તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Whose Sindur And Bracelets Were Swollen; Living On The Target Of Fundamentalists, Find Out What Is Nusrat Nikhil's Film Love Story

નુસરત-નિખિલની પ્રેમ કહાની:જેનાં સિંદૂર અને બંગડીઓ પર થયો હતો હોબાળો; રહેતી હતી કટ્ટરપંથીઓના નિશાના પર, જાણો શું છે નુસરત-નિખિલની ફિલ્મી લવ સ્ટોરી

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ બંને તસવીર નુસરત-નિખિલની છે, જેને નુસરતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. - Divya Bhaskar
આ બંને તસવીર નુસરત-નિખિલની છે, જેને નુસરતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
  • બન્નેનાં લગ્ન 19 જૂન 2019ના રોજ તુર્કીના બોડરમ ટાઉનમાં થયાં હતાં

બાંગ્લા ફિલ્મોની અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં હાલ ભારે ચર્ચામાં છે. નુસરત ગર્ભવતી હોવાની વાત મીડિયામાં વહેતી થઈ અને તેના પતિએ કહ્યું હતું કે બાળક મારું નથી? આ મીડિયા રિપોર્ટથી ભારે ખળભળાટ મચી ગયો છે. બાંગ્લાદેશી લેખિકા તસલીમા નસરીને નુસરતની પ્રેગ્નન્સી અને પતિ સાથેના સંબંધો વિશે ફેસબુક પોસ્ટ લખી છે. અમે નુસરત-નિખિલની પ્રેમ કહાની વિશે જણાવી રહ્યા છીએ.

નુસરત જહાં બંગાળી એક્ટ્રેસ છે, હવે સાંસદ પણ બની ચૂકી છે. ટીએમસીએ લોકસભાની ટિકિટ આપી હતી અને નુસરતે ચૂંટણી લડી અને જીતી ગઈ. નુસરતે બશીરહાટ બેઠક પરથી ચૂંટણી જીતી છે. સાંસદ બન્યાના થોડા દિવસ બાદ તેણે લગ્ન કરી લીધા છે. પતિ નિખિલ જૈન એક બિઝનેસમેન છે. તેમના લગ્ન તુર્કીના બોડરમ ટાઉનમાં થયા હતા.

નુસરત-નિખિલની લવ સ્ટોરી એકદમ ફિલ્મી
નુસરત જહાં અને નિખિલ જૈનની લવ સ્ટોરી બાબતે સૌકોઈ જાણવા માગે છે. તમને જણાવી દઈએ કે નુસરત-નિખિલની લવ સ્ટોરી એકદમ ફિલ્મી છે. તેમની પ્રથમ મુલાકાત પણ એકદમ ફિલ્મી જ હતી. હાલમાં જ બંનેએ એક ઇન્ટરવ્યુ આપ્યો છે, જેમાં બંનેએ પોતાની લવ સ્ટોરી જણાવી હતી. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે 4 જુલાઈએ નુસરત અને નિખિલ પોતાનાં લગ્નનું રિસેપ્શન યોજી રહ્યાં છે. ત્યારે ફરી એક વખત લોકો તેમની બાબતે ચર્ચા કરી રહ્યા છે.

નિખિલની માર્કેટિંગ ટીમે નુસરતની ભલામણ કરી.
નિખિલની માર્કેટિંગ ટીમે નુસરતની ભલામણ કરી.

નુસરતના નામ પર નિખિલે મહોર મારી
નિખિલ બિઝનેસમેન છે. ત્રણ વર્ષ પહેલાં દુર્ગાપૂજાના સમયે નિખિલે કોલકાતાના ગરિયાહાટમાં સાડીઓનો પોતાનો સ્ટોર લોન્ચ કરી રહ્યો હતો. આ માટે તેણે એક એક્ટ્રેસ કે મોડલની જરૂર હતી. નિખિલની માર્કેટિંગ ટીમે નુસરતની ભલામણ કરી. ત્યાં સુધી નિખિલે એકપણ બંગાળી ફિલ્મ જોઈ ન હતી. ત્યાં સુધી નિખિલ નુસરતને ઓળખતો પણ ન હતો. નિખિલ પોતાની ટીમ સાથે મળીને પોતાના સ્ટોર અને બ્રાન્ડ માટે એકટ્રેસનું લિસ્ટ બનાવી રહ્યા હતા. ત્યારે નિખિલે નિર્ણય લીધો કે તે પોતાની બ્રાન્ડ માટે નુસરતનું જ શૂટ કરશે અને નુસરતના નામ પણ નિખિલે મહોર મારી હતી. પહેલી વાર બંનેની મુલાકાત એ સમયે થઈ જ્યારે નુસરત નિખિલના બ્રાન્ડ માટે શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ બાદ બંનેએ એક સેલ્ફી પણ લીધી હતી.

પહેલી વાર બંનેની મુલાકાત એ સમયે થઈ, જ્યારે નુસરત નિખિલના બ્રાન્ડ માટે શૂટિંગ કરી રહી હતી.
પહેલી વાર બંનેની મુલાકાત એ સમયે થઈ, જ્યારે નુસરત નિખિલના બ્રાન્ડ માટે શૂટિંગ કરી રહી હતી.

નિખિલે કહ્યું- મને નુસરતની પર્સનાલિટી ખૂબ જ પસંદ પડી
નિખિલે ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે 'મને નુસરતની પર્સનાલિટી ખૂબ જ પસંદ પડી હતી. હું તેના વિશે વધુ જાણવા માગતો હતો, પણ મને તક મળતી ન હતી. હું એવું વર્તન પણ કરવા માગતો ન હતો જે અનપ્રોફેશનલ લાગે. મને નુસરત એવી રીતે પસંદ પડી ગઈ કે પછી અન્ય કોઈ પસંદ જ આવતી ન હતી. આ માટે મેં તેણે કોફી અને ડિનર માટે પૂછ્યું અને તેણે મને હા કહ્યું, પરંતુ તે આવી નહીં. નક્કી કરેલા ટાઈમના એક કલાક પહેલાં તેણે મને ફોન કરીને કહ્યું હતું કે માતાની તબિયત ખરાબ છે, માટે તે આવી શકશે નહીં.'

ત્યાર બાદ નુસરતને બ્રાન્ડ કેમ્પેનથી હટાવવામાં આવી, પરંતુ આગામી ટર્મ માટે ફરી એક વખત નુસરતની પસંદગી કરવામાં આવી. બસ, પછી શું, ધીરે ધીરે નુસરત અને નિખિલની વચ્ચે સારી ઓળખાણ થઈ ગઈ અને આ ઓળખાણ દોસ્તીમાં ફેરવાઇ ગઈ. બાદમાં આ જ દોસ્તી રિલેશનશિપમાં ફેરવાઇ ગઈ.

ધીરે ધીરે નુસરત-નિખિલની દોસ્તી રિલેશનશિપમાં ફેરવાઇ ગઈ.
ધીરે ધીરે નુસરત-નિખિલની દોસ્તી રિલેશનશિપમાં ફેરવાઇ ગઈ.

નુસરત કહે છે, 'મેં નિખિલ વિશે સાંભળ્યું હતું કે તે કેસોનોવા પ્રકારના છે. તેણે મારા વિશે પણ વધુ ખરાબ સાંભળ્યું હશે, કારણ કે હું જે પ્રોફેશનમાં છું એમાં ઘણુંબધું થાય છે. જ્યારે હું નિખિલને પહેલી વાર મળી ત્યારે મને તે બિલકુલ ગમ્યા નહીં, જેવું મેં સાંભળ્યું હતું.

નુસરતે કહ્યું- નિખિલે દરેક બાબત સામે લડવાની હિંમત આપી
નુસરતે જણાવ્યું હતું કે તે રિલેશનશિપ માટે પૂર્ણપણે તૈયાર ન હતી, પરંતુ નિખિલ હતો. તેમની લાઈફમાં ઘણી ઊથલપાથલ થઈ હતી. મીડિયામાં પણ તેમના વિશે વાતો આવી રહી હતી, લોકો વાતો કરી રહ્યા હતા, વિવાદ થઈ રહ્યા હતા, પરંતુ નિખિલે તેને પોઝિટિવિટી આપી. તેણે આ દરેક બાબત સામે લડવાની હિંમત આપી. ત્યાર બાદ નિખિલ સાથે રિલેશનશિપમાં જવા બાબતે વિચાર્યું. તે કહે છે કે નિખિલ આખી જિંદગી માટે તેમનો પાર્ટનર છે. નિખિલ અંગે નુસરતે કહ્યું હતું કે 'મને તેની પાસેથી પોઝિટિવિટી જ મળે છે. હું જાણું છું કે મારો દિવસ કેવો પણ જાય, પરંતુ જ્યારે હું નિખિલ પાસે જઇશ ત્યારે મને સારું જ લાગશે.

જ્યારે નિખિલ કહે છે કે તે ક્યારેય લગ્ન માટે તૈયાર નહોતો, પરંતુ જ્યારે તે નુસરતને મળ્યો ત્યારે તેનો વિચાર બદલાઈ ગયો. નિખિલ કહે છે, 'મારી જિંદગીમાં કંઈક ખૂટતું હતું, પરંતુ જ્યારે નુસરત મારી લાઈફમાં આવી, પિક્ચર પૂર્ણ થઇ ગયું. તેનું જીવન અને મારું જીવન સંપૂર્ણપણે અલગ છે. તે એક એક્ટર છે અને હવે સાંસદ પણ છે, પરંતુ અમે છતાં પણ હંમેશાં એકબીજાની સાથે રહીએ છીએ. એક લાઈફ પાર્ટનર તરીકે હું નુસરત કરતાં સારી છોકરી શોધી શકતો ન હતો. તે ખૂબ જ સારી સ્વભાવની છે.

નિખિલે નુસરતને કેવી રીતે પ્રપોઝ કર્યું?
નિખિલનો બર્થ-ડે હતો. નુસરતે આ માટે આખી પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી. પાર્ટી બાદ નિખિલ, નુસરતને તેના ઘરે મૂકવા માટે ગયો હતો. રસ્તામાં તેણે કાર બગડી હોવાનું બહાનું કાઢ્યું અને કારમાંથી બહાર ઊતરી ગયો. બાદમાં તે ઘૂંટણીએ બેસીને પોતાના પર્સમાંથી એક રિંગ કાઢી અને નુસરતને પ્રપોઝ કરી દીધું. નુસરતે પણ હા કહી દીધી.

સાંસદ બનતાં જ કરી લગ્નની જાહેરાત
2019માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નુસરતે પોતાના લગ્નની જાહેરાત કરી હતી. ત્યાર બાદ બંનેએ 19 જૂને લગ્ન કરી લીધાં હતાં. નુસરત અને નિખિલના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ હતી.

ઈન્ટરવ્યુમાં નુસરતને પૂછવામાં આવ્યું કે તેમની લાઈફમાં લગ્ન બાદ શું બદલાયું છે, તો તેણે જવાબ આપ્યો કે બંગડીઓ. તે કહે છે કે હું હવે જ્યારે ઊઠું છું તો બંગડીઓ પહેરેલી હોય છે. બસ, આટલો જ બદલાવ આવ્યો છે.' હવે નુસરત પોતાના લગ્નજીવનથી ખૂબ જ ખુશ છે, પરંતુ એવું નહીં કે તેની લાઈફ એકદમ પ્લેન સપાટ થઈ ગઈ છે. બાકી એકટર-એક્ટ્રેસની જેમ નુસરતનું નામ પણ જાણતા-અજાણતા વિવાદોમાં જોડાયેલું રહે છે.

અન્ય ધર્મમાં લગ્ન કરવા બાબતે થઈ હતી ટ્રોલ
લોકસભાની ચૂંટણી જીત્યા બાદ તેમણે સફેદ અને લાલ રંગની સાડી, માથા પર સિંદૂર અને હાથમાં બંગડી એટલે કે હિન્દુ ધર્મ અનુસાર નવવધૂની જેમ પહેરવેશમાં સાંસદપદના શપથ ગ્રહણ કર્યા હતા. જેની તસવીર વાઇરલ પણ થઈ હતી. નુસરતને આ રીતે જોઈને તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. નુસરતે બીજા ધર્મમાં લગ્ન કરવા બાબતે પણ લોકોએ ખૂબ જ સાચું-ખોટું સાંભળાવ્યું હતું. આટલું જ નહીં, તેના પહેરવેશ માટે પણ તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થવું પડ્યું હતું.

બળાત્કારના આરોપી સાથે દોસ્તીને કારણે વિવાદમાં આવી હતી નુસરત
વર્ષ 2012માં કોલકાતામાં એક મહિલા સાથે ગેંગરેપ થયો હતો. પાર્ક સ્ટ્રીટમાં ચાલતી કારમાં ગેંગરેપ થયો હતો. આ બાબતે જે પાંચ આરોપી હતા એમાં એક કાદેર ખાન નામની વ્યક્તિ પણ હતી. તે મુખ્ય આરોપી હતો. એ સમયે કાદેર સાથે નુસરતનું નજીકપણું ચર્ચામાં આવ્યું હતું. એવો રિપોર્ટ પણ આવ્યો હતો કે ફરાર થયા બાદ કાદેરે એક હોટલમાં નુસરત સાથે મુલાકાત પણ કરી હતી. જોકે પોલીસની ચાર્જશીટમાં નુસરતનું નામ ન હતું. બાદમાં નુસરતે પણ આ તમામાં વાતોને નકારી હતી.

સંસદમાં મોડર્ન ડ્રેસ પહેરીને પહોંચતાં વિવાદ થયો હતો
ચૂંટણી બાદ સાંસદોને ઓળખકાર્ડ મળ્યું હતું. નુસરત અને મીમી ચક્રવર્તી પણ પહોંચ્યાં હતાં. બંનેએ મોડર્ન ડ્રેસ પહેર્યો હતો. એ સમયે બંનેની તસવીરો એકદમ વાઇરલ થઈ હતી. લોકો તેમને યોગ્ય કપડાં પહેરવા માટે શિખામણ આપવા લાગ્યા હતા.

સંબંધોમાં તણાવ:TMC સાંસદ નુસરત જહાં પ્રેગ્નન્ટ? પતિ નિખિલ કહે છે- આ બાળક મારું નથી, ભાજપના નેતા સાથે અફેરની ચર્ચા:વાંચો તસલીમા નસરીને પોસ્ટમાં શું લખ્યું?