સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ પોતાના રિલેશનશિપના સમાચારોને કારણે સતત ચર્ચામાં રહે છે. ઝહીરનું નામ સોનાક્ષીની સાથે જોડાવા પર હવે એક્ટરે નિવેદન આપ્યું છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું હવે હું અફવાઓની પરવા નથી કરતો. તેની સાથે જ ઝહીરે કહ્યું, અફવાઓ અમારી ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે.
આ સમાચારોથી તમને ખુશી મળે છે તો સારું છે
હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં ઝહીરે કહ્યું, આ અફવાઓ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે કે અને હવે મને તેની કોઈ પરવા નથી. મને લાગે છે કે, એ બરાબર છે કે તમે વિચારો છો, અને તમે વિચારતા જ રહો મને કોઈ ફરક નથી પડતો. તે તમારા માટે સારું છે. હું સોનાક્ષીની સાથે છું અને આ સમાચારથી તમને ખુશી મળે છે તો સારું છે, પરંતુ તેનાથી તમને મુશ્કેલી પડે છે તો તેના માટે હું માફી માગુ છું. આ વિશે તમે વિચારવાનું બંધ કરી દો.
સલમાન ભાઈએ મને સમજાવ્યો હતો
ઝહીરે ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું કે, અફવાઓ અમારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે. આ વાત હું બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા સારી રીતે જાણતો હતો. હું જાણતો હતો કે દરેક એક્ટર આ સમાચારમાંથી પસાર થાય છે, કેમકે મારા કેટલાક મિત્રો છે જે આ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. સલમાન ભાઈએ હંમેશાં મને કહ્યું છે કે, ઘણા લોકો એવા સમાચાર લખશે, પરંતુ તેના પર તારે વધારે ધ્યાન ન આપવું. તેથી હું આ બધા પર ધ્યાન નથી આપતો.
સોનાક્ષી ઝહીરની કરિયર
ઝહીર ઈકબાલે ફિલ્મ નોટબુકથી બોલિવૂડમાં પોતાની એન્ટ્રી કરી હતી. તેમજ સોનાક્ષી સિન્હાએ વર્ષ 2010માં આવેલી ફિલ્મ દબંગથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમજ વર્કફ્રન્ટની વાત કરીએ તો ઝહીર ડબલ એક્સએલમાં જોવા મળશે. તેમજ સોનાક્ષી હુમા કુરૈશીની સાથે અનટાઈટલ્ડ ફિલ્મમાં સાથે જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.