ગુસ્સાનું કારણ શું?:ભીડમાં કેમ જયા બચ્ચન રોષે ભરાઈ જાય છે, દીકરી શ્વેતાએ કહ્યું હતું, 'મમ્મીને ક્લૉસ્ટ્રોફોબિયા નામની બીમારી છે'

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જયા બચ્ચનનો આજે 73મો જન્મદિવસ

જયા બચ્ચન 73 વર્ષનાં થયાં. 9 એપ્રિલ, 1949માં મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મેલાં જયાએ 1971માં ફિલ્મ 'ગુડ્ડી'થી કરિયરની શરૂઆત કરી હતી. જયા અંગે કહેવામાં આવે છે કે તેઓ વાત વાત પર ગુસ્સે થઈ ઊઠે છે. આ વાત પર તેમની દીકરી શ્વેતા તથા દીકરા અભિષેકે ઘટસ્ફોટ કર્યો હતો.

જયા ક્લૉસ્ટ્રોફોબિક છે
થોડાં વર્ષ પહેલાં કરન જોહરના ચેટ શો 'કૉફી વિથ કરન'માં શ્વેતા તથા અભિષેક બચ્ચને કહ્યું હતું કે તેમની માતાને ક્લૉસ્ટ્રોફોબિયા નામની બીમારી છે. આ એક એવી માનસિક સ્થિતિ છે, જેમાં વ્યક્તિ અચાનક ભીડ જોઈને રઘવાઈ થઈ છે. અનેકવાર તેને ગુસ્સો આવે છે અને ઘણીવાર તે બેભાન પણ થઈ શકે છે. વ્યક્તિ જ્યારે બજારમાં, ભીડમાં, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં તથા લિફ્ટમાં હોય ત્યારે તેની સાથે આવું બને છે.

જયા બચ્ચને 1971થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી.
જયા બચ્ચને 1971થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી.

શ્વેતાના મતે, તેની માતા ભીડ જોઈને એકદમ ગુસ્સામાં આવી જાય છે. તેમને એ વાત બિલકુલ પસંદ નથી કે કોઈ તેમને ધક્કો મારે અથવા ટચ કરે. આ ઉપરાંત કેમેરાની ફ્લેશ આંખ પર આવે ત્યારે પણ તેમને અસહજ ફીલ થાય છે. ત્યાં સુધી કે અભિષેકે કહ્યું હતું કે ઘણીવાર માતા જયા બચ્ચન જતાં રહે, પછી તે મીડિયા સામેથી પસાર થાય છે.

જયા બચ્ચનના આ પ્રકારના વર્તનના અનેક વીડિયો સો.મીડિયામાં છે, જેમાં તેઓ ગુસ્સે થતાં સ્પષ્ટ જોઈ શકાય છે. આટલું જ નહીં, અનેકવાર જયા બચ્ચન મીડિયા પર આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે. આ જ કારણ છે કે જયા બચ્ચન મોટા ભાગે પોતાના પરિવારની સાથે જ જોવા મળે છે. કેમેરાની સામે પોઝ આપવાનું હંમેશાં ટાળે છે.

લગ્ન બાદ જયા બચ્ચનની છેલ્લી ફિલ્મ 'સિલસિલા' હતી.
લગ્ન બાદ જયા બચ્ચનની છેલ્લી ફિલ્મ 'સિલસિલા' હતી.

એક વ્યક્તિએ ફોટો ક્લિક કર્યો તો જયા બચ્ચન રોષે ભરાયાં
થોડા સમય પહેલાં જયા બચ્ચન ડિરેક્ટર-પ્રોડ્યુસર કરન જોહરની માતા હીરુ જોહરની બર્થડે પાર્ટીમાં આવ્યાં હતાં. હોટલ હક્કાસનમાં યોજાયેલી લંચ પાર્ટી પછી જયા બચ્ચન જેવા બહાર નીકળ્યાં તો ત્યાં હાજર રહેલી એક વ્યક્તિ ફોટો ક્લિક કર્યો હતો. આ જોઈને જયા બચ્ચન તેના પર ગુસ્સે થયાં હતાં. જયાએ ગુસ્સામાં કહ્યું હતું, 'અહીં આવ, મોબાઈલથી કેમ ફોટો પાડે છે? ફોટો ક્લિક કરતાં પહેલાં મને પૂછ્યું?' જયા બચ્ચનનો ગુસ્સો જોઈને પહેલાં તો તે વ્યક્તિ ડરી ગઈ, પરંતુ પછી તે હસતાં હસતાં જતી રહી હતી.

ફોટોગ્રાફર્સ પર પણ જયા બચ્ચન ગુસ્સે થયાં
એક પાર્ટીમાં જયા બચ્ચન તથા ઐશ્વર્યા રાય સાથે ગયાં હતાં. ત્યારે એક ફોટોગ્રાફરે ઐશ્વર્યાને 'એશ એશ' કહીને બૂમ પાડી હતી. જયા તે ફોટોગ્રાફર પર ભડકી ગઈ હતી અને કહ્યું હતું કે 'એશ એશ કહીને કેમ બોલાવે છે, ઐશ્વર્યાજી યા મિસિસ બચ્ચન કહો. તે તારા ક્લાસમાં ભણે છે.'