વિવાદમાં યામી ગૌતમ:એક્ટ્રેસને EDનું સમન્સ, FEMAના ઉલ્લંઘન કેસમાં પૂછપરછ માટે સાત જુલાઈએ બોલાવવામાં આવી

મુંબઈ5 મહિનો પહેલા
  • EDએ યામી ગૌતમને બીજીવાર સમન્સ પાઠવ્યું

બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમને ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ આજે (2 જુલાઈ) સમન્સ પાઠવ્યું છે. EDએ સાત જુલાઈના રોજ સવારે 11 વાગે હાજર થવાનું કહ્યું છે. યામી પર આક્ષેપ છે કે તેણે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)નું ઉલ્લંઘન કર્યું છે.

બીજીવાર સમન્સ પાઠવવામાં આવ્યું
યામી ગૌતમે હાલમાં જ ફિલ્મમેકર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં છે. યામીએ FEMAના નિયમોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે. EDના ઝોન 2ના અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યાં છે. EDએ બીજીવાર યામીને સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં બિગ બેનર બોલિવૂડ ફિલ્મ્સ મની લોન્ડરિંગને કારણે EDની નજરમાં છે.

ગયા મહિને લગ્ન
યામી તથા આદિત્યે સો.મીડિયામાં લગ્નની તસવીર શૅર કરી હતી. બંનેએ પર્શિયન રાઈટર રૂમીની પંક્તિ લખી હતી, 'તારા પ્રકાશની સાથે, હું પ્રેમ કરતાં શીખી.' વધુમાં કહેવામાં આવ્યું હતું, 'અમારા પરિવારના આશીર્વાદની સાથે, અમે આજે પરિવારની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા. અમે આ ખાસ દિવસ નિકટના તથા પરિવારની સાથે સેલિબ્રેટ કર્યો. આજે અમે મિત્રતા તથા પ્રેમની એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. આ સમયે તમારા પ્રેમ તથા શુભકામનાની જરૂરી છે. પ્રેમ યામી તથા આદિત્ય.'

લગ્ન બાદ તરત જ યામીએ શૂટિંગ કર્યું
લગ્નના થોડાં દિવસ બાદ જ યામી પતિ સાથે મુંબઈ પરત ફરી હતી. યામીએ આગામી ફિલ્મ 'અ થર્સડે'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. યામીએ બોલિવૂડ ફિલ્મ 'વિકી ડોનર'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. યામીએ 'કાબિલ' તથા 'બદલાપુર' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.