વાઇરલ વીડિયો:સલમાન ખાને બ્રેસલેટનું રત્ન શા માટે સાત-સાત વાર બદલ્યું, કેમ છે ખાસ?

મુંબઈ19 દિવસ પહેલા
  • વીડિયોમાં સલમાન ખાને બ્રેસલેટ શા માટે પહેરે છે તે અંગે વાત કરી હતી

બોલિવૂડ એક્ટર સલમાન ખાન ભાગ્યે જ બ્રેસલેટ વગર જોવા મળતો હોય છે. સલમાન ખાને પોતાના ચાહક સાથે બ્રેસલેટ શા માટે પહેરે છે તે અંગે વાત કરી હતી. એક્ટરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં સલમાન ખાને કહ્યું હતું કે તેને કોની પાસેથી બ્રેસલેટ ગિફ્ટમાં મળ્યું છે.

વીડિયોમાં સલમાને શું કહ્યું?
વાઇરલ વીડિયોમાં સલમાન ખાન એક ઇવેન્ટમાં જોવા મળે છે. આ ઇવેન્ટમાં સલમાન ખાનને ચાહક બ્રેસલેટ અંગે સવાલ કરે છે, જેના જવાબમાં એક્ટર કહે છે, 'મારા પપ્પા હંમેશાં બ્રેસલેટ પહેરી રાખતા હતા. તે બ્રેસલેટમાં ઘણાં જ કૂલ લાગતા હતા. હું તે બ્રેસલેટથી રમતો હતો. જ્યારે મેં કામ કરવાની શરૂઆત કરી ત્યારે મારા પપ્પાએ મને એમના જેવું જ બ્રેસલેટ આપ્યું હતું. આ બ્રેસલેટમાં જે સ્ટોન છે તેને ફિરોઝા કહેવામાં આવે છે.'

વધુમાં એક્ટરે કહ્યું હતું, 'માત્ર બે પ્રકાર 'જીવતા પથ્થર' હોય છે. જ્યારે કોઈ નેગેટિવિટી તમારા તરફ આવે છે તો પથ્થર પોતાનામાં લઈ લે છે અને પછી તેમાં તિરાડ પડે છે અને તે તૂટી જાય છે. આ બ્રેસલેટમાં અત્યાર સુધી સાત રત્ન બદલવામાં આવ્યા હતા..'

એક વાર બ્રેસલેટ ખોવાઈ ગયું હતું
સલમાન ખાન માટે આ બ્રેસલેટ ઘણું જ મહત્ત્વનું છે. તે ભાગ્યે જ આ બ્રેસલેટ હાથમાંથી કાઢે છે. એકવાર સલમાન પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં મિત્રો સાથે પાર્ટી કરતો હતો. આ સમયે સલમાન ખાનનું બ્રેસલેટ ખોવાઈ ગયું હતું અને તે ઉદાસ થઈ ગયો હતો. સલમાને મિત્રો સાથે બ્રેસલેટ શોધવાનું શરૂ કર્યું હતું. એક્ટર અશ્મિત પટેલે સ્વિમિંગ પૂલમાંથી બ્રેસલેટ શોધ્યું હતું. બ્રેસલેટ મળવાથી સલમાન ઘણો જ ખુશ થઈ ગયો હતો.

56મા જન્મદિવસ પહેલાં સાપે ડંખ માર્યો
સલમાન ખાનનો 27 ડિસેમ્બરે 56મો જન્મદિવસ હતો. સલમાન ખાનને જન્મદિવસ પહેલાં પનવેલના અર્પિતા ફાર્મહાઉસમાં સાપે ત્રણ-ત્રણ વાર ડંખ માર્યો હતો. સલમાન ખાન રાતના ત્રણ વાગે હોસ્પિટલમાં ગયો હતો અને અહીંયા એન્ટી વેનમ (વિષવિરોધી) ઇન્જેક્શન લીધું હતું. હોસ્પિટલમાં છ-સાત કલાક એડમિટ રહ્યા બાદ તે ફાર્મહાઉસ પરત ફર્યો હતો. સાપે ડંખ માર્યો પછી પિતા સલીમ ખાન સાથે શું વાતચીત થઈ એ અંગે તેણે મજાકમાં કહ્યું હતું, 'પાપાએ પૂછ્યું કે શું થયું? શું સાપ જીવતો છે?' તો મેં કહ્યું, 'ટાઇગર ભી જિંદા હૈ ઔર સાપ ભી જિંદા હૈ.' તેમણે સામે સવાલ કર્યો હતો, 'સાપને મારી તો નથી નાખ્યો ને?' તો જવાબ આપતાં કહ્યું, 'મેં સાપને માર્યો નથી. બહુ જ પ્રેમથી એને છોડી મૂક્યો છે.'

હોસ્પિટલમાં સલમાન ખાન.
હોસ્પિટલમાં સલમાન ખાન.

પાર્ટીમાં આ સેલેબ્સ હાજર રહ્યા હતા
સલમાને અર્પિતા-આયુષ સાથે બર્થડે કેક કાપી હતી. આ ઉપરાંત પાર્ટીમાં હોલિવૂડ એક્ટ્રેસ સામંથા લૉકવૂડ, સંગીતા બિજલાણી, બોબી દેઓલ, જેનેલિયા ડિસોઝા, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા, પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા, રમેશ તૌરાણી, સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન, ઝહીર ઈકબાલ, નિખિલ દ્વિવેદી, મનીષ પોલ, વત્સલ સેઠ, પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય બાબા સિદ્દીકી સહિતના સેલેબ્સ આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...