વેડિંગ એનિવર્સરી:યામી ગૌતમે ફર્સ્ટ મેરેજ એનિવર્સરી પર લગ્નનો વીડિયો શેર કરી પતિ આદિત્ય ધરને શુભેચ્છા પાઠવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

યામી ગૌતમ અને આદિત્ય ધરની આજે પહેલી વેડિંગ એનિવર્સરી છે. તેણે પોતાના લગ્નનો એક વીડિયો શેર કર્યો છે. બંનેએ હિમાચલ પ્રદેશમાં 4 જૂન 2021ના રોજ પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર 20 લોકો હાજર હતા. યામી અને આદિત્યની પહેલી મુલાકાત ફિલ્મ 'ઉરી'ના સેટ પર થઈ હતી અને અહીંથી તેમની લવ સ્ટોરીની શરૂઆત થઈ હતી.

યામીએ લગ્નમાં મમ્મી અંજલિની 33 વર્ષ જૂની ટ્રેડિશનલ સિલ્કની સાડી પહેરી હતી. આટલું જ નહીં લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે પોતાની નાનીએ આપેલો મેચિંગ રેડ દુપટ્ટો કૅરી કર્યો હતો.

યામીએ ગયા વર્ષે ઘર ખરીદ્યું
યામી ગૌતમે ગયા વર્ષે ચંદીગઢમાં ડુપ્લેક્સ ખરીદ્યું હતું. આ ડુપ્લેક્સ ઉપરાંત, 2016માં યામીએ 100 વર્ષ જૂનું એક ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. આ ફાર્મહાઉસ 25 એકરમાં ફેલાયેલું છે અને તે હિમાચલ પ્રદેશમાં છે.

આદિત્યે 'ઉરી' ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો
2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઉરી'માં આદિત્ય તથા યામી ગૌતમે સાથે કામ કર્યું હતું. આદિત્યે આ ફિલ્મને ડિરેક્ટ કરી હતી અને યામી આ ફિલ્મમાં એક્ટ્રેસ હતી. આ ફિલ્મમાં લીડ હીરો વિકી કૌશલ હતો. ફિલ્મનો 'હાઉ ધ જોશ' ડાયલોગ ઘણો જ લોકપ્રિય થયો હતો. આ ફિલ્મને બેસ્ટ ડિરેક્ટરનો નેશનલ અવોર્ડ મળ્યો હતો.

યામીએ વર્ષ 2012માં બોલિવૂડ ફિલ્મ ‘વિકી ડોનર’થી ડેબ્યુ કર્યું હતું. કરિયરની શરૂઆત ‘ચાંદ કે પાર ચલો’ સિરિયલથી કરી હતી. એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે અભિષેક બચ્ચન અને નિમ્રત કૌર સાથે ‘દસવી’માં જોવા મળી હતી. હવે તે ઓહ માય ગોડ 2, લોસ્ટ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...