બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે ગયા મહિને લગ્ન કર્યા હતા. લગ્નના થોડાક જ દિવસ બાદ આલિયા તથા રણબીરે કામ ચાલુ કરી દીધું હતું. તાજેતરમાં સો.મીડિયામાં આલિયા ભટ્ટનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં આલિયા દિલ્હી એરપોર્ટ પર જોવા મળી હતી.
આલિયા ભટ્ટનો વીડિયો વાઇરલ
દિલ્હી એરપોર્ટ પર આલિયા ભટ્ટ ટ્રોલી સાથે ભાગતી જોવા મળી હતી. આલિયા ભટ્ટને એરપોર્ટ પર આ રીતે દોડતી જોઈને એરપોર્ટ પર હાજર રહેલા પ્રવાસીઓને પણ નવાઈ લાગી હતી. તેણે ભટ્ટે બ્લેક આઉટફિટમાં હતી. તેણે બ્લેક રંગના બૂટ પહેર્યાં હતાં.
કેમ એરપોર્ટ પર આ રીતે જોવા મળી?
ખરી રીતે આલિયા ભટ્ટ એરપોર્ટ પર ફિલ્મનું શૂટિંગ કરતી હતી. તે ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'નું શૂટિંગ કરતી હતી. આલિયા ભટ્ટ જ્યારે ભાગતી હતી ત્યારે તેની આગળ કેમેરામેન પણ ભાગતા જોવા મળ્યા હતા. આલિયા ભટ્ટના ચહેરા પર સિરિયસ એક્સપ્રેશન જોવા મળ્યા હતા. ફિલ્મનો ડિરેક્ટર કરન જોહર પણ એરપોર્ટ પર હતો.
આલિયા ભટ્ટ ઉપરાંત ફિલ્મમાં રણવીર સિંહ, શબાના આઝમી, જયા બચ્ચન તથા ધર્મેન્દ્ર છે. ફિલ્મને ઈશિતા મોઇત્રા, શશાંક ખૈતાન તથા સુમીત રોયે લખી છે. ફિલ્મને કરન જોહર ડિરેક્ટ કરશે. કરન જોહરે છેલ્લે 2016માં 'એ દિલ હૈ મુશ્કિલ' ડિરેક્ટ કરી હતી.
'બ્રહ્માસ્ત્ર'માં આલિયા-રણબીર સાથે
અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર પહેલી જ વાર સાથે જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ હિંદી, તમિળ, તેલુગુ, મલયાલમ તથા કન્નડમાં રિલીઝ થશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય તથા નાગાર્જુન મહત્ત્વના રોલમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.