મોસ્ટ એડમાયર્ડ વુમન 2021:પ્રિયંકા ચોપરા ટોપ 10માં સામેલ, મિશેલ ઓબામા નંબર 1 પર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રિયંકા ચોપરાનું નામ 'મોસ્ટ એડમાયર્ડ વુમન 2021'ની યાદીમાં સામેલ થયું છે. પ્રિયંકા ઉપરાંત એક્ટ્રેસિ એન્જેલિના જોલી, સ્કારલેટ જોનસન, એમા વોટ્સન, ટેલર સ્વિફ્ટનું નામ પમ છે. ગયા વર્ષે પ્રિયંકા આ યાદીમાં 15મા સ્થાને હતી. રિપોર્ટ પ્રમાણે, આ સર્વેમાં 38 દેશોના 42 હજાર લોકોએ ભાગ લીધો હતો.

પ્રિયંકા 10મા સ્થાને
આ લિસ્ટમાં મિશેલ ઓબામાનું નામ પહેલા નંબર છે, જ્યારે બીજા નંબર પર એન્જિલિના જોલી તથા ત્રીજા નંબરે બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેથ - IIનું નામ સામેલ છે. આ યાદીમાં પ્રિયંકા ચોપરા 10મા સ્થાને છે. પાકિસ્તાનની મલાલા યુસુફઝઈ 9મા સ્થાને છે.

પ્રિયંકાનું કરિયર
પ્રિયંકા ચોપરાએ વર્ષ 2000માં મિસ વર્લ્ડનું ટાઇટલ જીત્યું હતું. 2003માં બોલિવૂડ ફિલ્મ 'ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. પ્રિયંકાએ 2015માં 'ક્વોન્ટિકો'થી હોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. પ્રિયંકા છેલ્લે ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં જોવા મળી હતી.