અતરંગી રે:રાઈટર હિમાશું શર્માએ ફિલ્મ પર પ્રતિક્રિયા આપતા કહ્યું- આ એક ફિલ્મ છે મેન્ટલ ઈલનેસ પર ડોક્યુમેન્ટ્રી નથી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તનુ વેડ્સ મનુથી લઈને અત્યાર સુધી અમે જે ફિલ્મો બનાવી છે તેની અલગ મજા રહી છે- આનંદ એલ રાય

અક્ષય કુમાર, ધનુષ અને સારા અલી ખાન સ્ટારર 'અતરંગી રે' OTT પ્લેટફોર્મ પર ઓપનિંગ ડેમાં સૌથી વધુ વ્યુઅરશિપવાળી ફિલ્મ છે. ફિલ્મ 24 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. એક ઈન્ટરવ્યુમાં ફિલ્મના ડાયરેક્ટર આનંદ એલ રાય અને રાઈટર હિમાંશુ શર્માએ અતરંગી રેની સક્સેસ અને ક્રિટિક્સ પર વાત કરી છે. જેમાં તેણે જણાવ્યું કે, અતરંગી રે ડોક્યુમેન્ટ્રી નથી. આનંદ-હિમાંશુની જોડી હિટ રહી છે. તેણે સાથે 'તનુ વેડ્સ મનુ', 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' અને 'રાંજણા' જેવી ફિલ્મો આપી છે.

અતરંગી રે પછી ડિબેટ શરૂ થઈ છે
અતરંગી રે વિશે વાત કરતા આનંદે જણાવ્યું, વ્યક્તિગત રીતે મને સ્ક્રિપ્ટની સાથે ઓરિજિનલ કામ કરવા માટે ગર્વ મહેસૂસ થાય છે. તનુ વેડ્સ મનુથી લઈને અત્યાર સુધી અમે જે ફિલ્મો બનાવી છે તેની અલગ મજા રહી છે. એવું લાગે છે કે અમે સેફ્ટી બેલ્ટ વગર સમુદ્રમાં છલાંગ લગાવી છે, તેના પછી અમે બધા ડૂબકી લગાવી રહ્યા છીએ. તેથી મને અતરંગી રે પર ગર્વ છે કેમ કે આ એક મુશ્કેલ ફિલ્મ હતી.

તેણે આગળ જણાવ્યું કે, જ્યારે અમે ફિલ્મ બનાવી હતી, અમે નિડર હતા અને તેને એન્જોય કરી રહ્યા હતા. ફિલ્મના સબજેક્ટમાં જે રિલેશનશિપ દર્શાવવામાં આવી છે, તે અત્યાર સુધી કોઈએ જોઈ નહોતી. પરંતુ અમે આ સબજેક્ટ પર કામ કરવા માગતા હતા. આજે આ સબજેક્ટ ઓડિયન્સ સુધી પહોંચ્યો છે અને તે ખરેખર મહત્વનું છે. ફિલ્મ રિલીઝ થયા પછી એક ડિબેટ શરૂ થઈ છે અને અમે એ જ ઈચ્છતા હતા.

ફિલ્મ મારા માટે મોટું ઈનામ છે
ફિલ્મ રાઈટર હિમાંશુ શર્માએ જણાવ્યું કે, આ એક સારો એક્સપિરિઅન્સ છે કે બે વર્ષની ગ્રિલિંગ અને સખત મહેનત પછી અમારા કામની પ્રશંસા કરવામાં આવી રહી છે. સૌથી સારી વાત એ છે તે ફિલ્મ લોકો સુધી પહોંચી રહી છે. આ એક મુશ્કેલ ફિલ્મ હતી અને તેનો ફ્લો કેવો રહેશે, અમે અમારા દર્શકોને તેની સાથે કેવી રીતે જોડાયેલા રાખીશું તેના પર ઘણો વિચાર કરવામાં આવ્યો હતો. ઘણું સારું મહેસૂસ થાય છે કે તમે જે વિચાર્યું છે તે જ રીતે લોકો સુધી પહોંચ્યું છે. મારા માટે આ એક મોટું ઈનામ છે.

અતરંગી રે ડોક્યુમેન્ટ્રી નથી-હિમાંશુ
અતરંગી રેના ક્રિટિસિઝ્મ પર વાત કરતા હિમાંશુએ જણાવ્યું કે, આ એક ફિલ્મ છે ડોક્યુમેન્ટ્રી નથી. આ મેન્ટલ ઈલનેસ પર 500 શબ્દોનો નિબંધ પણ નથી. આ ફિલ્મ છે અને તમારે તેના દ્વારા મનોરંજન કરવાની જરૂર છે. જ્યારે અમે એક ફિલ્મ લખીએ છીએ તો તેના ઘણા મુદ્દા બદલવા પડે છે. જેનાથી ક્યારેક ક્યારેક કેટલીક વસ્તુઓ પાછળ રહી જાય છે અને ક્યારેક ક્યારેક તે સૌથી આગળ હોય છે. ફિલ્મને ઘણા લોકોએ જોઈ છે, તેમને ખબર હતી કે ફિલ્મ કયા ટોપિક પર છે અને તેથી અમને આટલો પ્રેમ મળી રહ્યો છે.

અતરંગી રેના ક્રિટિસિઝ્મ પર વાત કરતા આનંદે જણાવ્યું કે, અમારે માત્ર ફિલ્મોમાં મેન્ટલ હેલ્થ વિશે વાત કરવાની હતી.તમે ફિલ્મો પર એટલું દબાણ કરો છો કે તમે ફિલ્મને તે દૃષ્ટિકોણથી જોતા પણ નથી, જે ઈરાદાથી ફિલ્મ બનાવવામાં આવી છે.