‘રૉકિંગ સ્ટાર’ યશનો જલવો:‘KGF 2’ના સાઉથ સેટેલાઈટ રાઈટ્સ અધધધ 100 કરોડમાં વેચાયા, હિન્દી વર્ઝન માટે હજુ પણ ચર્ચા ચાલુ

2 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • ફિલ્મનું સાઉથ ઇન્ડિયન વર્ઝન ZEE સ્ટુડિયોની ચેનલ પર આવશે
  • OTT પ્લેટફોર્મ એમેઝોન પર ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે

અક્ષય કુમારની ‘બેલબોટમ’ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ છે. એક્ઝિબિટર્સને ‘રૉકિંગ સ્ટાર’ યશની સુપરહિટ કન્નડ ફિલ્મની સિક્વલ ‘KGF ચેપ્ટર 2’ પાસેથી પણ ઘણી આશા છે. પહેલાં થયેલી જાહેરાત પ્રમાણે ‘KGF 2’ 10 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ ટ્રેડ એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મની કોઈ તારીખ નક્કી થઈ નથી. કારણકે ફિલ્મ હજુ પણ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં છે. 10 સપ્ટેમ્બરને બદલે મેકર્સ આ ફિલ્મ ઓક્ટોબર કે નવેમ્બરમાં રિલીઝ કરી શકે છે. OTT પ્લેટફોર્મ એમેઝોન પર ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. આ દરમિયાન સેટેલાઈટ રાઈટ્સની ડીલ થઈ ગઈ છે. ફિલ્મનું સાઉથ ઇન્ડિયન વર્ઝન ZEE સ્ટુડિયોની ચેનલ પર આવશે. આ ફિલ્મનું હિન્દી વર્ઝન કઈ ચેનલ પર આવશે, તેની ચર્ચાઓ હાલ ચાલુ છે.

‘KGF 2’ના સાઉથ સેટેલાઈટ રાઈટ્સ 100 કરોડ રૂપિયામાં વેચાયા
‘KGF 2’ના મેકર્સે ફિલ્મના સાઉથ વર્ઝનના સેટેલાઈટ રાઈટ્સ ZEE કન્નડ, ZEE તેલુગુ, ZEE તમિલ અને ZEE મલયાલમને રેકોર્ડ બ્રેક કિંમતમાં વેચ્યા છે. રિપોર્ટ પ્રમાણે, ZEEએ ‘KGF 2’ના મેકર્સે આ ફિલ્મના સાઉથ વર્ઝનના સેટેલાઈટ રાઈટ્સ 100 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. યશ, સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી અને પ્રકાશ રાજ સ્ટારરર આ ફિલ્મના ડિરેક્ટર પ્રશાંત નીલ છે.

ZEE સાથેના પાર્ટનરશિપ વિશે ફિલ્મનાં પ્રોડ્યુસર વિજય કિરાગન્દૂરે કહ્યું, અમને આ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે, અમે સાઉથ લેન્ગવેજ માટે ‘KGF 2’ સેટેલાઈટ રાઈટ્સ માટે ZEE સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીથી અમે અમારા દર્શકો સુધી પહોંચી શકીશું.

મને ખુશી છે કે ‘KGF 2’ના સેટેલાઈટ રાઈટ્સ ZEEએ ખરીદ્યા
ડિટેક્ટર પ્રશાંત નીલે કહ્યું, મને ખુશી છે કે ‘KGF 2’ના સેટેલાઈટ રાઈટ્સ દક્ષિણ ભાષા માટે ZEE પાસે છે. મને વિશ્વાસ છે કે, સતત વધતા નેટવર્કની સાથે અમે KGF ચેપ્ટર 2ને મોટી સંખ્યામાં દર્શકો સામે રજૂ કરવામાં સક્ષમ બનીશું.