કોણ છે શત્રુધ્ન સિંહાનો ભાવિ જમાઈ?:ઝહીર ઈકબાલ લેડીલવ સોનાક્ષી પહેલાં બે એક્ટ્રેસિસને ડેટ કરી ચૂક્યો છે, પિતા જ્વેલરીનો બિઝનેસ કરે છે

મુંબઈ22 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટર ઝહીર ઈકબાલે સોનાક્ષી સિંહા સાથેના સંબંધોનો ઓફિશિયલી સ્વીકાર કર્યો છે. જોકે બંનેમાંથી કોઈએ હજી સુધી પોતાના પ્રેમસંબંધ અંગે ખૂલીને વાત કરી નથી. બંને વચ્ચે લાંબા સમયથી અફેર ચાલે છે.

સોનાક્ષી-ઝહીરે રિલેશનશિપ ઓફિશિયલ કરી
2 જૂનના રોજ સોનાક્ષીનો બર્થડે હતો. 6 જૂનના રોજ ઝહીરે સો.મીડિયામાં લેડીલવને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો વીડિયો શૅર કરીને આઇ લવ યુ કહ્યું હતું. સોનાક્ષીએ પણ કમેન્ટમાં સામે આઇ લવ યુ કહ્યું હતું.

કોણ છે શત્રુધ્ન સિંહાનો ભાવિ જમાઈ?
ઝહીર ઈકબાલનો જન્મ 10 ડિસેમ્બર, 1988માં મુંબઈમાં થયો છે. ઝહીર જ્વેલર્સ પરિવારમાંથી આવે છે. પિતા ઈકબાલ રત્નાસી બોલિવૂડ એક્ટર સલમાન ખાનના મિત્ર છે.

સલમાને ઝહીરને બોલિવૂડમાં લૉન્ચ કર્યો
સલમાન ખાને ઝહીરને બહેનના લગ્નમાં પર્ફોર્મ કરતો જોયો હતો. એ સમયે એક્ટરે ઝહીરને બોલિવૂડમાં લૉન્ચ કરવાનું નક્કી કર્યું હતું. ઝહીરે 2014માં સોહેલ સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. 2019માં સલમાન ખાને ફિલ્મ 'નોટબુક'થી ઝહીરને લૉન્ચ કર્યો છે. આ ફિલ્મ હોલિવૂડની 'ટીચર્સ ડાયરી'માંથી પ્રેરિત હતી. 15 કરોડમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

ડાબે, સના સઈદ તથા દીક્ષા સાથે ઝહીર ઈકબાલ.
ડાબે, સના સઈદ તથા દીક્ષા સાથે ઝહીર ઈકબાલ.

બે એક્ટ્રેસ સાથે નામ જોડાયું હતું
સોનાક્ષી પહેલાં ઝહીરનું નામ 2014માં આવેલી ફિલ્મ 'લેકર હમ દીવાના દિલ'ની એક્ટ્રેસ દીક્ષા સેઠ સાથે જોડાયું હતું. જોકે દીક્ષા કે ઝહીરે પોતાના સંબંધો અંગે કોઈ વાત કરી નહોતી. દીક્ષા બાદ ઝહીરનું નામ સના સઈદ સાથે પણ ચર્ચાયું હતું. સનાએ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'માં કામ કર્યું હતું.

સોનાક્ષી-ઝહીરની મુલાકાત કેવી રીતે થઈ?
સોનાક્ષી તથા ઝહીરની પહેલી મુલાકાત સલમાન ખાને કરાવી હતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં.

સોનાક્ષી-ઝહીર 'ડબલ XL'માં સાથે જોવા મળશે
ડિરેક્ટર સતરામ રમાણીની ફિલ્મ 'ડબલ XL'માં હુમા કુરૈશી, સોનાક્ષી સિંહા તથા ઝહીર ઈકબાલ છે.

સલમાન તથા ઝહીર.
સલમાન તથા ઝહીર.

ઝહીર ઈકબાલના પિતા પાસેથી સલમાને ઉધાર રૂપિયા લીધા હતા
સલમાને સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે જવાનીના દિવસોમાં તેણે ઈકબાલ પાસેથી 2011 રૂપિયા ઉધાર લીધા હતા. ભગવાનનો આભાર છે કે તેમણે વ્યાજ લીધું નહોતું. દીકરાને લૉન્ચ કરે છે તો પિતાની પોસ્ટ તો કરી જ શકું ને?