કરિયર વિશે વાત:યામી ગૌતમે કહ્યું, ‘ઇન્ડસ્ટ્રીમાં મારા કોઈ ગોડફાધર નથી, હું મારી શરત પર બોલિવૂડ નેવિગેટ કરું છું’

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘બાલા’ પછી યામીના કરિયરમાં સારો વળાંક આવ્યો
  • એક્ટ્રેસે કરિયરની શરૂઆત ‘ચાંદ કે પાર ચલો’ સિરિયલથી કરી હતી

બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર ના હોવાની અને પોતાની મહેનતથી કરિયર બનાવ્યું હોવાની વાત કરી. યામીએ 4 જૂનના રોજ ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે. તેણે વર્ષ 2012માં બોલિવૂડ ફિલ્મ ‘વિકી ડોનર’થી ડેબ્યુ કર્યું હતું. કરિયરની શરૂઆત ‘ચાંદ કે પાર ચલો’ સિરિયલથી કરી હતી.

‘હવે વસ્તુઓ સારી રીતે સમજાઈ રહી છે’
ઇન્ટરવ્યૂમાં યામીએ કહ્યું કે,‘ આવતા વર્ષે મારે બોલિવૂડમાં એક દાયકો પૂરી થઈ જશે અને મને હવે વસ્તુઓ સારી રીતે સમજાઈ રહી છે. મેં બોલિવૂડમાં મારી રીતે જ શરૂઆત કરી છે, મને કોઈએ ગાઈડ કરી નથી. આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘બાલા’થી કરિયરમાં સારો વળાંક આવ્યો. ઘણા લોકોએ ફિલ્મ ડિરેક્ટર અમર કૌશિકને કહ્યું હતું કે, મને તે રોલમાં કાસ્ટ ના કરે, પરંતુ વસ્તુઓ બદલવા માટે મારે સ્ક્રિપ્ટની જરૂર હતી.’

‘મારે હંમેશાં કામ માટે ફોક્સ્ડ રહેવું છે’
ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીનો સફર જણાવતા યામીએ કહ્યું કે, ‘હું પોતે જ પોતાની ગોડફાધર છું. મારી લાઈફમાં મારો પરિવાર સપોર્ટ સિસ્ટમ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ક્યારેય કોઈ પણ પૂરી રીતે સમજી શક્યું નથી. લોકો હંમેશાં તમને કરિયર માટે સલાહ આપતા રહેશે, પરંતુ નક્કી તમારે કરવાનું છે કે તેમની વાતો અડોપ્ટ કરવાની છે કે પછી છોડવાની છે. મારે કાયમ કામ માટે ફોક્સ્ડ રહેવું છે. કોઈ ખોટી જાળમાં ફસાયાને બદલે સારી સ્ક્રિપ્ટ પસંદ કરવી છે.’

એક્ટ્રેસના અપકમિંગ પ્રોજેક્ટ્સ
ફિલ્મ ‘ભૂત પોલીસ’માં યામી ગૌતમ એક્ટર સૈફ અલી ખાન, અર્જુન કપૂર અને જેક્લિન ફર્નાન્ડિઝ સાથે દેખાશે. 10 સપ્ટેમ્બરે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ ડિઝ્ની+હોટસ્ટાર પર સ્ટ્રીમ થઇ ગઈ છે. આ ઉપરાંત તે અભિષેક બચ્ચન અને નિમ્રત કૌર સાથે ‘દસવી’માં પણ દેખાશે.