અંતે સંબંધો કન્ફર્મ કર્યા:ઝહીર ઈકબાલે સોનાક્ષી સિંહા સાથેના પ્રેમનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો, કહ્યું- આઇ લવ યુ

મુંબઈ21 દિવસ પહેલા
  • ઝહીર તથા સોનાક્ષીએ શરૂઆતમાં સારા મિત્રો હોવાની વાત કહી હતી

35 વર્ષીય સોનાક્ષી સિંહા તથા 34 વર્ષના ઝહીર ઈકબાલ વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી થતી હતી. સોનાક્ષીનો 2 જૂનના રોજ બર્થડે હતો. ઝહીરે સો.મીડિયામાં એક્ટ્રેસને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો શૅર કરીને ઝહીરે સોનાક્ષી સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા.

ઝહીરે પોસ્ટ શૅર કરીને કહ્યું, આઇ લવ યુ
વીડિયોમાં સોનાક્ષી સિંહા તથા ઝહીર દેખાય છે. સોનાક્ષી નાસ્તો કરતી હોય છે. ઝહીરે કેપ્શનમાં કહ્યું હતું, 'હેપ્પી બર્થડે સોન્ઝ, મને ના મારવા માટે થેંક યુ. આઇ લવ યુ. આગામી સમયમાં આ જ રીતે હસતા, ખાતા તથા ખુશીઓ મનાવતા રહીશું.'

સોનાક્ષીએ પોસ્ટ પણ કમેન્ટ કરી
ઝહીરની આ પોસ્ટ પર સોનાક્ષીએ પણ કમેન્ટ કરી હતી. સોનાક્ષીએ કહ્યું હતું, 'થેંક યુ...લવ યુ... હવે હું તને મારવાની છું.' ઝહીરની આ પોસ્ટ પર સેલેબ્સ તથા ચાહકોએ કમેન્ટ્સ કરી હતી.

આ વર્ષે લગ્ન કરે એવી શક્યતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોનાક્ષી તથા ઝહીર આ વર્ષે લગ્ન કરે એવી શક્યતા છે. જોકે પરિવારે આ અંગે કોઈ વાત કરી નથી.

લગ્નમાં સાથે જોવા મળ્યા હતા
બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે. ઝહીર તથા સોનાક્ષી થોડા દિવસ પહેલાં પ્રોડ્યુસર દિનેશ વિજનની બહેન પૂજાના લગ્નમાં સાથે જોવા મળ્યાં હતાં. થોડાં સમય પહેલાં સોનાક્ષીએ પોતાની બ્યૂટી બ્રાન્ડ શરૂ કરી હતી. આ સમયે તેણે ડાયમંડ રિંગ ફ્લૉન્ટ કરી હતી. એ સમયે સોનાક્ષીએ સગાઈ કરી હોવાની ચર્ચા થતી હતી.

ઝહીર-ઈકબાલ ફિલ્મમાં સાથે જોવા મળશે
સોનાક્ષી સિંહાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'દહાડ'થી ડિજિટલ ડેબ્યુ કરવાની છે. આ ઉપરાંત તે ઝહીર ઈકબાલ તથા હુમા કુરૈશી સાથે 'ડબલ XL' ફિલ્મમાં જોવા મળશે.

1987માં જન્મેલી સોનાક્ષીએ 2010માં સલમાન ખાનની ફિલ્મ 'દબંગ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. છેલ્લે તે 2021માં ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં જોવા મળી હતી. ઝહીરની વાત કરીએ તો તે જ્વેલર્સ પરિવારમાંથી આવે છે. નાનપણથી જ ઝહીરના પરિવાર તથા સલમાન વચ્ચે સારા સંબંધો છે. સલમાન ખાનની ફિલ્મ 'નોટબુક'થી 2019માં ઝહીરે બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું.