વાઇરલ વીડિયો:કેમેરાની સામે યો યો હની સિંહે 'મેરી જાન..મેરી જાન..' ગીત ગાયું, પ્રેમિકા ટીનાએ કિસ કરી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિંગર તથા રેપર યો યો હની સિંહે નવા વર્ષની શરૂઆત ગર્લફ્રેન્ડ ટીના થડાની સાથે કરી હતી. હની સિંહે ગર્લફ્રેન્ડ સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. હની સિંહે ગર્લફ્રેન્ડ સાથેનો એક વીડિયો પણ સો.મીડિયામાં શૅર કર્યો હતો.

ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક થયો
ડિવોર્સ બાદ હની સિંહ તથા ટીના થડાની એકબીજાને ડેટ કરે છે. હની સિંહે સો.મીડિયામાં ચાહકોને ન્યૂ યર વિશ કરીને વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં હની સિંહ કેમેરાની સામે લેડી લવ સાથે રોમેન્ટિક થયો હતો. બંનેની સિઝલિંગ કેમિસ્ટ્રી જોઈને ચાહકો પણ ખુશ થઈ ગયા હતા.

પ્રેમિકા માટે ગીત ગાયું
હની સિંહે ટીના માટે 'મેરી જાન...મેરી જાન..' ગીત ગાયું હતું. ટીનાએ હની સિંહને કિસ પણ કરી હતી. બંને એકબીજા સાથે ઘણાં જ ખુશ જોવા મળ્યા હતા.

હની સિંહે વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'હેપી ન્યૂ યર તમામ લવર્સને.' આ લવર્સની સિઝન છે, હેટર્સની નહીં.'

20 વર્ષની મિત્રતા બાદ લગ્ન કર્યા હતા
હની સિંહ તથા શાલિનીએ 20 વર્ષની મિત્રતા બાદ 2011માં લગ્ન કર્યા હતા. બંનેએ શિખ રીત રિવાજથી દિલ્હીના ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. જોકે, હની સિંહે ખાસ્સા સમય સુધી લગ્ન છુપાવીને રાખ્યા હતા. 2014માં રિયાલિટી ટીવી શોમાં હની સિંહે પત્ની શાલિનીને ઇન્ટ્રોડ્યૂસ કરી હતી. યો યો હની સિંહ 'કોકટેલ' ફિલ્મના ગીત 'અંગ્રેજી બીટ પર..'થી લોકપ્રિય બન્યો હતો. હની સિંહના પાર્ટી સોંગ્સ ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે. હની સિંહનું નામ 'ખતરો કે ખિલાડી 5'ની સ્પર્ધક ડિઆના ઉપ્પલ સાથે પણ જોડાયું હતું.

2022માં ડિવોર્સ થયા
હની સિંહ તથા શાલિની તલવારના ડિવોર્સ 2022માં થયા હતા. બંનેની વચ્ચે એક કરોડ રૂપિયાના ભરણપોષણ પર સમાધાન થયું હતું. શાલિનીએ હની સિંહ પાસે 10 કરોડ રૂપિયાનું ભરણપોષણ માગ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...