રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્ન હાલ ચર્ચામાં છે. આલિયા ભટ્ટે તાજેતરમાં જ એક યુટ્યૂબરના વીડિયો પર રિએક્શન આપ્યું છે. રિએક્શનથી એવી વાત પણ થવા લાગી કે આલિયાએ આડકતરી રીતે લગ્નનું કન્ફર્મેશન આપી દીધું છે. વીડિયોમાં એ વાત પર કટાક્ષ કરવામાં આવ્યો છે કે આલિયા લગ્ન કરીને કેટલા લોકોને દિલ તોડી નાખશે. આલિયા ભટ્ટ 17 એપ્રિલના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કરવાની છે. વીડિયોમાં ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર નિક લોટિયા જોવા મળે છે. નિક સો.મીડિયામાં 'બી યુનિક'ના નામથી જાણીતો છે.
કારની પાછળ ભાગતો જોવા મળ્યો
વીડિયોમાં નિક સફેદ કુર્તા પાયજામામાં રસ્તા પર ઉઘાડા પગે કારની પાછળ દોડતો જોવા મળે છે. આ કાર પર 'આલિયા વેડ્સ રણબીર' લખવામાં આવ્યું છે. વીડિયોમાં આલિયા તથા નિક સાથે જોવા મળે છે, પરંતુ પછી એ તસવીરમાં માત્ર આલિયા ને રણબીર દેખાય છે. બેકગ્રાઉન્ડમાં 'કબીર સિંહ'નું ગીત 'તૂ મેરી હૈ મેરી હી રહેગી' વાગે છે.
આલિયાએ વીડિયો પર કમેન્ટ કરી
યુટ્યૂબરે આ પોસ્ટ શૅર કરીને કેપ્શનમાં કહ્યું હતું, '17 એપ્રિલે હું..' આ સાથે જ તૂટેલા હૃદયની ઇમોજી શૅર કરી હતી. આ વીડિયો પર આલિયા ભટ્ટે કમેન્ટ કરી હતી, 'ડેડ' (Ded). આ કમેન્ટ પર જવાબ આપતાં નિકે કહ્યું હતું, 'અંદરથી તો હું મરી જ ચૂક્યો છું.'
આશા નેગીએ પણ કમેન્ટ કરી
ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ આશા નેગી પણ રણબીર કપૂરની ચાહક છે. તેણે આ વીડિયો પર કમેન્ટ કરતાં કહ્યું હતું, 'આ વાત માટે બંને એકસાથે દોડીએ.' અન્ય એકે કમેન્ટ કરતાં કહ્યું હતું, '#AliaRanAway ફ્રોમ નિક.' એક ચાહકે કમેન્ટ કરી હતી, 'અરે ભાઈ, તને કોઈ બાઇક પર લેવા પણ ના આવ્યું.'
પંજાબી રીત-રિવાજથી લગ્ન થશે
14 એપ્રિલથી આલિયા-રણબીરના વેડિંગ ફંક્શન શરૂ થશે. 17 એપ્રિલે બંને RK હાઉસમાં પંજાબી વિધિથી લગ્ન કરશે. 18 એપ્રિલે ગ્રાન્ડ રિસેપ્શન આપશે. લગ્ન બાદ આલિયા-રણબીર ગુરુદ્વારામાં લંગરનું આયોજન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.