રકુલ પ્રીત સિંહ સાથે ખાસ વાતચીત:બોક્સ ઓફિસ પર ફિલ્મોના ખરાબ પ્રદર્શનથી ચિંતિત એક્ટ્રેસે કહ્યું કે, સમય બદલી રહ્યો છે, ખુદને બદલવાની જરૂર છે

3 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

2022નું વર્ષ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે સારું રહ્યું નથી. 2022ને પૂરું થવામાં હવે ગણતરીના મહિનાઓ જ બાકી હોય ઇન્ડસ્ટ્રીના લોકોને આશા છે કે, હવે આવનારા મહિનાઓમાં બોક્સ ઓફિસનું કલેક્શન સારું રહે. તો એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની ફિલ્મ ' અટેક' અને 'રનવે' પણ ફ્લોપ સાબિત થઇ છે. આશ્ચર્યની વાત એ છે કે, રકુલ પ્રીત સિંહની 7 ફિલ્મો આ વર્ષ રિલીઝ થવાની છે. ભાસ્કર સાથેની વાતચીતમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે, બોલિવૂડ ઇન્ડસ્ટ્રી આ સમયે સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહી છે. તો ફિલ્મના કન્ટેન્ટમાં પણ ફેરફાર લાવવો ખુબ જ જરૂરી છે.

ફિલ્મ સારી હશે તો ઓડિયન્સ જરૂર થિયેટર સુધી આવશે
રકુલે વધુમાં જણાવ્યું હતું કે, 'જુઓ એમાં કોઈ શંકા નથી કે બીજા બધાની જેમ અમને પણ ફિલ્મ ના સારા પ્રદર્શનની ઈચ્છા હતી, પરંતુ અત્યારનો સમય બોલિવૂડ માટે યોગ્ય નથી. હાલ એવો સમય ચાલી રહ્યો છે, જેમાં આપણને એ પણ ખબર નથી હોતી કે થિયેટરમાં શું ચાલશે અને શું નહીં. દરરોજ ઘણી ફિલ્મો રીલિઝ થાય ત્યારે આશા હોય છે કે, ફિલ્મ ફ્લોપ નહીં જાય. પરંતુ નિરાશા જ થાય છે. હવે આપણે સ્વીકારવું પડશે કે સમય બદલાયો છે અને તેની સાથે દર્શકોનો ટેસ્ટ પણ બદલાઈ ગયો છે. આ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ હોવાને કારણે આપણે ફેરફાર કરવાની સખ્ત જરૂર છે. જો કોઈ ફિલ્મ સારી હશે તો દર્શકો ચોક્કસપણે થિયેટરમાં જશે.'

હું હવે ઓડિયન્સના ટેસ્ટ મુજબ ફિલ્મો સાઈન કરીશ
રકુલે કહ્યું કે, 'હંમેશા એક એવો સમય આવે છે જ્યારે તમે દર્શકોને શું પસંદ છે તે તેની સમજ આવે છે ત્યારે તમે એ મુજબ જ ફિલ્મો બનાવો છો. પરંતુ પછી એક સમય એવો આવે છે જ્યારે ટેસ્ટ બદલાઈ જાય છે ને પછી મેકર્સ તેને સમજવામાં થોડો સમય લે છે. આપણે પણ એ જ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. ફિલ્મો ચાલી રહી નથી અને આ સ્થિતિમાં આપણે વધુ મહેનત કરવાનું જ વિચારી શકીએ છીએ. એક એક્ટ્રેસ તરીકે હવે હું દર્શકોના દૃષ્ટિકોણ અને તેમની પસંદગીના દૃષ્ટિકોણથી જ ફિલ્મો સાઈન કરવાનું વિચારીશ. આશા છે કે અમે બધા શક્ય તેટલું સાથે મળીને કામ કરીએ જેથી લોકો અમારી ફિલ્મોનો આનંદ માણી શકે.

'કઠપુતલી' OTT પ્લેટફોર્મ પર રિલીઝ
'કઠપુતલી' OTT પ્લેટફોર્મ પર રિલીઝ

'કઠપુતલી' OTT પ્લેટફોર્મ માટે જ બનાવામાં આવી હતી
રકુલની આગામી ફિલ્મ 'કઠપુતલી' OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. શું હાલની જે સ્થિતિ છે તે જોઈને બોક્સ-ઓફિસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 'કઠપુતલી'ને થિયેટરોને બદલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો? આ સવાલના જવાબમાં રકુલે જણાવ્યું હતું કે, 'ના, આ ફિલ્મ શરૂઆતથી જ OTT પ્લેટફોર્મ માટે બનાવવામાં આવી હતી અને હું નિર્માતાઓના આ નિર્ણયથી ખૂબ જ ખુશ છું. મને લાગે છે કે થ્રિલર એ એક શૈલી છે, જે OTT પર માણવામાં આવે છે. અમારા માટે એટલું મહત્વનું છે કે લોકો અમારી ફિલ્મોને માણે છે પછી ભલે તે પ્લેટફોર્મ ગમે તે હોય.પર્સનલી મારુ માનવું છે કે, મને આ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ જોવાનું ગમે છે, મને આશા છે કે લોકોને અમારી ફિલ્મ પણ ગમશે.

મારી અત્યાર સુધીની સફરથી હું ખુબ જ ખુશ છું.
'કઠપુતલી' ફિલ્મમાં તેના પાત્ર વિશે વાત કરતાં રકુલ કહે છે, 'મારું પાત્ર દિવ્યાનું છે, જેમાં એક સ્કૂલ ટીચર છે. તે ખૂબ જ પરિપક્વ, સ્માર્ટ અને બુદ્ધિશાળી છે. આ પાત્રની વિશેષતા એ છે કે તેણે મને સાંકેતિક ભાષા શીખવામાં મદદ કરી છે. હું મારી જાતને ખૂબ જ નસીબદાર માનું છું કે ફિલ્મો દ્વારા મને નવું-નવું શીખવા મળે છે. હું મારી અત્યાર સુધીની સફરથી ખૂબ જ સંતુષ્ટ છું.

રકુલ લવ સ્ટોરીઝ કરવા ઈચ્છે છે રકુલ
વાતચીત દરમિયાન તેણે એ પણ જણાવ્યું કે તે ભવિષ્યમાં કેવા પ્રકારની ફિલ્મો કરવા ઈચ્છે છે. રકુલે જણાવ્યું હતું કે, તેણે સાઉથમાં અલગ-અલગ પ્રકારની ફિલ્મો કરી છે અને હવે તે આ ઈન્ડસ્ટ્રીમાં પ્રયોગ કરશે. આ વિશે વાત કરતાં તે કહે છે, 'મારા મતે, આપણા દેશમાં એવી ઘણી મહાન વાર્તાઓ છે, જેને આપણે બાયોપિક્સ દ્વારા કહી શકીએ છીએ. જો તક આપવામાં આવે તો હું સ્પોર્ટ્સ બાયોપિકનો ભાગ બનવા માગુ છું. આ સાથે મને લવ સ્ટોરીઝ પણ પસંદ છે.