રોહિત શેટ્ટીનું ‘સર્કસ’ છે મનોરંજનથી ભરપૂર:ફિલ્મમાં 19 પાત્રો જોવા મળશે, ડબલ રોલમાં નજરે પડશે રણવીર સિંહ

2 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

રોહિત શેટ્ટીની ક્રિસમસ પર ‘સર્કસ’ ફિલ્મ આવી રહી છે. એવું પહેલીવાર છે કે, રોહિત શેટ્ટીની ફિલ્મમાં કોઈ પાત્ર ડબલ રોલમાં જોવા મળી રહ્યું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ડબલ રોલ પ્લે કરી રહ્યા છે. તેમના ડબલ રોલમાં એક પાત્ર સર્કસનાં કંપની સંચાલકનું છે તો બીજુ પાત્ર સામાન્ય યુવકનું છે. તેનું ટ્રેલર શુક્રવારનાં રોજ બપોર પછી આવશે પણ આ ફિલ્મની અમુક વિશેષ માહિતી ભાસ્કરને મળી છે, જે આજે આપણે જાણીશું.

ફિલ્મ રણવીર સિંહનું પાત્ર એકદમ શાંત રહેશે
આ ફિલ્મમાં સર્કસ કંપની ચલાવનાર રણવીર સિંહ એકદમ શાંત અને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિના પાત્રમાં જોવા મળશે જ્યારે તેનો ડબલ રોલ ભજવતાં વ્યક્તિનું પાત્ર તેના વ્યક્તિત્વથી તદ્દન ઉલટુ હશે. રોહિત શેટ્ટીએ આ પાત્રને એકદમ રાઉડી સ્વરુપ આપ્યું છે. આ ફિલ્મમાં હીરો, તેનો ભાઈ, અભિનેત્રીઓ, પિતા અને અન્ય મુખ્ય પાત્રોની ગણના કરતાં ટોટલ અંદાજે 19 જેટલા કલાકારો ફિલ્મમાં અભિનય કરતાં જોવા મળશે. ટ્રેલર લોન્ચમાં આ તમામ 19 કલાકારો એકસાથે સ્ટેજ શેર કરશે.

આ ફિલ્મનું મ્યૂઝિક દેવી શ્રીપ્રસાદ (DSP) એ આપ્યું છે
આ ફિલ્મનું મ્યૂઝિક શ્રી દેવી પ્રસાદ એટલે કે DSPએ આપ્યું છે. તેઓએ હાલમાં જ દ્રશ્યમ-2ને મ્યૂઝિક આપ્યું હતું. આ ઉપરાંત રણવીર સિંહનાં પાત્રને કેન્દ્રમાં રાખીને તેના બંને પાત્રો સાથે બનતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મજેદાર કોમેડી બનાવવામાં આવી છે. તેનું પાત્ર તેના તરફથી જાણી જોઈને કોમેડી કરી રહ્યું નથી.

સંજય મિશ્રા પણ તમને ભરપૂર હસાવશે
આ ફિલ્મમાં હિરોઈનનાં પિતાનું પાત્ર ભજવતા સંજય મિશ્રા પણ પોતાના વન લાઈનરથી લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડશે. અન્ય કલાકારોમાં અશ્વિની કાલસેકર, મુકેશ તિવારી, ટીકૂ તલસાણિયા, વૃજેશ હિરજી, જ્હોની લિવર, વરુણ શર્મા, વિજય પાટકર, સિદ્ધાર્થ જાદવ, સુલભા આર્યા અને બાકીના કલાકાર અલગ-અલગ મોડ પર નજર આવશે.

ઈલેક્ટ્રિક સુપરપાવરથી સજજ દેખાશે રણવીર
રોહિત શેટ્ટીએ હીરોનાં ડબલ રોલને બાદ કરતાં તેને બિલકુલ 'અંગૂર' ફિલ્મ જેવું જ થવા દીધું નથી. રોહિત શેટ્ટીએ અજાણ્યા શહેરમાં હીરોની એન્ટ્રીથી લઈને અને તેની સાથે ત્યાં બનેલી ઘટનાઓને પણ અલગ દિશામાં લઈ ગઈ છે. સૌથી મોટી વાત એ છે કે, રણવીર સિંહ ‘સર્કસ’ કંપની ચલાવનાર વ્યક્તિના રોલમાં ઇલેક્ટ્રિક સુપરપાવરથી સજ્જ છે.