યામી ગૌતમ તથા આદિત્ય ધરે 4 જૂનના રોજ પરિવારની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. યામીનો વેડિંગ લુક ચાહકોને ઘણો જ પસંદ આવ્યો છે. યામીએ લગ્નમાં મમ્મી અંજલિની 33 વર્ષ જૂની ટ્રેડિશનલ સિલ્કની સાડી પહેરી હતી. આટલું જ નહીં લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે પોતાની નાનીએ આપેલો મેચિંગ રેડ દુપટ્ટો કૅરી કર્યો હતો.
યામીએ જાતે જ મેકઅપ કર્યો
યામીએ પોતાના શોર્ટ નોટિસ વેડિંગ દરમિયાન મેકઅપ પણ જાતે જ કર્યો હતો. વેડિંગ લુકમાં તેની હિમાચલી નથણી પણ સેન્ટર ઓફ એટ્રેક્શન રહી હતી. આ નથણીને નાનીએ ગિફ્ટ કરી હીત. હેર સ્ટાઈલ બહેન સુરીલી ગૌતમે બનાવી આપી હતી. યામીએ સો.મીડિયામાં માતાને જન્મદિવસની શુભેચ્છા આપીને લગ્નની ખાસ તસવીર શૅર કરી હતી.
યામીના લગ્નની ખાસિયત
યામીના પપ્પા સંગીત તથા મહેંદીની વિધિના એક દિવસ પહેલાં જ લગ્નની તૈયારીઓ કરી હતી. તેમણે વેડિંગ પ્લાનર ગીતેશ શર્માનો સંપર્ક કર્યો હતો. ગીતેશે કહ્યું હતું કે ગૌતમ પરિવાર બિલાસપુર તથા હમીરપુરથી પોતાના પંડિતને લઈને આવ્યા હતા. યામી-આદિત્ય લાર્જર ધેન લાઈફ અથવા ગ્લેમરસ વેડિંગ ઈચ્છા નહોતા. તેઓ એકદમ નેચરલ તથા પારંપરિક રીતે લગ્ન કરવા માગતા હતા. આ લગ્ન તેમના હોમટાઉનમાં યોજાયા હતા.
આવા હતા ટ્રેડિશનલ લગ્ન
ગીતેશે કહ્યું હતું કે યામી તથા આદિત્યે દેવદારના ઝાડની સામે લગ્ન કર્યાં હતાં. લગ્નમંડપ ગલગોટાના ફૂલ તથા કેળાના પાનથી સજાવવામાં આવ્યો હતો. આખું ડેકોર સફેદ રંગનું હતું. લગ્ન બાદ પરિવારે સાંજે નાનકડું રિસેપ્શન આપ્યું હતું. યામીની મહેંદી ઘરના આંગણામાં જ કરવામાં આવી હતી. લગ્ન પછી મંડી ધામમાં પારંપરિક રીતે જમણવાર થયો હતો. અહીંયા પાલકની ગ્રેવીમાં અડદની દાલની પકોડીવાળી સેપુ બડી, કોળા-ચણાનું શાક તથા ડેઝર્ટમાં બદાના સામેલ હતું.
યામીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'ભૂત પોલીસ', 'અ થર્સડે' તથા 'દસવી'માં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.