ફિલ્મમેકર્સ નિશાના પર:બિગ બીના ગીતથી કંગનાએ મૂવી રિલીઝ ડેટ અનાઉન્સ કરતાં ફિલ્મમેકર્સની મજાક ઉડાવી, કહ્યું- મૂર્ખ બોલિવૂડ મહિનાઓથી સૂતું હતું

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ મહારાષ્ટ્રમાં થિયેટર શરૂ કરવાની જાહેરાત કરી છે. 22 ઓક્ટોબરથી થિયેટર શરૂ થવાના સમાચાર આવ્યા બાદથી જ બોલિવૂડ મેકર્સ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી રહ્યા છે. ફિલ્મની સતત રિલીઝ ડેટ જાહેર થતાં કંગનાએ અમિતાભ બચ્ચનના એક ગીતથી મેકર્સની મજાક ઉડાવી છે.

કંગનાએ સો.મીડિયામાં કહ્યું હતું, 'બેવફૂક બોલિવૂડ મહિનાઓથી સૂતું હતું અને હવે અચાનક રિલીઝ ડેટ અનાઉન્સ કરી રહ્યા છે. લોકો પાસે આ ફિલ્મ જોયા વગર કોઈની પાસે બીજું કંઈ કામ જ નથી.'

આ ઉપરાંત કંગનાએ એક મીમ શૅર કર્યું હતું. આ મીમમાં લોકોની ભીડ લોકલ ટ્રેનના ગેટ આગળ જોવા મળે છે. આ સાથે જ તેના પર લખવામાં આવ્યું હતું, 'બોલિવૂડવાળા આજે રિલીઝ ડેટ અનાઉન્સ કરી રહ્યા છે.'

વધુમાં કંગનાએ કહ્યું હતું, 'અમારા જેવા લોકો માટે આ સારો ટાઇમ છે. અમને સોલો રિલીઝ મળતી નથી, અમને સ્ક્રીન પણ મળતી નથી અને જો મળે તો સારા શો મળતા નથી. એક્ઝિબિટર્સ તથા મલ્ટીપ્લેક્સ પર મોટા સ્ટૂડિયો તથા માફિયાઓનો કંટ્રોલ છે. અમે માત્ર સારા કન્ટેન્ટ પર નિર્ભર છીએ. મેં આ જ રીતે મારો રસ્તો બનાવ્યો છે. આ સ્થિતિમાં બોલિવૂડ માફિયાઓ બકવાસ ફિલ્મ બનાવે છે, પરંતુ મોનોલોજીને કારણે સારા નંબર મેળવે છે. તેમના માટે હું બિગ બીનું આ ગીત શૅર કરતાં મારી જાતને રોકી શકતી નથી, આ ગીત છે, 'અપની તો જૈસે તૈસે, થોડી એસે યા વૈસે કટ જાયેંગી, આપકા ક્યા હોગા જનાબે વાલી...'

જૂનું સામ્રાજ્ય પડી જશે, નવું તૈયાર થશેઃ કંગના
એક્ટ્રેસે આગળ કહ્યું હતું, 'આ ફિલ્ણ ઇન્ડસ્ટ્રી માટે એક પરિવર્તનકારી સમય છે. માત્ર સારું કન્ટેન્ટ જ સર્વાઇવ કરી શકશે. આથી આ ખરાબ સમય નથી. આ સામાજિક સફાઈનો સમય છે. જૂનું સામ્રાજ્ય પડી જશે અને નવું ઉપર આવશે.'