લગ્ન અંગે સવાલ:47 વર્ષીય કરિશ્મા કપૂર બીજીવાર લગ્ન કરશે? એક્ટ્રેસના જવાબથી અટકળો શરૂ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરિશ્માએ સો.મીડિયામાં 'આસ્ક મી એનીથિંગ' સેશન રાખ્યું હતું

કરિશ્મા કપૂર સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ હોય છે. તાજેતરમાં જ કરિશ્મા કપૂરે સો.મીડિયામાં 'આસ્ક મી એનીથિંગ' સેશન રાખ્યું હતું. આ સેશનમાં એક્ટ્રેસે ફેવરિટ ફૂડ, કલર, હીરો તથા લગ્ન અંગે વાત કરી હતી. એક્ટ્રેસે લગ્નના સવાલ પર જે જવાબ આપ્યો તેને કારણે તે બીજી વાર લગ્ન કરશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

લગ્ન અંગે શું કહ્યું?
કરિશ્માને એક ચાહકે પૂછ્યું હતું કે તે બીજીવાર લગ્ન કરશે? આ સવાલના જવાબ પર કરિશ્માએ કહ્યું હતું, 'ડિપેન્ડ્સ.' આ જવાબથી એવી અટકળો વહેતી થઈ કે કરિશ્મા ભવિષ્યમાં લગ્ન કરી શકે છે.

ફેવરિટ ફૂડ બિરયાની
કરિશ્માએ પોતાનું ફેવરિટ ફૂડ બિરયાની હોવાનું કહ્યું હતું. મનપસંદ રંગ બ્લેક કહ્યો હતો. એક ચાહકે સવાલ કર્યો હતો કે રણવીર સિંહ ને રણબીર કપૂરમાંથી તેનો ફેવિરટ કોણ છે? આના જવાબમાં એક્ટ્રેસે બંને ગમતા હોવાની વાત કહી હતી.

થોડાં વર્ષ પહેલાં સંદીપ તોશ્નીવાલ સાથે અફેર હોવાની ચર્ચા હતી
થોડાં વર્ષ પહેલાં ફાર્મા બિઝનેસ સાથે જોડાયેલા સંદીપ તોશ્નીવાલના સંબંધો કરિશ્મા કપૂર સાથે હતા. સંદીપ તથા કરિશ્મા અનેક ઇવેન્ટમાં સાથે જોવા મળતા હતા. આટલું જ નહીં કરિશ્માના પિતા રણધીર કપૂરની 70મી બર્થડે પાર્ટીમાં સંદીપ ખાસ આવ્યો હતો. આ સમયે કરિશ્માએ કપૂર પરિવાર સાથે સંદીપની મુલાકાત કરાવી હતી. જોકે, પછી અચાનક જ કરિશ્માએ સંદીપ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

કરિશ્માના 2016માં ડિવોર્સ થયા હતા
સંજય કપૂરના સૌ પહેલાં લગ્ન ડિઝાઈનર નંદિતા મહતાની સાથે કર્યાં હતાં. નંદિતા સાથેના ડિવોર્સના 10 દિવસ બાદ જ સંજયે કરિશ્મા સાથે લગ્નની જાહેરાત કરી હતી. 29 સપ્ટેમ્બર, 2003ના રોજ બંનેએ લગ્ન કર્યાં હતાં. 13 વર્ષ સુધી સાથે રહ્યાં બાદ કરિશ્મા તથા સંજય 2016માં અલગ થયા હતાં. દીકરી તથા દીકરાની કસ્ટડી કરિશ્માને મળી છે.