સિદ્ધાર્થ ત્રીજીવાર પ્રેમમાં પડ્યો:પ્રિયંકા ચોપરાનો ભાઈ ગુજરાતી યુવતી નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કરશે? સો.મીડિયામાં તસવીરો વાઇરલ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નીલમ ઉપાધ્યાયે સિદ્ધાર્થના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ચોપરાના સંબંધો સાઉથ એક્ટ્રેસ નીલમ ઉપાધ્યાય સાથે હોવાની ચર્ચા છે. બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે. જોકે, હજી સુધી બંનેએ પોતાના સંબંધો અંગે ઓફિશિયલ જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે નીલમ ઉપાધ્યાયનો જન્મ ગુજરાતમાં થયો છે. સિદ્ધાર્થની આ પહેલાં બેવાર સગાઈ તૂટી ચૂકી છે.

હાલમાં જ નીલમે સો.મીડિયામાં સિદ્ધાર્થ સાથે તસવીરો શૅર કરી
નીલમે સિદ્ધાર્થના જન્મદિવસ પર તસવીરો શૅર કરીને શુભેચ્છા પાઠવી હતી. સિદ્ધાર્થનો 12 જુલાઈના રોજ 32મો જન્મદિવસ હતો. તસવીરોમાં નીલમ તથા સિદ્ધાર્થ એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે. આ ઉપરાંત નીલમે સિદ્ધાર્થની નાનપણની તસવીરો પણ શૅર કરી હતી.

નીલમની સો.મીડિયા પોસ્ટ
નીલમની સો.મીડિયા પોસ્ટ

તસવીરો શૅર કરીને આ વાત કહી
નીલમે પોએટ માઝા દોહતાની કવિતા શૅર કરી હતી, તેણે કહ્યું હતું, 'કેટલીક લાગાણીઓને ક્યારેય શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં. તમે તેને નામ આપવાનું શીખો છે, જ્યારે તે વ્યક્તિ તમને તે આપે છે. જન્મદિવસની શુભેચ્છા.' નીલમની આ પોસ્ટ પર બહેન પ્રિયંકાએ હાર્ટ ઇમોજી શૅર કરી હતી. સિદ્ધાર્થ તથા નીલમની આ તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ હતી.

કોણ છે નીલમ ઉપાધ્યાય?
27 વર્ષીય નીલમ ઉપાધ્યાયનો જન્મ ગુજરાતમાં 5 ઓક્ટોબર, 1993માં થયો હતો. જોકે, તેનો ઉછેર મુંબઈમાં થયો છે. તેણે મુંબઈની હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. 2010માં નીલમે સાઉથ ફિલ્મ 'સેવથુ સરીયે'થી એક્ટિંગ ફિલ્ડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ કેટલાંક કારણોસર ક્યારેય બની નહીં. ત્યારબાદ નીલમે MTVના શો 'સ્ટાઇલ ચેક'માં કામ કર્યું હતું.

આ શો બાદ નીલમને વિવિધ ફિલ્મની ઑફર મળી હતી. 2012માં નીલમે તેલુગુ ફિલ્મ 'મિસ્ટર 7'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે તેલુગુ ફિલ્મ '3D', તમિળ ફિલ્મ 'ઉન્નોડુ ઓરુ નાલ' તથા હિંદી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'ની તમિળ રિમેકમાં જોવા મળી હતી.

અંબાણીની પાર્ટીમાં બંને સાથે જોવા મળ્યા
2019માં નીલમ તથા સિદ્ધાર્થ પહેલી જ વાર અંબાણીના ઘરે યોજવામાં આવેલી ગણેશ પૂજામાં સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ બંને 2020માં ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં પણ સાથે હતા. આ પાર્ટીમાં નિક જોનસ તથા પ્રિયંકા ચોપરા સાથે નીલમ-સિદ્ધાર્થ આવ્યા હતા.

હોળી પાર્ટીમાં નીલમ તથા સિદ્ધાર્થ
હોળી પાર્ટીમાં નીલમ તથા સિદ્ધાર્થ
પ્રિયંકા-નિક તથા મિત્રો સાથે નીલમ-સિદ્ધાર્થ
પ્રિયંકા-નિક તથા મિત્રો સાથે નીલમ-સિદ્ધાર્થ

2020માં સગાઈની અફવા ઉડી હતી
2020માં નીલમ તથા સિદ્ધાર્થની એક તસવીર વાઇરલ થઈ હતી. આ તસવીરમાં નીલમના હાથમાં ડાયમંડ રિંગ જોવા મળી હતી. આથી એવી ચર્ચા થવા લાગી હતી કે બંનેએ સગાઈ કરી લીધી છે. જોકે, નીલમે પછી એમ કહ્યું હતું કે તેણે જમણાં હાથમાં રિંગ પહેરી છે અને તેમણે સગાઈ કરી નથી.

સિદ્ધાર્થે નીલમના જન્મદિવસ પર આ તસવીર શૅર કરી ત્યારે સગાઈની ચર્ચા થઈ હતી.
સિદ્ધાર્થે નીલમના જન્મદિવસ પર આ તસવીર શૅર કરી ત્યારે સગાઈની ચર્ચા થઈ હતી.

આ પહેલાં બે વાર સિદ્ધાર્થના લગ્ન તૂટી ચૂક્યા છે
સિદ્ધાર્થે 2014માં ગર્લફ્રેન્ડ કનિકા માથુર સાથે સગાઈ કરી હતી. તે સમયે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગની તૈયારી કરવામાં આવી હતી. જોકે, પછીથી બંને વચ્ચે અણબનાવ બન્યો હતો અને બંને અલગ થઈ ગયા હતા.

સિદ્ધાર્થ કનિકા (ડાબી બાજુ) તથા ઈશિતા (જમણી બાજુ) સાથે
સિદ્ધાર્થ કનિકા (ડાબી બાજુ) તથા ઈશિતા (જમણી બાજુ) સાથે

2019માં નવી દિલ્હીમાં સિદ્ધાર્થે ઈશિતા કુમાર સાથે સગાઈ કરી હતી. એપ્રિલ, 2019માં બંનેના લગ્ન થવાના હતા. જોકે, સગાઈના થોડાં મહિના બાદ જ સિદ્ધાર્થે સગાઈ તોડી નાખી હતી. તે સમયે સિદ્ધાર્થની માતા મધુ ચોપરાએ એમ કહ્યું હતું કે તેમનો દીકરો હજી લગ્ન માટે તૈયાર નથી. તેને હજી થોડો સમય જોઈએ છે.

પ્રિયંકા ચોપરા હાલમાં લંડનમાં

વિમ્બલ્ડનમાં નતાશા સાથે પ્રિયંકા
વિમ્બલ્ડનમાં નતાશા સાથે પ્રિયંકા

પ્રિયંકા ચોપરા હાલમાં જ વિમ્બલ્ડનની ફાઇનલમાં નતાશા પૂનાવાલા સાથે જોવા મળી હતી. પ્રિયંકા છેલ્લે રાજકુમાર રાવ સાથે ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં જોવા મળી હતી. હવે પ્રિયંકા ચોપરા 'ટેકસ્ટ ફોર યુ' તથા 'મેટ્રિક્સ 4'માં જોવા મળશે.