વાઇરલ વીડિયો:પહેલી નજરમાં ઓળખી પણ નહીં શકો કે આ આલિયા ભટ્ટ નહીં પણ તેની હમશકલ છે

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સો.મીડિયામાં આલિયા ભટ્ટની ડુપ્લિકેટનો વીડિયો વાઇરલ

સો.મીડિયામાં કંઈકને કંઈક વાઇરલ થતું રહે છે. હાલમાં જ એક યુવતીનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં દેખાતી યુવતી એક્ટ્રેસ આલિયા ભટ્ટ જેવી જ દેખાય છે.

કોણ છે આ યુવતી?
સો.મીડિયામાં આ યુવતી સેલેસ્ટી બૈરાગી નામથી અકાઉન્ટ ચલાવે છે. હાલમાં જ આ યુવતીએ શાહરુખ ખાનની ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'ના ગીત 'કબ તક ચુપ બૈઠે..' પર ડાન્સ કર્યો હતો. વીડિયોમાં યુવતીએ આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નો લુક રીક્રિએટ કર્યો હતો. સેલેસ્ટી અસમની હોવાનું માનવામાં આવે છે. તેણે સ્થાનિક મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે.

સફેદ સાડીમાં જોવા મળી
ગુલાબી ફ્લોરલ પ્રિન્ટવાળી સફેદ સાડીમાં આ યુવતીએ 'કબ તક ચુપ બૈઠે'ના રીમિક્સ વર્ઝન પર ડાન્સ કર્યો હતો. આ વીડિયોમાં યુવતી હૂબહૂ આલિયા ભટ્ટ જેવી જ લાગે છે. પહેલી નજરમાં કોઈને ખ્યાલ પણ ના આવે કે તે આલિયા ભટ્ટ નથી, પણ તેની ડુપ્લિકેટ છે.

યુઝર્સે કમેન્ટ કરી
આલિયા ભટ્ટના આ વીડિયો પર અનેક યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, 'આઇઆ આલિયા.' અન્ય એકે કમેન્ટ કરી હતી, 'બીજી આલિયા ભટ્ટ.'

ઉલ્લેખનીય છે કે આ યુવતી આલિયા ભટ્ટની હમશકલ તરીકે લોકપ્રિય છે. તે અવાર-નવાર સો.મીડિયામાં વીડિયો પોસ્ટ કરતી હોય છે. ગયા વર્ષે નવેમ્બરમાં રાજસ્થાનના રસ્તા પર બનાવેલો વીડિયો ઘણો જ વાઇરલ થયો હતો.

આલિયા ભટ્ટે 14 એપ્રિલે લગ્ન કર્યા
ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની', બ્રહ્માસ્ત્ર', 'ડાર્લિંગ', 'હાર્ટ ઑફ સ્ટોન'માં જોવા મળશે.