તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઈરલ:અમિતાભ બચ્ચને ભારતીય ક્રિકેટર્સની વાઈરલ પોસ્ટ શૅર કરીને કહ્યું, 'ધોનીની દીકરી કેપ્ટન બનશે?'

મુંબઈ12 દિવસ પહેલા

ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઈરલ છે, જેમાં 13 ક્રિકેટર્સના ઘરે દીકરી હોવાની વાત કહેવામાં આવી છે. અમિતાભ બચ્ચને આ તસવીર શૅર કરી હતી.

13 ક્રિકેટર્સના નામ લિસ્ટમાં
સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનારા અમિતાભ બચ્ચને એક વાઈરલ તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં જે ક્રિકેટર્સને દીકરી છે, તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તસવીરમાં લખવામાં આવ્યું છે, 'ભવિષ્યની મહિલા ક્રિકેટ ટીમ બની રહી છે.'

અમિતાભે કહ્યું, ધોનીની દીકરી કેપ્ટન બનશે?
આ તસવીર શૅર કરીને અમિતાભ બચ્ચને કહ્યું હતું, 'ધોનીની દીકરી પણ છે, શું તે ટીમની કેપ્ટન બનશે?'

આ તસવીરમાં સુરેશ રૈના, ગૌતમ ગંભીર, રોહિત શર્મા, શમી, આર અશ્વિન, અંજિક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, રિદ્ધિમાન સાહા, હરભજન સિંહ, નટરાજન તથા ઉમેશ યાદવના નામ છે. છેલ્લે વિરાટ કોહલીનું નામ ઉમેરવામાં આવ્યું છે.

અમિતાભે રિટાયરમેન્ટ અંગે વાત કરી
અમિતાભે પોતાના બ્લોગમાં રિટાયરમેન્ટની વાત કરતાં કહ્યું હતું, 'હવે હું થાકી ગયો છું અને રિટાયર થઈ ચૂક્યો છું. તમામ સમક્ષ હું માફી માગું છું. 'કૌન બનેગા કરોડપતિ'ના લાસ્ટ એપિસોડનું શૂટિંગ કર્યું. છેલ્લો દિવસ ઘણો જ લાંબો રહ્યો. કદાચ કાલે સારું કરી શકું...પરંતુ યાદ રાખો...કામ તો કામ જ હોય છે અને તેને પૂરી ધગશથી કરવું જોઈએ.'

બિગ બીએ કહ્યું હતું, 'જે પ્રેમ તથા સ્નેહ સેટ પર થયો તે છેલ્લાં દિવસે વિદાય આપે છે. બધા એક સાથે ભેગા થયા. ઈચ્છા તો ક્યારેય અટકવાની નથી, પરંતુ આગળ વધતા રહેવાનું છે. હું આશા કરું છું કે આ બીજીવાર શરૂ થશે. ક્રૂ તથા ટીમ ઘણી જ કૅરિંગ તથા હાર્ડ વર્કિંગ હતી. આ એવી વાતો છે, જે તમને સેટ પર બોલાવે છે..પૂરી ટીમ ભેગી થઈ. એકબીજા સાથે પસાર કરેલા મહિનાઓની સારી યાદ છે.'

વધુમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું, 'સેટ પર પ્રેમ, સ્નેહ, કૅર, ગિફ્ટ તથા વખાણનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું અને પૂરી ટીમ તરફથી આ ઘણું જ સુંદર જેશ્ચર રહ્યું. આગળ વધતા રહો અને આંસુ વહાવતા રહો, પરંતુ આવતીકાલે એક નવો દિવસ હોય છે.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser