તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Will Radhe Not Come On Eid: Salman Khan's Radhe New Release Date Will Be Decided After Holi, Due To Corona Trailer Launch And Promotional Event Also Postponed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું ઈદ પર ‘રાધે’ રિલીઝ નહીં થાય?:હોળી પછી સલમાન ખાનની ફિલ્મની નવી રિલીઝ ડેટ નક્કી થશે, કોરોનાને લીધે ટ્રેલર લોન્ચ અને પ્રમોશનલ ઇવેન્ટ પણ મોકૂફ રાખી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મની રિલીઝ ડેટ 13 મે,2021 નક્કી કરી હતી
  • 13 માર્ચે સલામન ખાનનો ફર્સ્ટ લુક રિલીઝ થયો હતો

દેશમાં એકવાર ફરીથી કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી અમુક બોલિવૂડ સેલેબ્સ કોરોના ઝપેટમાં આવી ચૂક્યા છે. કોરોનાના ડરને લીધે મેકર્સ ઘણી ફિલ્મની રિલીઝ ડેટ લંબાવી રહ્યા છે. બીજા એક ન્યૂઝ એ મળ્યા છે કે સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝ ડેટ લંબાઈ શકે છે.

મેકર્સે રાધે ફિલ્મ ઈદ પર 13 મેના રોજ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો. અમુક રિપોર્ટ પ્રમાણે, જો કોરોનાનાં કેસ આ રીતે જ વધતા રહેશે તો રાધેની રિલીઝ ડેટ શિફ્ટ થઈ શકે છે. કોરોનાની બીજી લહેરને લીધે ‘બંટી ઔર બબલી 2’ અને ‘હાથી મેરે સાથી’ની રિલીઝ ડેટ ટાળી છે.

‘રાધે’ની રિલીઝ બાબતે હોળી પછી મીટિંગ થશે
રાધે ફિલ્મ સાથે જોડાયેલા લોકોએ ક્નાવ્યું, ગુરુવારે એક બેઠક બોલાવવામાં આવશે. તે સમયે નક્કી કરવામાં આવશે. કોરોનાનાં કેસ વધી રહ્યા છે, સામે વેક્સિનેશનની સ્પીડ પણ વધારી દેવામાં આવી છે. મુંબઈમાં ગયા અઠવાડિયાં સુધી 50 હજાર લોકોને રોજ વેક્સિન આપવામાં આવતી હતી. તેની સંખ્યા વધારીને દોઢ લાખ કરી દેવામાં આવી છે. જો સ્થિતિ સારી હશે તો ફિલ્મ ઈદ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ અને અન્ય પ્રમોશનલ ઇવેન્ટ હાલ મોકૂફ રાખી છે. હોળી પછી નેક્સ્ટ બેઠક બોલાવવામાં આવશે. ત્યારે નક્કી થશે કે રિલીઝ ડેટ આગળ વધારવામાં આવે કે નહિ અને ટ્રેલર ક્યારે રિલીઝ કરવું જોઈએ.

એપ્રિલમાં ટ્રેલર લોન્ચ થવાનું હતું
આની પહેલાં મેકર્સે નિર્ણય કર્યો હતો કે રાધેનું ટીઝર નહિ પણ એપ્રિલનાં પ્રથમ અઠવાડિયાંમાં જ તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવે. પહેલાં મેકર્સ ટીઝર રિલીઝ કરવાનો પ્લાન કરી રહ્યા હતા. પરંતુ તે પ્લાન ડ્રોપ કર્યો. 13 માર્ચે સલમાન ખાનનો ફર્સ્ટ લુક રિલીઝ થયો તેમાં દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. મેકર્સને આશા છે કે ટ્રેલર લોન્ચ કર્યા પછી ફિલ્મની ચર્ચા વધશે.

સલમાન ખાને તેની અપકમિંગ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝ ડેટની ઓફિશિયલ જાહેરાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ‘ઈદ કા કમિટમેન્ટ થા, ઈદ પર હી આયેગા, ક્યોંકિ એક બાર જો મૈંને....(કમિટમેન્ટ કર દી તો મૈં અપની આપકી ભી નહિ સુનતા)’.

બર્થડે પર કહ્યું હતું, લોકોનું સ્વાસ્થ્ય ફર્સ્ટ પ્રાયોરિટી
ડિસેમ્બરમાં સલમાન ખાનનાં 55મા જન્મદિવસે તેને એક યુઝરે પૂછ્યું કે, રાધે ક્યારે રિલીઝ થશે ત્યારે જવાબ આપતા કહ્યું હતું, જ્યારે સ્થિતિ નોર્મલ હશે અને લોકો થિયેટર જવા લાગશે ત્યારે જ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ થવાની હશે ત્યારે થઇ જ જશે. હાલ સ્થિતિ સારી નથી. ફિલ્મ રિલીઝ કરી અને એ પછી ત્યાં જઈને કોઈ બીમાર પડે કે મૃત્યુ પામે તો આ યોગ્ય નથી. નોર્મલ સ્થિતિમાં ફિલ્મ રિલીઝ થશે. કારણ કે લોકોનું સ્વાસ્થ્ય અને જીવ વધારે મહત્ત્વનો છે.

થિયેટર ઓનર્સે ભાઈજાનને પત્ર લખ્યો હતો
સલમાન ખાનની આશરે દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર આરામથી 100 કરોડ રૂપિયાનો આંકડો વટાવી લે છે. તેના આ ઈતિહાસને જોઇને દેશભરના ઘણા એક્ઝિબિટર એસોસિએશને તેને એક લેટર લખ્યો હતો. આ તમામની વિનંતી હતી કે સલમાન તેની અપકમિંગ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ઈદ-2021ના દિવસે થિયેટરમાં રિલીઝ કરે. જેથી ઘણા સમયથી ઠપ પડેલા બિઝનેસને વેગ મળે. એક્ઝિબિટર્સનું માનવું છે કે, 'રાધે' ફિલ્મ ઓડિયન્સને થિયેટરમાં લાવવામાં સફળ રહેશે અને આર્થિક તંગીમાંથી બહાર પણ નીકળી શકાશે.

વધુમાં પત્રમાં કહેવામાં આવ્યું હતું, ‘જેમ કે તમને ખબર છે કે 2020 દેશભરના કરોડો લોકોની જેમ જ ઇન્ડિયન ફિલ્મ એક્ઝિબિટર્સ સેક્ટર માટે પણ મુશ્કેલભર્યું રહ્યું. છેલ્લા 10 મહિનામાં અનેક સિંગલ સ્ક્રીન/સ્વતંત્ર સિનેમા હંમેશાં માટે બંધ થઈ ગયા છે. તેને લીધે લાખો લોકોની રોજીરોટી પર અસર થઈ છે. થિયેટર માટે ફિલ્મ એવી જ છે જેમ કે કાર માટે ઈંઘણ. દર્શકો સાથે જોડાયેલા કન્ટેન્ટના સતત સપ્લાય વગર થિયેટર ચાલુ રાખવા અશક્ય છે. એક દશકાથી ફિલ્મ ઓડિયન્સને સિંગલ સ્ક્રીન સુધી લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

તમારી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ’ તે ફિલ્મમાંની એક છે, જે સ્વતંત્ર થિયેટરને ફરીથી જીવિત કરવામાં સક્ષમ છે. આ ફિલ્મ જો મોટા પાયે રિલીઝ થાય તો માત્ર આર્થિક મદદ અને રાહત જ નહીં પણ ભવિષ્ય માટે થિયેટરના માલિક અને કર્મચારીઓને પણ એક આશા દેખાય છે. અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે તમે 2021માં ઈદ પર આ ફિલ્મ દરેક થિયેટરમાં રિલીઝ કરો. કારણકે અમે એક્ઝિબિટર્સ અને સૌથી વધારે તો તમારા કરોડો ફેન્સ થિયેટરમાં કમબેકની રાહ જોઈ રહ્યા છે. તેમના માટે આનાથી વધારે સારો આઈડિયા કોઈ ના હોઈ શકે.’

ફિલ્મનાં ડિરેક્ટર પ્રભુદેવા છે
ફિલ્મનાં ડિરેક્ટર પ્રભુદેવા છે

સલમાન ખાનની સાથે દિશા પટની લીડ રોલમાં છે. ફિલ્મમાં જેકી શ્રોફ, ઝરીના વહાબ અને રણદીપ હુડ્ડા પણ લીડ રોલમાં દેખાશે. ‘રાધે’ સલમાન ખાન, સોહેલ ખાન અને અતુલ અગ્નિહોત્રીના બેનર સલમાન ખાન ફિલ્મ્સ, સોહેલ ખાન પ્રોડક્શન્સ અને રીલ લાઈફ પ્રોડક્શન હેઠળ કો-પ્રોડ્યુસ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો