ઝરીન ખાન બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ છે. તે હંમેશાં પોતાની ફિટનેસ અંગે ચર્ચામાં રહે છે. ઘણીવાર ઝરીન પોતાના અંગે ખુલીને વાત કરતી હોય છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ઝરીને કાસ્ટિંગ કાઉચનો અનુભવ કર્યો હતો. ઝરીને કહ્યું હતું કે એક સીનના રિહર્સલના બહાને કિસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઝરીનનો ઘટસ્ફોટ
ઝરીને વધુમાં કહ્યું હતું, 'હું તે લોકોનું નામ લેવા માગતી નથી, પરંતુ એક સીનના રિહર્સલના બહાને, બીજા વ્યક્તિએ કહ્યું કે તમારે તમારી અસહજતા દૂર કરવી પડશે. હું તે સમયે ઘણી નવી હતી. આથી મને આ ઠીક લાગ્યું નહીં. તેણે મને કહ્યું, 'શું તમને ખ્યાલ છે કે આપણે એક કિસિંગ સીન કરવાના છીએ?' તો મેં કહ્યું, 'શું?' હું રિહર્સલમાં કોઈ પણ પ્રકારના કિસિંગ સીન કરવા માગતી નહોતી.'
ઝરીને કહ્યું, 'હું આ રીતે કામ નથી કરતી'
ઝરીને આગળ કહ્યું હતું, 'આ વ્યક્તિ મને કહી રહ્યો હતો કે તમને ખબર હશે કે આપણી વચ્ચે મિત્રતાથી વધુ સંબંધ બની શકે છે અને હું વિશેષ રીતે તે પ્રોજેક્ટને જોઈશ, જે તને મળી રહ્યાં છે. હું તને બધામાં લીડ કરીશ. મેં સામે જવાબ આપ્યો હતો, 'ના હું આ પ્રકારના કામ કરતી નથી.'
ઝરીને 'વીર'થી કરિયરની શરૂઆત કરી હતી
ઝરીને 2010માં ફિલ્મ 'વીર'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણે 'વીર'માં સલમાન ખાનની સાથે કામ કર્યું હતું. ત્યારબાદ તે 'હેટ સ્ટોરી 3', 'હાઉસફુલ 2', 'અક્સર 2' તથા 'વજહ તુમ હો' જેવી ફિલ્મમાં જોવા મળી હતી. ઝરીન છેલ્લે 'હમ ભી અકેલે, તુમ ભી અકેલે' ફિલ્મમાં જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.