'ગુડ લક જેરી ટ્રેલર' રિલીઝ:જાહન્વી કપૂરનો અંદાજ જોઈને રહી જશો દંગ, ટ્રેલર જોઈને થઇ જશો હસીને લોટપોટ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવંગત એક્ટ્રેસની શ્રીદેવીની દીકરી જાહન્વી કપૂર પણ ફિલ્મોમાં હાથ અજમાવી રહી છે. જાહ્નવી કપૂરની પાંચમી ફિલ્મ 'ગુડ લક જેરી'નું ટ્રેલર લોન્ચ થયું છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ સેને કર્યું છે. જાહન્વી સિવાય દિપક ડોબરીયા પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ કરવાની બદલે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરવામાં આવશે. 'ઉડતા પંજાબ'માં બાદ ફરી એક વાર પંજાબમાં ડ્રગ્સની સમસ્યા વિશે લોકોને માહિતગાર કર્યા છે. જેમાં ખાસ ડ્રગ્સ ટ્રાફિકિંગ મુદ્દે ફોક્સ કરવામાં આવ્યું છે.

ટ્રેલરની શરૂઆતમાં આપ્યો શાનદાર મેસેજ
ટ્રેલરની શરૂઆતમાં જ મેસેજ આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 'નશો કોઈ પણ હોય શરીર માટે ખરાબ છે, બીમારીને આમંત્રણ આપે છે અને લાચાર કરી દે છે. બાદમાં જાહન્વી જોવા મળે છે, જે એક બિહારની સીધી-સાદી છોકરી જયા કુમારી ઉર્ફે જેરીનો રોલ નિભાવે છે. જેરી પંજાબમાં ડ્રગ્સ વેચતી ગેંગના વડાની સામે ઉભી રહીને કામ માંગે છે. આ પહેલા તો જાહન્વી એમ કહીને કામ નકારી દેવામાં આવે છે કે આ છોકરીઓનું કામ નથી. પરંતુ પાછળથી કામ થઈ જાય છે અને બાદમાં ઘણા બદલાવ જોવા મળે છે.

ટ્રેલરમાં જાહન્વીનો અલગ અંદાજ
2 મિનિટ 50 સેકન્ડના આ ટ્રેલરમાં જાહન્વીનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં કોમેડીની સાથે-સાથે ઈમોશન સીન પણ જોવા મળી રહ્યા છે. ટ્રેલરના એક સીનમાં દીપક ડોબરિયાલ પણ જોવા મળે છે. તેમના આ સીન પરથી ખબર પડે છે કે તેમનું આ પાત્ર કોમેડીથી ભરપૂર હશે.આ સિવાય આ ફિલ્મમાં સુશાંત સિંહ પણ છે જે નેગેટિવ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ તમિલ ભાષામાં બનેલી 'કોલમાવુ કોકિલા'ની રિમેક છે.

એક્ટિંગ પણ છે લાજવાબ
ટ્રેલરમાં જાહન્વી કપૂર અને દીપક ડોબરિયાલ સહિત તમામ એક્ટરોની શાનદાર એક્ટિંગ જોવા મળી રહી છે. ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે, આ ફિલ્મ તમને ક્યાંક હસાવશે તો ઈમોશનલ પણ કરશે. સિદ્ધાર્થ સેન દ્વારા નિર્દેશિત, 'ગુડ લક જેરી' 29 જુલાઈથી સ્ટ્રીમિંગથશે. જાહન્વીના કરિયરની આ પાંચમી ફિલ્મ છે. જાહન્વીની આગામી ફિલ્મો 'મિલી', 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' અને 'બબાલ'છે.