માઉન્ટેન વેડિંગ:મહેંદી સેરેમનીમાં યેલ્લો આઉટફિટમાં યામી ગૌતમ ખુશખુશાલ દેખાઈ, જુઓ મેરેજના ઇનસાઇડ ફોટોઝ

એક વર્ષ પહેલા
2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઉરી'માં આદિત્ય તથા યામી ગૌતમે સાથે કામ કર્યું હતું.
  • યામી-આદિત્યે 'ઉરી' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું
  • બંનેએ પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યાં

4 જૂને બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક' ફૅમ ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં છે. યામી તથા આદિત્યે સો.મીડિયામાં લગ્નની તસવીર શૅર કરીને ચાહકોને આ અંગે જાણ કરી હતી. આ કપલના મહેંદી સેરેમનીના ફોટોઝ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. પીળા રંગના આઉટફિટમાં યામી સુંદર લાગી રહી છે.

મહેંદી સેરેમનીના ફોટોઝની એક ઝલક:

લગ્નની તસવીર શૅર કરી

યામી તથા આદિત્યે પર્શિયર રાઈટર રૂમીની પંક્તિ લખી હતી, 'તારા પ્રકાશની સાથે, હું પ્રેમ કરતા શીખી.' વધુમાં કહેવામાં આવ્યું હતું, 'અમારા પરિવારના આશીર્વાદની સાથે, અમે આજે પરિવારની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા. અમે આ ખાસ દિવસ નિકટના તથા પરિવારની સાથે સેલિબ્રેટ કર્યો. આજે અમે મિત્રતા તથા પ્રેમની એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. આ સમયે તમારા પ્રેમ તથા શુભકામનાની જરૂરી છે. પ્રેમ યામી તથા આદિત્ય.'

યામી-આદિત્યે 'ઉરી' ફિલ્મમાં સાથે કામ કર્યું
2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઉરી'માં આદિત્ય તથા યામી ગૌતમે સાથે કામ કર્યું હતું. આદિત્યે આ ફિલ્મને ડિરેક્ટ કરી હતી અને યામી આ ફિલ્મમાં એક્ટ્રેસ હતી. આ ફિલ્મમાં લીડ હીરો વિકી કૌશલ હતો. ફિલ્મનો 'હાઉ ધ જોશ' ડાયલોગ ઘણો જ લોકપ્રિય થયો હતો. આ ફિલ્મને બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ ઓડિયોગ્રાફી તથા બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો નેશનલ અવૉર્ડ મળ્યો હતો.

પુલકિત સમ્રાટ સાથે અફેર હોવાની ચર્ચા હતી
'સનમ રે'માં યામી ગૌતમ તથા પુલકિત સમ્રાટે સાથે કામ કર્યું હતું. આ સમય દરમિયાન બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. એ સમયે એવું પણ કહેવાતું કે પુલકિતે યામીને કારણે જ ડિવોર્સ લીધા હતા.

યામીએ ગયા વર્ષે ઘર ખરીદ્યું
યામી ગૌતમે ગયા વર્ષે ચંદીગઢમાં ડુપ્લેક્સ ખરીદ્યું હતું. આ ડુપ્લેક્સ ઉપરાંત 2016માં યામીએ 100 વર્ષ જૂનું એક ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. આ ફાર્મ હાઉસ 25 એકરમાં ફેલાયેલું છે અને એ હિમાચલ પ્રદેશમાં છે.

યામી ગૌતમના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'અ થર્સડે'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે સ્કૂલ ટીચર નૈનાના રોલમાં છે. આ ફિલ્મમાં નેહા ધૂપિયા, ડિમ્પલ કાપિડયા, અતુલ કુલકર્ણી પણ છે. યામીએ 'વિકી ડોનર'થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. તેણે ઋતિક સાથે 'કાબિલ' તથા વરુણ ધવન સાથે 'બદલાપુર'માં કામ કર્યું હતું. ગયા વર્ષે યામીની ‘ગિન્ની વેડ્સ સન્ની’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ, એમાં તેણે વિક્રાંત મેસી સાથે કામ કર્યું. હાલ તે ધર્મશાળામાં ‘ભૂત પોલીસ’ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે, તેમાં સૈફ અલી ખાન, જેક્લિન ફર્નાન્ડિઝ અને અર્જુન કપૂર પણ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...