ન્યૂલી વેડ્સ કપલ:યામી ગૌતમ પતિ આદિત્ય ધરની સાથે એરપોર્ટ પર જોવા મળી, તેને હાથમાં લાલ ચૂડો અને પગમાં પાયલ પહેરી હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યામી ગૌતમ એરપોર્ટ પર વ્હાઈટ અને પિંક કલરના ફ્લોરલ પ્રિન્ટવાળા સલવાર-શૂટમાં જોવા મળી હતી
  • આ મહિનાની શરૂઆતમાં યામી ગૌતમે 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક' ફૅમ ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં

એક્ટ્રેસ યામી ગૌતમ અને ફિલ્મમેકર આદિત્ય ધર શુક્રવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા. બંનેએ આ મહિનાની શરૂઆતમાં હિમાચલ પ્રદેશમાં પોતાના હોમટાઉનમાં ગુપચુપ લગ્ન કર્યા હતા. યામીનો પતિ ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક'નો ડાયરેક્ટર છે. બંનેએ કોરોનાની વચ્ચે એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્નની વિધિ કરી હતી, જેમાં માત્ર પરિવારના સભ્યો સામેલ હતા.

યામી અને આદિત્ય એરપોર્ટ પર જોવા મળ્યા
યામી ગૌતમ એરપોર્ટ પર વ્હાઈટ અને પિંક કલરના ફ્લોરલ પ્રિન્ટવાળા સલવાર-શૂટમાં જોવા મળી હતી. જ્યારે આદિત્ય ધરે બ્લેક હુડી અને જીન્સ પહેર્યું હતું. યામીના હાથમાં લાલ ચૂડો અને પગમાં પાયલ પણ હતી. તેણે પગમાં સિલ્વર કલરના સેન્ડલ પહેર્યા હતા, તેમજ સફેદ કલરનું માસ્ક અને ફેસ શીલ્ડ પણ પહેર્યું હતું. આદિત્યના હાથમાં બ્રાઉન કલરની બેગ હતી. બ્લૂ કલરના ફેસ શીલ્ડ અને બ્લેક માસ્કમાં તે જોવા મળ્યો હતો.

યામી અને આદિત્યએ ગુપચુપ લગ્ન કર્યા હતા
યામી અને આદિત્યએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને લગ્નની જાણકારી આપી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, પરિવારના આશિર્વાદથી આજે અમે એક ઈન્ટિમેટ વેડિંગ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાયા. અમે આ ખાસ દિવસ નિકટના લોકો તથા પરિવારની સાથે સેલિબ્રેટ કર્યો. આજે અમે મિત્રતા તથા પ્રેમની એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. આ સમયે તમારા પ્રેમ તથા શુભકામનાની જરૂરી છે.

યામીએ ફિલ્મ 'વિકી ડોનર'થી ડેબ્યુ કર્યું હતું
હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં 28 નવેમ્બર 1988માં જન્મેલી યામી ગૌતમે મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેણે પહેલી જાહેરાત 'ફેર એન્ડ લવલી' માટે કરી હતી. ત્યારબાદ તેણે ટીવી સિરિયલ 'ચાંદ કે પાર ચલો'થી ડેબ્યુ કર્યું. ત્યારબાદ તેણે 'પ્યાર ન હોગા કમ' સિરિયલમાં પણ કામ કર્યું. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 2012માં આવેલી 'વિકી ડોનર'થી ડેબ્યુ કર્યું, જે હિટ રહી હતી. તેણે રીતિક રોશનની સાથે 'કાબિલ' ફિલ્મ પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...