તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:બંગાળી એક્ટર સૌમિત્ર ચેટર્જીના નિધનના 4 મહિના પછી પત્ની દીપાનું અવસાન

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

બંગાળી ફિલ્મ એક્ટર સૌમિત્ર ચેટર્જીના નિધનના ચાર મહિના બાદ તેમની પત્ની દીપા ચેટર્જીનું પણ અવસાન થયું છે. તેઓ 83 વર્ષા હતા. રવિવાર, 4 એપ્રિલના રોજ બપોરે 2.55 વાગે કોલકાતાની સાલ્ટ લેક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દીપા તથા સૌમિત્રની દીકરી પોલોમીએ નિવેદનમાં આ એક વાત કહી હતી. તેણે કહ્યું હતું, 'નવેમ્બરમાં બાપી (સૌમિત્ર) અમને છોડીને જતા રહ્યા અને હવે માતા પણ જતી રહી. તે હંમેશાં અમને કહેતી કે મને જવા દો.'

દીપાને 45 વર્ષથી ડાયાબિટીઝ હતો
દીપાને છેલ્લાં 45 વર્ષથી ડાયાબિટીઝ હતો. આ ઉપરાંત તેમને બ્લડ સંબંધીત બીમારી પણ હતી. થોડાં સમય પહેલાં કિડનીની સમસ્યાને કારણએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

85 વર્ષની ઉંમરમાં સૌમિત્રનું નિધન
15 નવેમ્બર, 2020ના રોજ 85 વર્ષની ઉંમરમાં સૌમિત્ર ચેટર્જીનું કોલકાતામાં નિધન થયું હતું. ઓક્ટોબર, 2020માં તેમને કોરોના થયો હતો. તેઓ સાજા પણ થઈ ગયા હતા. જોકે, એક મહિના હોસ્પિટલમાં દાખલ રહ્યાં, પરંતુ ઘરે આવી શક્યા નહીં. ચેટર્જીએ ગયા વર્ષે સપ્ટેમ્બરના છેલ્લાં અઠવાડિયામાં એક સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું હતું. તેઓ પરમબ્રત ચટ્ટોપાધ્યાયની ફિલ્મ 'અભિજ્ઞાન'નું શૂટિંગ કરતાં હતાં. આ ઉપરાંતે બાયોપિક તથા ડોક્યુમેન્ટ્રી પર પણ કામ કરતા હતા.

સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીની જુગલ જોડી
બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્ર ચેટર્જી ખાસ ફિલ્મમેકર સત્યજીત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા હતા. સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીએ 14 ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેમણે 1959માં ડેબ્યૂ પણ સત્યજીત રેની ફિલ્મ 'અપૂર સંસાર'થી કર્યું હતું. આ ઉપરાંત તેઓ ઓસ્કર વિજેતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા. તેમણે 100 ફિલ્મમાં કામ કર્યું હતું અને તેમાંથી બે હિંદી ફિલ્મ 'નિરૂપમા' તથા 'હિન્દુસ્તાની સિપાહી' હતી. હિંદીમાં તેમણે 'સ્ત્રી કા પત્ર' નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ 'સાંજબાતી'માં દેખાયા હતા.

આ મોટા સન્માન મળ્યા

  • 2012માં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યો
  • ત્રણવાર નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો
  • 2004માં ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો