તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલીપ કુમાર સાથે જોડાયેલી યાદો:અહીં એક બ્રિટિશ કેન્ટીનમાં માત્ર 36 રૂપિયામાં કામ કર્યું, અંગ્રેજોને તેમના હાથની સેન્ડવિચ ભાવતી હતી, આઝાદીનો નારો લગાવતા ધરપકડ થઈ હતી

પુણે2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અંગ્રેજી આવડતું હોવાને લીધે તેમને પુણેની બ્રિટિશ આર્મી કેન્ટીનમાં આસિસ્ટન્ટની નોકરી મળી ગઈ - Divya Bhaskar
અંગ્રેજી આવડતું હોવાને લીધે તેમને પુણેની બ્રિટિશ આર્મી કેન્ટીનમાં આસિસ્ટન્ટની નોકરી મળી ગઈ
  • માતા-પિતાએ દિલીપ કુમારનું નામ મોહમ્મદ યુસુફ ખાન રાખ્યું હતું
  • દિલીપ કુમારના કુલ 12 ભાઈ-બહેન હતા

ટ્રેજેડી કિંગ અભિનેતા દિલીપ કુમાર હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો એક એક્ટરમાંથી લેજેન્ડ બનવાનો સફર સરળ નહોતો. 65થી વધુ ફિલ્મમાં કામ કરનારા દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર, 1922ના રોજ પેશાવરમાં થયો હતો. માતા-પિતાએ તેમનું નામ મોહમ્મદ યુસુફ ખાન રાખ્યું હતું, પરંતુ મુંબઈ આવ્યા પછી ફિલ્મોમાં તેમને દિલીપ કુમાર નામથી ઓળખ મળી. તેમના નામ બદલવાની સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે.

36 રૂપિયાના પગારે કામ કર્યું
દિલીપ કુમારના કુલ 12 ભાઈ-બહેન હતા. તેમનું બાળપણ ઘણી ખરાબ સ્થિતિમાં પસાર થયું, તેમના પિતા પરિવાર સાથે મુંબઈ આવી ગયા હતા. મુંબઈ આવ્યા પછી પરિવારને અનેક આર્થિક તકલીફોનો સામનો કરવો પડ્યો. પરિવાર સાથે વિવાદ થતા દિલીપ કુમાર પુણે આવી ગયા. અંગ્રેજી આવડતું હોવાને લીધે તેમને પુણેની બ્રિટિશ આર્મી કેન્ટીનમાં આસિસ્ટન્ટની નોકરી મળી ગઈ. તેમને કેન્ટીનમાં 36 રૂપિયાનો પગાર મળતો હતો.

પિતાની બીકે જ પોતાનું નામ મોહમ્મદ યુસુફ ખાન બદલીને દિલીપ કુમાર રાખ્યું
પિતાની બીકે જ પોતાનું નામ મોહમ્મદ યુસુફ ખાન બદલીને દિલીપ કુમાર રાખ્યું

એક સમયે તકિયા પણ વેચ્યા
તેમણે પોતાનું સેન્ડવિચ કાઉન્ટર ખોલ્યું અને તે અંગ્રેજ સૈનિકો વચ્ચે ફેમસ બની ગયું, પરંતુ આ કેન્ટીનમાં એક દિવસ ભારતની આઝાદીની લડાઈમાં સમર્થન આપતા ધરપકડ થઈ અને તેમનું કામ બંધ થઈ ગયું. જો કે, થોડા જ દિવસમાં તેમને છોડી દીધા હતા અને પછી તેઓ મુંબઈ પાછા આવી ગયા. મુંબઈ આવ્યા પછી પિતાને મદદ કરવા લાગ્યા તેમણે તકિયા વેચવાનું પણ શરુ કર્યું પણ સફળતા ના મળી.

પિતાની બીકે નામ બદલ્યું હતું
કામ માટે દિલીપ કુમારને તેમના મિત્ર બોમ્બે ટોકિઝની માલિક દેવિકા રાનીને મળવા લઇ ગયા હતા. આ દરમિયાન દેવિકા રાની દિલીપ કુમારની ચાલ અને દેખાવ જોઇને ચોંકી ગઈ. એ પછી તેણે દિલીપને ફિલ્મો ઓફર કરી. જો કે, દિલીપ કુમારના પિતાને ફિલ્મોમાં કામ કરવું જરાય ગમતું નહોતું. આથી તેમણે પિતાની બીકે જ પોતાનું નામ મોહમ્મદ યુસુફ ખાન બદલીને દિલીપ કુમાર રાખ્યું.

મધુબાલા સાથે દિલીપ કુમાર
મધુબાલા સાથે દિલીપ કુમાર

નામ બદલવાની સલાહ દેવિકા રાનીએ જ આપી હતી. દેવિકા રાનીએ નામનું લિસ્ટ એક્ટરને આપ્યું. એક્ટરને વાસુદેવ અને દિલીપ કુમાર નામ ગમ્યું હતું. એ પછી તેમણે નક્કી કરી લીધું કે પોતાનું નામ દિલીપ કુમાર જ રાખશે.

અન્ય સમાચારો પણ છે...