તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • 7 People, Including Joe Lara And His Wife, Who Played The Role Of Tarzan, Died On May 29, The Plane Crashed

અમેરિકન એક્ટરની વિદાય:પ્લેન ક્રેશમાં ‘ટાર્ઝન’ સ્ટાર જો લારા અને તેની પત્ની સહિત 7 લોકોનાં મૃત્યુ, એરક્રાફ્ટનો કાટમાળ અને બોડીના ટુકડા મળ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
58 વર્ષની ઉંમરે એક્ટરે પ્લેન ક્રેશમાં જીવ ગુમાવ્યો - Divya Bhaskar
58 વર્ષની ઉંમરે એક્ટરે પ્લેન ક્રેશમાં જીવ ગુમાવ્યો
  • અમેરિકન એક્ટર જો લારા તેની પત્ની સાથે ફ્લોરિડા જઈ રહ્યો હતો
  • હજુ સુધી સર્ચ ટીમને કોઈની ડેડ બોડી નથી પણ કાટમાળ જોઇને કોઈ જીવિત હોવાની આશા નથી

‘ટાર્ઝન: ધ એપિક એડવેન્ચર્સ’માં ટાર્ઝનનો રોલ પ્લે કરનારા જો લારાએ દુનિયાને અલવિદા કહ્યું છે. 58 વર્ષીય અમેરિકન એક્ટર જો લારા અને તેની 66 વર્ષીય પત્ની ગ્વેન શમ્બિલન લારા સહિત પ્લેનમાં સવાર 7 લોકોનું અવસાન થયું છે. અમેરિકાના નેશવિલ શહેરમાં એક તળાવ પાસે તેમનું પ્લેન ક્રેશ થયું હતું. સ્થાનિક અધિકારીઓએ દરેકના મૃત્યુની સંભાવના વ્યક્ત કરી છે.

પ્લેન ફ્લોરિડાનાં પામ બીચ તરફ જઈ રહ્યું હતું
રદરફોર્ડ કાઉન્ટી ફાયર એન્ડ રેસ્ક્યુ(RCFR)એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું, એક નાનું બિઝનેસ જેટ શનિવારે સવારે 11 વાગ્યે ક્રેશ થયું. આ વિમાને ફ્લોરિડાના પામ બીચ માટે ઉડાન ભરી હતી પણ ત્યાં પહોંચે તે પહેલાં વિમાન પેરસી પ્રાઈસ્ટ લેકમાં ક્રેશ થયું. આ સાઉથ નેશવિલથી આશરે 12KM દૂર આવેલું છે. ન્યૂઝ એજન્સી CNNનાં રિપોર્ટ પ્રમાણે, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને વિમાનમાં 7 લોકો હોવાની જાણકારી આપી છે.

વર્ષ 2018માં કપલે લગ્ન કર્યા હતા
વર્ષ 2018માં કપલે લગ્ન કર્યા હતા

શનિવાર રાતથી સર્ચ ઓપરેશન ચાલુ છે
RCFRના કમાન્ડરના જણાવ્યા પ્રમાણે, ઘટનાની જાણકારી મળ્યા પછીથી સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું હતું. હાલ અમને કોઈ જીવિત હોવાની આશા નથી. એરક્રાફ્ટનો કાટમાળ મળ્યો છે. આ દરમિયાન અમુક બોડીના ટુકડા પણ મળ્યા છે. મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું. સોમવારે સવારે ફરીથી શોધખોળ ચાલુ કરી છે.

ઘટનાસ્થળ પર સર્ચિંગ ઓપરેશન સામેલ RCRF ટીમ
ઘટનાસ્થળ પર સર્ચિંગ ઓપરેશન સામેલ RCRF ટીમ

વર્ષ 1989માં ‘ટાર્ઝન ઈન મેનહેટન’માં ટાર્ઝનનો રોલ પ્લે કર્યો હતો
જો લારાએ વર્ષ 1989માં આવેલી ટાર્ઝન ઈન મેનહેટનમાં ટાર્ઝનનો રોલ પ્લે કર્યો હતો. એ પછી તેમણે 1996થી 1997 દરમિયાન ટીવી સિરીઝ ‘ટાર્ઝન: ધ એપિક એડવેન્ચર્સ’માં કામ કર્યું હતું. 2018માં ગ્વેન સાથે લગ્ન કર્યાં હતા. ગ્લેન ક્રિશ્ચિયન વેટ લૂઝ ગ્રુપની લીડર હતી. આ કપલને ત્રણ બાળકો છે.

ટીવી સિરીઝ ‘ટાર્ઝન: ધ એપિક એડવેન્ચર્સ’માં પત્ની સાથે જો લારા
ટીવી સિરીઝ ‘ટાર્ઝન: ધ એપિક એડવેન્ચર્સ’માં પત્ની સાથે જો લારા

અન્ય સમાચારો પણ છે...