તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અક્ષયને યુટ્યુબરની ધમકી:500 કરોડ રૂપિયાના માનહાનિ કેસમાં અક્ષય કુમાર પર યુટ્યુબર ભડક્યો, કહ્યું- નોટિસ પરત લે અથવા લીગલ પ્રોસેસ માટે તૈયાર રહે

4 દિવસ પહેલા

યુટ્યુબર રાશિદ સિદ્દીકીએ અક્ષય કુમારના 500 કરોડ રૂપિયાની માનહાનિ કેસની નોટિસનો વિરોધ કર્યો છે અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે. સિદ્દીકીએ તેના વકીલ જે. પી. જયસ્વાલ મારફતે મોકલેલા જવાબમાં લખ્યું કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસમાં તેણે જે વીડિયો બનાવ્યો, તેમાં કંઈપણ અપમાનજનક નથી. તેણે અક્ષય કુમાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા, અફસોસજનક અને દમનકારી ગણાવ્યા છે અને કહ્યું કે આ આરોપોનો ઉદ્દેશ હેરાન કરવાનો છે.

'બોલવાની આઝાદી મૌલિક અધિકાર છે'
જયસ્વાલે જવાબમાં લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસને સિદ્દીકી સહિત ઘણા સ્વતંત્ર પત્રકારોએ કવર કર્યો, કારણકે ઘણા પ્રભાવશાળી લોકો તેમાં સામેલ હતા અને જાણીતી મીડિયા ચેનલ્સ સાચી માહિતી આપી રહી ન હતી. તેણે એવું પણ લખ્યું કે બોલવાની આઝાદી નાગરિકોનો મૌલિક અધિકાર છે. સિદ્દીકી દ્વારા અપલોડ કરાયેલા કન્ટેન્ટને અપમાનજનક માની શકાય નહીં, કારણકે તેણે નિષ્પક્ષતા સાથે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું.

'અગાઉથી જ પબ્લિક ડોમેઇનમાં માહિતી હતી'
જવાબમાં આગળ લખ્યું છે કે, 'સિદ્દીકી દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા ન્યૂઝ પહેલેથી જ પબ્લિક ડોમેઇનમાં હતા અને તેણે સૂત્રો તરીકે અન્ય ન્યૂઝ ચેનલ્સનો હવાલો આપ્યો હતો. આ સિવાય માનહાનિની નોટિસ લેટ મોકલવા પર પણ સવાલ પેદા થાય છે કારણકે વીડિયો ઓગસ્ટ 2020માં અપલોડ થયા હતા.'

'500 કરોડ રૂપિયા નુકસાન ભરપાઈ માટે અનુચિત'
આગળ લખ્યું છે, '500 કરોડ રૂપિયા નુકસાન ભરપાઈ માટે એકદમ અર્થ વગરના અને અનુચિત છે અને આ સિદ્દીકી પર પ્રેશર બનાવવાના ઇરાદે માગવામાં આવ્યા છે. સિદ્દીકી અક્ષય કુમારને તેમની નોટિસ પરત લેવાની અપીલ કરે છે અને જો તે આવું નહીં કરે તો તેના વિરુદ્ધ લીગલ પ્રોસેસ શરૂ કરવામાં આવશે.'

અક્ષયના જૂના ઇન્ટરવ્યૂનો પણ ઉલ્લેખ કર્યો
'જ્યારે અક્ષય કુમારે એક પ્રભાવશાળી રાજનેતા (PM નરેન્દ્ર મોદી)નો ઇન્ટરવ્યૂ લીધો હતો, ત્યારે ઘણા યુટ્યુબ વીડિયોઝ અને વેબસાઇટ્સ પર તેને નિશાને લેવામાં આવ્યા હતા અને તેમના વિરુદ્ધ પર્સનલ કમેન્ટ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે તે સમયે અક્ષયે કોઈપણ રિએક્શન ન આપ્યું. પરંતુ તેમણે સિલેક્ટીવલી સિદ્દીકીને માનહાનિના આરોપ માટે પસંદ કર્યો.'

અક્ષયનો યુટ્યુબર પર શું આરોપ છે?
બુધવારે અક્ષય કુમારે રાશિદ સિદ્દીકીને 500 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી હતી. અક્ષયનો યુટ્યુબર પર આરોપ છે કે તેણે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલો નકલી વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેના પર રિયા ચક્રવર્તીને કેનેડા ભાગવામાં મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંત કેસમાં અક્ષય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેના દીકરા આદિત્ય સાથે ગુપચુપ વાત કરી રહ્યા છે. (વાંચો આખા સમાચાર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો