તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર્સ ડે સ્પેશિયલ:ઝરીન ખાને કહ્યું -મારી માતાથી બધું શરૂ થાય છે અને તેમના પર સમાપ્ત થાય છે, ક્રાંતિ પ્રકાશ ઝાએ કહ્યું- મારું અસ્તિત્વ ફક્ત મારી માતા સાથે જોડાયેલું છે

3 મહિનો પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય
  • કૉપી લિંક

દુનિયાભરમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. આ દિવસ માતાઓને સમર્પિત હોય છે. આ દિવસે માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને તેમના અનંત પ્રેમ અને સ્નેહ માટે આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ પ્રસંગે આજે ઘણા બોલિવૂડ સેલિબ્રિટિઝ પણ પોતાની માતાને યાદ કરતા તેમની સાથે પોતાના સંબંધો, યાદગાર પ્રસંગોને દિવ્યભાસ્કર સાથે શેર કર્યા છે. વાંચો, સ્ટાર્સની માતાની સાથેની કહાની, તેમના શબ્દોમાં...

મારું સર્વસ્વ મારી માતાથી શરૂ થાય છે અને તેમના પર જ અંત આવે છેઃ ઝરીન ખાન
મધર્સ ડે પર માતાની સાથે કોઈપણ ભાવનાત્મક ક્ષણ વિશે પૂછવા પર ઝરીન ખાને કહ્યું કે, મારા માટે, દરેક દિવસ મધર્સ ડે છે. તેને મારી જીંદગી કહો, કે મારી દુનિયા કહો... બધું મારી માતા છે. મારી દરેક શરૂઆત માતાથી શરૂ થાય છે અને મારી માતા પર જ પૂરી થાય છે. મારા માટે પર્ટિક્યુલર એક દિવસ મધર્સ ડે નથી, પરંતુ દરરોજનો દિવસ મધર્સ ડે હોય છે. હંમેશાંથી મારું સપનું રહ્યું છે કે હું મારી માતાને ખુશ રાખી શકું. હું તેમને મારા માટે પ્રાઉડ ફીલ કરાવી શકું. હું એક હદ સુધી કરી પણ રહી છું.

કોઈક સમયે સ્ક્રીન પર માતાનું કોઈ ખાસ રિએક્શન હોય, તો તેના જવાબમાં ઝરીને કહ્યું કે, મારી માતા એકદમ સિમ્પલ મમ્મી છે. તેમને મારા વર્ક વિશે વધારે કંઈ નોલેજ નથી. અમે ઘણા સિમ્પલ બેકગ્રાઉન્ડથી આવીએ છીએ. અત્યારે ભલે હું આ ઈન્ડસ્ટ્રીનો ભાગ છું, જેના વિશે લોકો માને છે કે હું ગ્લેમરસ લાઈફ જીવું છું. પરંતુ હું મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડથી આવું છું અને તેમ છતાં આજે પણ અમે સાદગીથી જીવન જીવીએ છીએ. ગ્રાઉન્ડેડ હોવા છતાં મારી મમ્મી દરેક નાની વસ્તુઓથી ખુશ થઈ જાય છે. મારો પ્રયાસ રહે છે કે તેમના ચહેરા પર હંમેશાં સ્મિત રહે.

માતાના કારણે જલ્દી મેચ્યોર થઈ ગઈ હું- મિનિષા લાંબા
મિનિષા લાંબાએ પોતાની માતા વિશે જણાવ્યું કે, મારી મમ્મી મારી સાથે હંમેશાં પુખ્ત વયના લોકોની જેમ વાત કરે છે. તેમણે મને ક્યારેય બાળક નથી સમજી. તે જે રીતે લાઈફ વિશે વાત કરતી હતી, સલાહ આપતી હતી ત્યારે એવી રીતે સલાહ આપતી હતી કે, તે પોતાની નાની બહેનને સલાહ આપી રહી હોય. મને લાગતું હતું કે ખૂબ જ ઝડપથી મારી માતાએ મને બધી વસ્તુઓ સમજાવી છે જે મારા માટે અર્લી લાઈફમાં ઘણી મદદગાર સાબિત થઈ. હું જલ્દી મેચ્યોર થઈ ગઈ. વસ્તુઓ વિશે જલ્દી સમજ આવી ગઈ, કેમ કે મારી માતાએ બાળકીની જેમ મને ટ્રીટ નથી કરી.

ફિલ્મ લાઈનમાં આવવાનો નિર્ણય હોય કે પછી લાઈફમાં પતિ સિવાયની વાત હોય, માતાની શિખામણ કામ આવી? તેના જવાબમાં મિનિષા લંબાએ કહ્યું કે, માતાએ હંમેશાં સપોર્ટ કર્યો. મારી ખુશી માટે હંમેશાં મારી સાથે ઊભી રહી. મમ્પી-પપ્પાના સપોર્ટથી જ 18 વર્ષની ઉંમરમાં ઘરની બહાર જઈ શકી. કોલેજ કરવા ગઈ, ત્યારે દિલ્હીમાં એકલી રહેતી હતી. ત્યારબાદ મુંબઈ કરિયર બનાવવા માટે આવી ગઈ. આ રીતે હું જલ્દી આત્મનિર્ભર થઈ ગઈ હતી. માતા હંમેશાં એટલું સમજાવતી હતી કે જો લાઈફમાં કામ કરવું હોય અને નિર્ણય જાતે લેવા માગતા હોવ તો તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. ત્યારે પોતાના પગે ઉભી રહી શકી. તેના માટે સાચા-ખોટાનો નિર્ણય લેવો પડશે, જેથી તમે લાઈફમાં ખુશ રહો. હું એક્ટર બનવા માગતી હતી, ત્યારે માતાએ સપોર્ટ કર્યો. મુંબઈ આવી, ત્યારે અહીં કોઈને ઓળખતી નહોતી. મને યાદ છે, મુંબઈમાં છ અન્ય છોકરીઓની સાથે પીજીઆઈમાં રહેતી હતી. સ્ટ્રગલ કર્યું અને અહીં સુધી પહોંચી. મેં જે પણ કર્યું જાતે કર્યું છે. આ બધું એટલા માટે શક્ય થઈ શક્યું, કેમ કે, બાળપણથી મારી મમ્મીએ મને આત્મનિર્ભર હોવાનું શીખવ્યું હતું.

મિનિષા લાંબાએ કહ્યું, લાઈફમાં પતિથી અલગ થવાની વાત પર પણ તેમનો સપોર્ટ મળ્યો. મનુષ્યના સંબંધો એવા હોવા જોઈએ, જેમાં ખુશી મળે. આપણને પહેલાથી જ એવું શીખવવામાં આવતું હતું કે તમારે બધું સેટ કરવું જોઈએ. તે ન માત્ર તમારી ખુશી વિશે પરંતુ તમારા પરિવારની ખુશી વિશે પણ છે. પરંતુ આજકાલ નવો ડ્રેન્ડ શરૂ થયો છે. તમારી પોતાની જવાબદારી પહેલા તમારે જાતને ખુશ રાખો. પહેલા તમે ખુશ રહો. તમારી આત્માને શાંતિ મળવી જોઈએ. આ નવો ડ્રેન્ટ સમગ્ર દુનિયામાં આવ્યો છે, જે શીખવે છે કે, પહેલા પોતાની જાતને પ્રેમ કરો. જો તમે તમારી જાતને પ્રેમ નહીં કરો તો તમારી જીંદગીમાં કંઈ પણ યોગ્ય નહીં થાય. આજકાલ લોકો આ વાતને માનવા લાગ્યા છે. પહેલા લોકો ઘણા વર્ષો સુધી કામ કરતા રહેતા હતા, તેને છોડતા નહોતા. પરંતુ આજે જે લોકો પોતાના કામથી ખુશ નથી હોતા તો તેને છોડી દે છે. માતા-પિતા ટેન્શમાં હોય છે, ત્યારે તેનો જવાબ હોય છે કે મારા જીવનમાં કંઈક બીજું કરીશ, જેનાથી મને ખુશી મળશે. આ વસ્તુઓ રિલેશનશિપમાં પણ હોય છે. તમે ભાગ્યશાળી છો કે, જો તમારા માતાપિતા તમને સપોર્ટ કરે છે. જો પેરેન્ટ્સ સપોર્ટિવ નહીં હોય તો તમને એવું લાગશે કે તમે એકલા છો. પરંતુ હું ખૂબ જ ખુશ છું કે મેં મારા જીવનમાં જે કંઇ કર્યું છે, તેમાં મારા માતાપિતા સપોર્ટિવ રહ્યા છે.

માતાથી મારું અસ્તિત્વ જોડાયેલું છેઃ ક્રાતિ પ્રકાશ ઝા
મધર્સ ડે પર માતાની સાથે યાદગાર અનુભવ શેર કરતા ક્રાંતિ પ્રકાશ ઝાએ કહ્યું કે, માતાથી જ મારું અસ્તિત્વ જોડાયેલું છે. હું એવી વ્યક્તિ છું કે દિવસમાં માતાજીને ત્રણ વખત ફોન કરું છું. માતા વગર જીવન શક્ય નથી. માતની સાથે તેની આવી ઘણી યાદો છે. એકવાર સ્વામી રામદેવનું પાત્ર ભજવી રહ્યો હતો. સ્વીમા રામદેવના ગેટઅપમાં હતો, લોકો પસંદ પણ કરી રહ્યા હતા. આ શો દિલ્હીમાં એક સ્ટેડિયમમાં લોન્ચ થયો હતો, ત્યારે ત્યાં સ્વામી રામદેવના ફોલોઅર્સ આવ્યા હતા. લગભગ 20 હજાર લોકો હશે. મેં પણ મારી માતાજીને બોલાવી. સ્ટેજ પર બાબા રામદેવથી લઈને મિનિસ્ટર સુધી બેઠેલા હતા. સ્ટેજ પર બોલાવીને મારું સ્વાગત કરવામાં આવ્યું. તે સમયે સામે બેઠેલી માતાની આંખોમાં સ્વપ્ન સાકાર થતું જોયું. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. આ સૌથી મોટી યાદગાર વસ્તુ છે, જે માતા માટે કરી શક્યો. મને સારું લાગ્યું છે.

પપ્પા જ મારા માટે મારી મમ્મી છેઃ પાયલ ઘોષ
મધર્સ ડેના પ્રસંગે માતા સંબંધિત યાદગાર વાત વિશે પૂછવા પર પાયલ ઘોષે કહ્યું કે, હું સાત વર્ષની હતી ત્યારે મારી મમ્મીનું નિધન થઈ ગયું હતું. તેથી મારા પપ્પા જ મારા માટે મમ્મી છે. તેમણે મમ્મી-પપ્પા બંનેનો રોલ નિભાવ્યો છે. મારા માટે બધું મારા પપ્પા છે. તે મને દિલ-ઓ-જાન કરતા વધારે પ્રેમ કરે છે. આ જ કારણ છે કે મારા પપ્પા મને લઈને વધારે પઝેસિવ છે. આ જ કારણે મારા માટે વધારે રિસ્ટ્રિક્શન હતા, પરંતુ પ્રેમ વધારે કરતા હતા. તેઓ મને પોતાની સાથે રાખવા માગતા હતા. તેમની પાસેથી મને ઘણો પ્રેમ મળ્યો, તેથી મારા પપ્પા જ મારી મમ્મી પણ છે. તેમણે ક્યારે પણ કોઈપણ વસ્તુની અછત મહેસૂસ નથી થવા દીધી.