સલમાન ખાનની ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ' 13 મેના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે એક સીનમાં સલમાન ખાને દિશા પટનીને કિસ કરી હતી. જોકે, પછી એ વાતની ચોખવટ કરવામાં આવી હતી કે દિશાએ પોતાના ચહેરા પર ટેપ લગાવેલી હતી અને સલમાને આ ટેપ પર કિસ કરી હતી. આ સીન ઘણો જ વાઈરલ થયો હતો. હાલમાં જ સલમાનને આ અંગે વાત કરી હતી.
સલમાન કિસિંગ પોલિસી તોડશે?
એક ઈન્ટરવ્યૂમાં સલમાનને પૂછવામાં આવ્યું કે તે કિસિંગ પોલિસી તોડશે, ત્યારે એક્ટરે કહ્યું હતું, 'ના, ના એવું થઈ શકે નહીં. આગામી વખતે તમે મારી અને હીરોઈનની વચ્ચે મોટો પડદો જોશો. હું ઓનસ્ક્રીન 'નો કિસિંગ પોલિસી' તોડીશ નહીં. આ પિક્ચરમાં કિસ જરૂર છે. દિશાની સાથે નથી, પરંતુ ટેપ પર કિસ છે.'
સલમાન 'નો કિસ પોલીસ'ને માને છે
એક ઈન્ટરવ્યૂમાં સલમાન ખાને નો કિસ પોલિસી અંગે વાત કરી હતી. સલમાન ખાને કહ્યું હતું, 'સ્ક્રીન પર કિસિંગ સીન મારા માટે કમ્ફર્ટેબલ હોતા નથી. જ્યારે અમે નાના હતા અને પરિવાર સાથે જોતા હતા ત્યારે જ્યારે પર ટીવી પર કિસ સીન આવે ત્યારે બધા અલગ અલગ જોવા લાગતા અથવા તો કોઈ ઊભા થઈને જતું રહેતું હતું. આ બધી વાતો અમારા માટે બહુ જ અસહજ હતી. 'મૈંને પ્યાર કિયા'માં પણ ઈન્ટિમેટ સીન્સ વચ્ચે અમારી વચ્ચે કાચ હતો. ટ્રેન્ડ બદલાઈ ગયો છે, પરંતુ હું હજી પણ આ સીન માટે કમ્ફર્ટેબલ નથી. હું જ્યારે પણ ફિલ્મ કરીશ, ત્યારે આખો પરિવાર સાથે બેસીને જોઈ શકશે તે વાતનું ધ્યાન રાખીશ. હું વધુમાં વધુ મારો શર્ટ કાઢી શકું છું. આ ઉપરાંત સંવાદોમાં ફન્ની જોક્સ કહી શકું, પરંતુ હું ક્યારેય લવમેકિંગ સીન કરીશ નહીં.'
સલમાનની પહેલી ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે
13 મેના રોજ ઈદના અવસરે થિયેટર્સ અને ઝીપ્લેક્સના દરેક પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ઝીપ્લેક્સના OTT પ્લેટફોર્મ ઝી5 અને ઝી સ્ટુડિયો પર યુઝર્સ રાધે ફિલ્મ પે-પર-વ્યૂ સર્વિસ દ્વારા જોઈ શકશે.
આનો અર્થ એ છે કે યુઝર્સને OTT પ્લેટફોર્મ પર 'રાધે' જોવા માટે રૂપિયા ચૂકવવા પડશે. પે-પર-વ્યૂ સર્વિસમાં મૂવી જોવા કંપનીએ 249 રૂપિયા નક્કી કરી છે. યુઝર્સ આટલા રૂપિયા ચૂકવી સરળતાથી ફિલ્મની મજા લઇ શકે છે. ફિલ્મ પે-પર-વ્યૂ સર્વિસ હેઠળ દરેક લીડિંગ DTH ઓપરેટર્સ પર જોઈ શકાય છે. તેમાં ડિશ ટીવી, D2H, ટાટા સ્કાય અને એરટેલ ડિજિટલ ટીવી જેવા ઓપરેટર્સ સામેલ છે. આ દરેક ચેનલ પર યુઝર્સ પૈસા ખર્ચીને ફિલ્મ જોઈ શકાય છે.
ફિલ્મ 40 ઓવરસીઝ દેશમાં થિયેટર્સમાં પણ રિલીઝ કરવામાં આવશે
ઓવરસીઝ દેશોમાં મિડલ ઇસ્ટ, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, સિંગાપોર, યુરોપ ટેરેટરી સામેલ છે. ઇંગ્લેન્ડમાં ગયા વર્ષથી લઈને આ વર્ષે લોકડાઉન પછીની આ પ્રથમ ફિલ્મ થિયેટર્સમાં દેખાશે.
ફિલ્મની કાસ્ટ
સલમાન ખાનની સાથે દિશા પટની લીડ રોલમાં છે. ફિલ્મમાં જેકી શ્રોફ, ઝરીના વહાબ અને રણદીપ હુડ્ડા પણ લીડ રોલમાં દેખાશે. ‘રાધે’ સલમાન ખાન, સોહેલ ખાન અને અતુલ અગ્નિહોત્રીના બેનર સલમાન ખાન ફિલ્મ્સ, સોહેલ ખાન પ્રોડક્શન્સ અને રીલ લાઈફ પ્રોડક્શન હેઠળ કો-પ્રોડ્યુસ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.