાનું મોબાઈલ બ્રાઉઝર બંધ કરી દીધું હતું. તેની થોડી મિનિટો પછી જ તેણે પંખે લટકીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.

સુશાંત ઓર્ગેનિક ફાર્મિંગ કરવા માગતો હતો
હવે આ નવી સર્ચ હિસ્ટ્રીની વાત માનીએ તો સુશાંતના મનમાં આત્મહત્યાના વિચારો નહીં, બલકે ઓર્ગેનિક ફાર્મિંગના વિચારો ચાલતા હતા. એ પોતાના મિત્ર મહેશ શેટ્ટી સાથે મળીને દક્ષિણ ભારતના ઉપરોક્ત ત્રણ પૈકી કોઈ સ્થળે ઓર્ગેનિક ફાર્મિંગ કરવા માગતો હતો.

સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાણીએ પણ એક ઈન્ટરવ્યૂમાં કહેલું કે સુશાંત ફિલ્મોની ઝાકઝમાળથી દૂર જઈને ખેતી કરવાનું અને સિમ્પલ લાઈફ જીવવાનું વિચારી રહ્યો હતો. મુંબઈની ભીડભાડથી એ પરેશાન થઈ ગયો હતો.

બીજી થિયરી પ્રમાણે રિયા ચક્રવર્તી નહોતી ઈચ્છતી કે સુશાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડે અને કૂર્ગ જઈને ખેતી કરે. આ મુદ્દે બંને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થયા કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...