તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડિંગ ટેલ્સ:મહિલા પૂજારી શીલા અત્તા પાસે દિયા-વૈભવે લગ્ન કરાવ્યાં, એક્ટ્રેસે લખ્યું- આપણે જેન્ડર ઇક્વાલિટીને પ્રોત્સાહિત કરી શકીએ છીએ તેનો ગર્વ છે

3 મહિનો પહેલા

દિયા મિર્ઝાના બીજા લગ્ન ચર્ચામાં છે. કારણ છે લગ્નની વિધિ કરાવનારા મહિલા પૂજારી શીલા અત્તા. જેમનો ફોટો ખુદ દિયાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે. તેમાં શીલા, દિયા અને વૈભવ રેખી સાથે દેખાઈ રહ્યા છે. 15 ફેબ્રુઆરીએ કપલે હિન્દૂ રીતિ રિવાજ અનુસાર મુંબઈમાં જ લગ્ન કર્યાં.

બંનેએ બીજા લગ્ન કર્યાં
39 વર્ષીય દિયા મિર્ઝાએ મહિલાના પુનર્વિવાહના સ્ટીરિયો ટાઈપ્સને તોડીને બિઝનેસ મેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યાં .દિયા અને વૈભવ બંનેના આ બીજા લગ્ન છે. 2014માં દિયાના લગ્ન પ્રોડ્યુસર સાહિલ સંઘા સાથે થયા હતા, પણ બંને 2019માં અલગ થઇ ગયા. દિયા તેના બીજા પિતાની અટક રાખે છે પણ હાલમાં જ તેણે તેના નામમાં જર્મન પિતા ફ્રેન્ક હેન્ડ્રિકની અટક પણ જોડી.

'થપ્પડ' હતી છેલ્લી ફિલ્મ
દિયાની છેલ્લી ફિલ્મ તાપસી પન્નુ સ્ટારર 'થપ્પડ' હતી જેમાં તે શિવાની નામની છોકરીના રોલમાં હતી. ફિલ્મના ડિરેક્ટર અનુભવ સિન્હા હતા. આ પહેલાં દિયાએ 2019માં તેનું ડિજિટલ ડેબ્યુ પણ કર્યું હતું. તેણે વેબ શો 'કાફિર'માં કાયનાત અખ્તરનો રોલ પ્લે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો