તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અક્ષય કુમારની 'સૂર્યવંશી' તથા રણવીર સિંહની '83' બે બિગ બજેટ ફિલ્મ છે. જો લૉકડાઉન ના થયું હોત તો બંને ફિલ્મ ગયા વર્ષે માર્ચ તથા એપ્રિલમાં રિલીઝ થઈ હોત. કેન્દ્ર સરકારે હવે થિયેટર 100 ટકા કેપિસિટી સાથે ઓપન કરવાની મંજૂરી આપી દીધી છે. માનવામાં આવે છે કે ફિલ્મમેકર્સ હજી પણ પોતાની ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરતાં અચકાય છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાનું માનીએ તો માત્ર આ જ બે મોટી ફિલ્મ છે, જે લૉકડાઉન બાદ થિયેટર રિલીઝ અંગે વિચારી શકે છે. જોકે, મેકર્સે હજી પણ આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.
અનેક રાજ્યોમાં હજી પણ 50% ક્ષમતા
કોમલ નાહટાએ કહ્યું હતું, 'રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે હજી પણ આ બંને બિગ બજેટ ફિલ્મની રિલીઝ ડેટ ફાઈનલ કરી શક્યું નથી. આનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગની રાજ્ય સરકારે હજી પણ કેન્દ્ર સરકારે આપેલી ક્ષમતાની પુષ્ટિ કરી નથી. જ્યાં સુધી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની ગાઈડલાઈન રિલીઝ ના કરે ત્યાં સુધી થિયેટર 50% ક્ષમતા સાથે જ ચાલુ થયા છે. બિગ બજેટ ફિલ્મના પ્રોડ્યૂસર પોતાની ફિલ્મની રિલીઝ કરવા માગે છે, પરંતુ તેઓ ત્યારે જ રિલીઝ કરશે જ્યારે દેશના તમામ થિયેટર પૂરા ક્ષમતા સાથે કામ કરવાનું શરૂ કરે.'
અમેરિકા, બ્રિટનમાં હજી પણ થિયેટર બંધ
નાહટાએ વધુમાં કહ્યું હતું, 'અમેરિકા તથા બ્રિટનમાં હજી પણ થિયેટર બંધ છે. રિલાયન્સ કંપનીને ખ્યાલ છે કે મોટાભાગનો પ્રોફિટ આ બે મોટા દેશમાંથી થાય છે. સ્પષ્ટ છે કે કોઈ પણ પ્રોડ્યૂસર પોતાના પ્રોફિટ શૅરમાં આટલું નુકસાન સહન ના જ કરે. આ પણ એક નક્કર કારણ છે અને તેથી જ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.'
સાઉથ ઈન્ડસ્ટ્રી સાથે તુલના કરવી યોગ્ય નથી
એક તરફ બોલિવૂડ હજી પણ બિગ પ્રોજેક્ટ રિલીઝ કરવામાં અચકાય છે તો સામે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આવો કોઈ ડર નથી. હાલમાં જ વિજયની ફિલ્મ 'માસ્ટર' બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. બોલિવૂડ તથા સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તુલના પર કોમલ નાહટાએ કહ્યું હતું, 'સાચું કહું તો બોલિવૂડ પ્રોડ્યૂસર સાથે દક્ષિણ ભારતના પ્રોડ્યૂસરની તુલના કરવી યોગ્ય નથી, કારણ કે વિશ્વભરમાં હિંદી ફિલ્મની રિચ સાઉથની ફિલ્મ કરતાં ક્યાંય વધુ છે.'
'જો બોલિવૂડ માત્ર ભારતમાં જ પોતાની ફિલ્મ રિલીઝ કરે છે તો તેમણે અનેક ટકા પ્રોફિટની કુરબાની આપવી પડશે. આ વાત સાઉથ ઈન્ડિયન ફિલ્મને લાગુ પડતી નથી. દેશમાં થિયેટર પૂરી ક્ષમતા સાથે ખુલવાથી આપણે માત્ર અડધો જંગ જીત્યા છીએ. ઓવરસીઝ માર્કેટમાં હજી પણ થિયેટર ખુલ્યા નથી.'
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.