તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડિંગ કાર્ડ વાઈરલ:નેહા કક્કર 26 ઓક્ટોબરે પંજાબના ઝીરકપુરમાં રોહન પ્રીત સાથે લગ્ન કરશે? લોકો હજી પણ કન્ફ્યૂઝ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

લગ્નની અટકળો વચ્ચે નેહા કક્કર તથા રોહન પ્રીત સિંહનું વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે. આ કાર્ડ પ્રમાણે, નેહા તથા રોહનના લગ્ન 26 ઓક્ટોબર, 2020ના રોજ છે. બંને સેટલાઈટ ટાઉનના નામથી જાણીતા ઝીરકપુર (જિલ્લો મોહાલી, પંજાબી) સ્થિત ગુરુદ્વારામાં લગ્ન કરશે. કાર્ડમાં બંનેના નામની સાથે તેમના પેરેન્ટ્સના નામ પણ છે.

લોકો હજી પણ કન્ફ્યૂઝઃ લગ્ન કે પછી પબ્લિસિટી સ્ટંટ?
નેહા તથા રોહન પ્રીતના લગ્નની ચર્ચા સતત થઈ રહી છે. જોકે, બંનેના લગ્ન પર ચાહકો કન્ફ્યૂઝ છે. જે દિવસે નેહા તથા રોહનના લગ્ન છે, તેના પાંચ દિવસ પહેલા એટલે કે 21 ઓક્ટોબરના રોજ બંનેનો નવો મ્યૂઝીક વીડિયો 'નેહુ દા બ્યાહ' રિલીઝ થવાનો છે. આથી જ ઘણાં લોકો માની રહ્યા છે કે લગ્નની વાત માત્ર પબ્લિસિટી સ્ટંટ છે. વાસ્તવમાં તેઓ લગ્ન કરવાના નથી.

નેહાએ મ્યૂઝિક વીડિયોનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું હતું
નેહાએ હાલમાં જ પોતાના મ્યૂઝિક વીડિયોનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. રિલીઝ કરેલા પોસ્ટરમાં નેહા પિંક આઉટફિટમાં જોવા મળી હતી તો રોહનપ્રીત વ્હાઈટઆઉટફિટ તથા પીળાં રંગની પાઘડીમાં હતો. નેહાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'નેહુ દા વ્યાહ', નેહા તથા રોહનપ્રીત, 21 ઓક્ટોબર. આ પોસ્ટ પર નેહાના ભાઈ ટોનીએ કમેન્ટ કરી હતી, 'બહુ જ ઉત્સાહી છું. નેહુએ આ ગીત કમ્પોઝ તથા લખ્યું છે. કેટલી ટેલેન્ટેડ છે...' જોકે, બાદશાહ તથા વિશાલ દદલાણી આ પોસ્ટ જોઈને કન્ફ્યૂઝ થઈ ગયા હતા. બાદશાહે કહ્યું હતું, 'યાર બહુ મોટી કન્ફ્યૂઝન છે.' તો વિશાલે કહ્યું હતું, 'અરે.. હવે હું ફરી કન્ફ્યૂઝ થઈ ગયો છું. વેડિંગ છે કે પછી કોઈ ફિલ્મ કે ગીત છે? સ્પષ્ટ રીતે કહો યાર કે કપડાં લેવાના છે કે નહીં? કે પછી ડાઉનલોડ, સ્ટ્રીમ, લાઈક, શૅર કરવાનું છે?

નેહાએ પોસ્ટમાં કહ્યું હતું, તું મારો છો
થોડાં દિવસ પહેલા નેહાએ પોતાની તથા રોહનની એક તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને સિંગરે કહ્યું હતું, 'તું મારો છે.' નેહાએ પોતાની તથા રોહનની જોડીને 'નેહુપ્રીત' નામ આપ્યું છે. નેહાની આ તસવીર પર કમેન્ટ કરતાં રોહને કહ્યું હતું, 'બાબુ આઈ લવ યુ સો મચ, જાન. હા, હું માત્ર તારો છું. મારું જીવન.' રોહને કમેન્ટ કરીને દુલ્હનની ઈમોજી શૅર કરી હતી.

રોહન પ્રીત રિયાલિટી શોમાં જોવા મળ્યો હતો
રોહન પ્રીત સિંહે 2019માં 'ઈન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર'ની ત્રીજી સિઝનમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. આ ઉપરાંત તે 'મુઝસે શાદી કરોંગે'માં સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો.

આ પહેલા હિમાંશ કોહલી-આદિત્ય નારાયણ સાથે નામ જોડાયું હતું
નેહા કક્કર અને હિમાંશ કોહલી વર્ષ 2014થી ચાર વર્ષ સુધી રિલેશનમાં રહ્યા હતા. ચર્ચા હતી કે બંને ટૂંક સમયમાં લગ્ન કરશે પણ તે દરમિયાન બંનેના બ્રેકઅપના સમાચાર આવ્યાં હતાં. ગયા વર્ષે નેહાનું નામ હોસ્ટ આદિત્ય નારાયણ સાથે જોડાયું હતું. બંને 'ઈન્ડિયન આઈડલ'માં સાથે હતી. આ શોને આદિત્ય હોસ્ટ કરતો હતો અને નેહા જજ હતી. બંનેના લગ્નની અફવાને કારણે શોની TRPને ઘણો જ ફાયદો થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser