વિશ્વ પર્યાવરણ દિવસ:અજય દેવગન, આયુષ્માન ખુરાના, દિયા મિર્ઝા લઈને માધુરી દીક્ષિત સુધી, સેલેબ્સે તેમના ચાહકોને ઈકોસિસ્ટમ રીસ્ટોર કરવાનું કહી શુભેચ્છા પાઠવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજય દેવગને કહ્યું, અમુક પ્રશ્નોના જવાબ ઇનર નેટ પાસેથી મળે છે - Divya Bhaskar
અજય દેવગને કહ્યું, અમુક પ્રશ્નોના જવાબ ઇનર નેટ પાસેથી મળે છે
  • આ વર્ષની થીમ ઈકોસિસ્ટમ રેસ્ટોરેશન છે
  • રીઈમેજીન, રીસ્ટોર અને રીક્રિએટ હેશટેગ કરીને સેલેબ્સ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની પોસ્ટ શેર કરી રહ્યા છે

આજનો દિવસ એટલે કે 5 જૂનની ઊજવણી સમગ્ર દુનિયામાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે થઈ રહી છે. આ વર્ષની થીમ ઈકોસિસ્ટમ રેસ્ટોરેશન છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ પર્યાવરણ બાબતે તેમના ચાહકોને અવાર-નવાર જાગૃત કરતા રહે છે. માધુરી દીક્ષિત, આયુષ્માન ખુરાના, અજય દેવગન, દિયા મિર્ઝા અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત અન્ય સેલેબ્સે પણ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની શુભેરછા પાઠવી છે.

એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ અમેરિકન નેચરલિસ્ટ જ્હોન બુરોઘ્સની લાઈન શેર કરીને અમુક ફોટોઝ શેર કર્યા છે.

અજય દેવગને મેડિટેશન કરતો ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું, મેડિટેટ, કારણકે અમુક પ્રશ્નોના જવાબ ઇનર નેટમાંથી મળે છે.

આયુષ્માન ખુરાનાએ પર્યાવરણ દિવસ પર નોર્થ ઈસ્ટ ઇન્ડિયામાં ફિલ્મ શૂટિંગ દરમિયાનનાં અમુક ફોટો શેર કર્યા છે. તેણે કેપ્શનમાં લખ્યું, આપણને ખબર નથી તેવા આપણા દેશમાં અનેક સુંદર ડેસ્ટિનેશન છે. ચાલો તેમને બચાવીએ. આ અમૂલ્ય છે.

સાઉથ એક્ટર અલ્લુ અર્જુને છોડને પાણી પાતો ફોટો શેર કરીને તેના ચાહકોને વધારે વૃક્ષ વાવીને પૃથ્વીને લીલીછમ બનાવવા કહ્યું.

માધુરી દીક્ષિતે તેના ચાહકોને ભવિષ્ય માટે નેચરની રક્ષા કરવા પોસ્ટમાં કહ્યું છે.

બોલિવૂડ એક્ટ્રેસ અને એન્વાયરમેન્ટલિસ્ટ દિયા મિર્ઝાએ યુઝરને વિનંતી કરી છે કે, આપણી પૃથ્વીને રીઈમેજીન, રીસ્ટોર અને રીક્રિએટ કરીને સુંદર બનાવીએ. એક્ટ્રેસ અવાર-નવાર તેના ચાહકોને પર્યાવરણનું મહત્ત્વ સમજાવતી રહે છે.

નીના ગુપ્તાએ વીડિયો શેર કરીને કહ્યું, હું જે જગ્યાએ વોક માટે જઉં છું ત્યાં પર્યાવરણ દિવસ નિમિત્તે 500 વૃક્ષ વાવવામાં આવી રહ્યા છે.

એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે પર્યાવરણ દિવસ નિમિત્તે યુનાઈટેડ નેશન્સ સાથે મળીને ‘ધરતી કા દિલ’ સ્પેશિયલ મ્યુઝિક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, ભૂમિ પેડનેકર, રાજકુમાર રાવ, સોનુ સૂદ, અર્જુન કપૂર અને તાપસી પન્નુ, સચિન તેંડુલકર સામેલ છે. દરેક સેલેબ્સે પર્યાવરણ સાથે જોડાયેલો સંદેશ તેમના ચાહકોને આપ્યો.આ વીડિયો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેન્ટ ચેન્જના સહયોગથી બનાવ્યો છે. સિંગર્સમાં બ્રી પ્રેક, અદનાન સામી, શંકર મહાદેવન અને પલક મુછાલ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...