વાઇરલ વીડિયો:વેકેશનથી પરત ફર્યાના ગણતરીના કલાકોમાં જ વિરાટ કોહલી-અનુષ્કા શર્મા કેમ હોસ્પિટલ દોડી ગયા?

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલની બહાર ફોટોગ્રાફર્સને જોતાં અનુષ્કા નારાજ થઈ ગઈ હતી

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી 13 જૂનના રોજ માલદિવ્સથી મુંબઈ આવ્યા હતા. બંને દીકરી સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જોકે, માલદિવ્સ આવ્યાના ગણતરીના કલાકો બાદ જ બંને કોકિલાબેન હોસ્પિટલ ગયા હતા.

શા માટે હોસ્પિટલ ગયા?
અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી સોમવાર (13 જૂન)ની સાંજે કોકિલાબેન ધીરુભાઈ હોસ્પિટલની બહાર જોવા મળ્યાં હતાં. બંને કારમાં બેઠાં હતાં. વિરાટ માસ્કમાં હતો અને અનુષ્કાએ માસ્ક પહેર્યો નહોતો. ફોટોગ્રાફર્સને જોતાં જ અનુષ્કા થોડી નારાજ થઈ ગઈ હતી. માનવામાં આવે છે કે બંને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા.

અનુષ્કા માલદિવ્સમાં સ્વિમસૂટમાં જોવા મળી
અનુષ્કા શર્માએ સો.મીડિયામાં સ્વિમસૂટ પહેર્યો હોય તેવી તસવીરો શૅર કરી હતી, જેમાં તે ઓરેન્જ અને બ્લેક રંગના સ્વિમસૂટમાં જોવા મળી હતી.

ત્રણ વર્ષ બાદ કમબેક કરશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા 'ચકડા એક્સપ્રેસ'માં જોવા મળશે. આ બાયોગ્રાફી છે. ફિલ્મ મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી પર આધારિત છે. અનુષ્કા 3 વર્ષ બાદ ફિલ્મમાં કમબેક કરી રહી છે. અનુષ્કા ફિલ્મની તૈયારી માટે તનતોડ મહેનત કરી રહી છે. અનુષ્કા છેલ્લે 2018માં 'ઝીરો'માં શાહરુખ ખાન તથા કેટરીના કૈફ સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.