બિગ બીને આવ્યો ગુસ્સો:મહિલા પ્રશંસકે લખ્યું - હોસ્પિટલની જાહેરાત કરતા જોઈને તમારા પ્રત્યે આદર નથી રહ્યો, અમિતાભે કહ્યું- તમે મારું સન્માન નક્કી નહીં કરી શકો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા યુઝરે બિગ બી પર સોશિયલ મીડિયા પર હોસ્પિટલની ખોટી જાહેરાત કરવાનો આરોપ લગાવ્યો

કોરોનાવાઈરસથી સંક્રમિત થયા બાદ 23 દિવસ સુધી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ અમિતાભ બચ્ચન હાલમાં તેમના ઘરે પહોંચ્યા છે. આ દરમિયાન એક સોશિયલ મીડિયા યુઝરે તેમના પર હોસ્પિટલનું પ્રમોશન કરવાનો આરોપ લગાવ્યો હતો અને લખ્યું કે હવે તેઓ તેમનું સન્માન નથી કરતી.ત્યારબાદ અમિતાભે તે મહિલાને જવાબ આપતા પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો.

હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી બિગ બીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. તેમની આ પોસ્ટ પર કમેન્ટ કરતા તે મહિલાએ પોતાના પિતાની સાથે થયેલો અનુભવ વ્યક્ત કરતા બચ્ચન પર હોસ્પિટલની જાહેરાતનો આરોપ લગાવ્યો હતો.

મહિલાએ પિતાની વાત વ્યક્ત કરી
મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યું કે, તેમના 80 વર્ષના પિતાને નાણાવટી હોસ્પિટલમાં ખોટી રીતે કોરોના પોઝિટિવ હોવાનું કહ્યું. તે ઉપરાંત સારવાર દરમિયાન તેમને યોગ્ય બેડ પણ નહોતો આપવામાં આવ્યો અને ડોક્ટર પણ તેમના પિતાની યોગ્ય સારવાર નહોતા કરતા. પરિવારનો કોઈ સભ્ય તેમને જોઈ શકતો નહોતો અને તેમને એમને શરીર પર બેડ સોર (લાલ ચકામાં) સાથે અધવચ્ચે જ રજા આપી દેવાઈ, જેને લીધે તેમને લીધે તેમને વધુ નવા ચેપ લાગી ગયા.

કહ્યું- તમારા પ્રત્યે સન્માન નથી રહ્યું
'અમિતાભજી ખરેખર આ દુઃખની વાત છે કે તમે હોસ્પિટલ માટે જે પ્રકારની જાહેરાત કરો છો, જે માનવ જીવનની પરવા નથી કરતી અને જેનો ઈરાદો માત્ર પૈસા પડાવવાનો છે. માફ કરશો, પરંતુ તમારા પ્રત્યેનો આદર હવે નથી રહ્યો.'

'નાની ઉંમરથી હોસ્પિટલમાં આવતો-જતો રહ્યો છું'
તેમને જવાબ આપતાં અમિતાભે લખ્યું, 'જાન્હવી જી ... આ જાણીને મને દુઃખ થયું કે તમારા પ્રિય અને આદરણીય પિતાએ આ બધી મુશ્કેલીઓ અને તે પછીની સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું. સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ગંભીર કિસ્સામાં મેડિકલ કંડિશનના કારણે નાની ઉંમરથી જ હું હોસ્પિટલમા હું આવતો -જતો રહું છું. તબીબી વ્યવસાયમાં એક નિશ્ચિત આચારસંહિતા છે અને મેં જોયું છે કે, ડોક્ટર્સ, સ્પેશ્યાલિસ્ટ, નર્સો, મેનેજમેન્ટ તમામ લોકો દર્દીની સંભાળ રાખવામાં રોકાયેલા હોય છે.'

'લેબ ટેસ્ટમાં ભૂલ થઈ શકે છે'
તેમણે આગળ લખ્યું, 'હા લેબ ટેસ્ટ ખોટો હોઈ શકે છે, પરંતુ બીજી ઘણી બાબતો છે જે ખોટી પણ હોઈ શકે છે, પરંતુ ઘણા અન્ય ટેસ્ટ અને શરતો પણ છે જેના દ્વારા કોઈ વિશિષે બીમારી વિશે જાણી શકાય છે. મારા મર્યાદિત અનુભવમાં, ક્યારે કોઈ હોસ્પિટલ અથવા ડોક્ટરે ક્યારેય કોઈ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી, તેમજ ક્યારે કોઈએ જાણી જોઈને કે ઇરાદાપૂર્વક પણ ઉપચાર નથી કર્યો. હું નમ્રતાથી આ સાથે અસંમત છું.'

'તમે મારું સન્માન નક્કી નહીં કરી શકો'
'ના ... હું હોસ્પિટલ માટે જાહેરાત નથી કરો, મને જે પણ સારવાર મળી છે અને મારી જે રીતે સંભાળ રાખવામાં આવી છે તે માટે હું નાણાવટીનો આભાર માનું છું, અને હું દેશની દરેક હોસ્પિટલ માટે કરું છું અને કરતો રહીશ જ્યાં મને દાખલ કરવામાં આવ્યા હતો. થઈ શકે છે કે તમને મારા માટે હવે કોઈ સન્માન નથી, પરંતુ હું તમને જણાવી દઉં કે, જાહન્વી જી આપણા દેશમાં ડોક્ટરના વ્યવસાય અને ડોક્ટરો પ્રત્યેનો મારો આદર ક્યારેય ઓછો નહીં થાય.'

'અને એક છેલ્લી વાત ... મારું સન્માન અને યોગ્યતા તમારા દ્વારા નક્કી નહીં થાય.'

યુઝરે બાદમાં પોસ્ટ ડિલીટ કરી દીધી
જો કે, અભિનેતાના જવાબ બાદ તે યુઝરે પોતાની પોસ્ટને ડિલીટ કરી દીધી. એટલે સુધી કે ખુદ અમિતાભે પણ તે પોસ્ટ જોઈ નહોતી. આ વાતને તેમણે એક અન્ય યુઝરને જવાબ આપતા જણાવી હતી.

જાહેરાત માટે અમુલનો આભાર માન્યો
તે ઉપરાંત સોમવારે મોડી રાત્રે બિગ બીએ પોતાના પર બનાવવામામં આવેલ યુનિક પોસ્ટર એડવર્ટાઇઝને શેર કરી અને તેના માટે કંપનીનો આભાર માન્યો. તેમણે લખ્યું કે, વર્ષોથી અમૂલે મારું સન્માન કર્યું છે, એક સરળ વ્યક્તિત્વને અમૂલ્ય બનાવી દીધું છે. આ જાહેરાતમાં લખ્યું છે કે 'એબીએ સી(કોરોના)'ને હરાવી દીધો.

અન્ય સમાચારો પણ છે...