'બ્રહ્માસ્ત્ર' કોન્સેપ્ટ:રિલીઝ પહેલાં જ ખબર પડી ગઈ ફિલ્મની કહાની!, અયાન મુખર્જીએ અલગ-અલગ અસ્ત્રો વિશે આપી જાણકારી

3 મહિનો પહેલા

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ડાયરેક્ટર અયાન મુખર્જીએ બુધવારે સોશિયલ મીડિયા પર 'બ્રહ્માસ્ત્ર' પાર્ટ -1 'શિવા'નો એક વીડિયો શેર કર્યો છે. થોડા દિવસ પહેલાં ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની રિલીઝ પહેલાં દિગ્દર્શક અયાન મુખર્જીએ પોતે જ ફિલ્મની વાર્તાને રિલીવ કરી છે. જોકે અયાન મુખર્જીએ આખી વાત કહી નથી.

આજે ગુરુ પૂર્ણિમાના ખાસ દિવસે અયાને ફિલ્મ સાથે જોડાયેલો વધુ એક વીડિયો શેર કર્યો છે, જેમાં પ્રાચીન ભારતનાં હથિયારો વિશે માહિતી આપવામાં આવી છે, જેના વિશે લોકોને ભાગ્યે જ ખબર હશે. તે કહે છે, આપણી સંસ્કૃતિના મૂળમાં જે જ્ઞાન છે એનાથી મોટો ગુરુ બીજો કોઈ નથી. જોકે આ વીડિયો જોયા બાદ કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે ફિલ્મના કોન્સેપ્ટ અને પ્લોટમાં રિવાઇઝ કરવામાં આવ્યા છે.

વીડિયોની શરૂઆતમાં 5 હથિયાર - વાનરસ્ત્ર, નંદી અસ્ત્ર, પ્રભાસ્ત્ર, જલાસ્ત્ર, પવનસ્ત્ર રજૂ કરવામાં આવ્યાં છે. છેલ્લે 'બ્રહ્માસ્ત્ર'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પછી અયાન મુખર્જી બ્રહ્માસ્ત્રના વિઝનની વાત કરે છે. અયાન કહે છે, 'છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે શસ્ત્રોની એક અનોખી દુનિયા બનાવી છે, જેનું નામ 'અસ્ત્રવર્સ' છે. બ્રહ્માસ્ત્ર પાર્ટ વન આ અસ્ત્રવર્સની પહેલી ફિલ્મ છે.'

આ બાદ અયાન જણાવે છે કે ઋષિ મુનિ ત્યારથી તમામ શસ્ત્રોનું રક્ષણ કરે છે. આ ફિલ્મમાં રણબીર કપૂર પોતે બ્રહ્માસ્ત્ર બની જાય છે, જેને અગ્નિ અસ્ત્ર કહેવામાં આવે છે. અમિતાભ બચ્ચન, નાગાર્જુન બ્રહ્માંડ છે, જે બ્રહ્માસ્ત્રનું રક્ષણ કરે છે. આ ફિલ્મ 3 ભાગમાં બનશે. પહેલો ભાગ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

આ ફિલ્મ વિશે જાણવા મળી રહ્યું છે કે 300 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મને વર્ષની સૌથી મોંઘી ફિલ્મ પૈકી એક માનવામાં આવી રહી છે. આ ફિલ્મ બનાવવામાં 9 વરસનો સમય લાગ્યો છે.