તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્ટરનેટ સેન્સેશનલ:કોણ છે વિરાટ કોહલીની પૂર્વ પ્રેમિકા ઈઝાબેલ? સો.મીડિયામાં તસવીરો વાઇરલ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરાટ કોહલી તથા ઈઝાબેલ વચ્ચે બે વર્ષ સુધી સંબંધો રહ્યા હતા

ક્રિકેટર વિરાટ કોહલીએ ડિસેમ્બર, 2017માં બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. હવે તો બંને દીકરી વામિકાના પેરેન્ટ્સ છે અને સુખી લગ્નજીવન જીવી રહ્યાં છે. જોકે, અનુષ્કા સાથે સાત ફેરા ફરતા પહેલાં વિરાટના લવ અફેરના અનેક કિસ્સા જગજાહેર છે. વિરાટનું નામ એક્ટ્રેસ ઈઝાબેલ લિટ સાથે પણ જોડાયેલું હતું. હાલમાં જ ઈઝાબેલની તસવીરો સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે. જાણીએ કોણ છે ઈઝાબેલ?

2012માં બોલિવૂડ ડેબ્યૂ
ઈઝાબેલ બ્રાઝિલિયન એક્ટ્રેસ તથા મોડલ છે. ઈઝાબેલે 2012માં આમિર ખાન તથા કરીના કપૂરની ફિલ્મ 'તલાશ'થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. આ ફિલ્મમાં ઈઝાબેલનો રોલ ઘણો જ નાનો હતો અને તેથી જ ભાગ્યે જ કોઈએ તેને નોટિસ કરી હતી.

ઈઝાબેલનું નામ ગુરુ રંધાવા સાથે પણ ચર્ચાયું હતું
ઈઝાબેલનું નામ ગુરુ રંધાવા સાથે પણ ચર્ચાયું હતું

બોલિવૂડમાં સફળતા ના મળી
2013માં ઈઝાબેલ ફિલ્મ 'સિક્સટીન' તથા 2014માં 'પુરાની જીન્સ'માં જોવા મળી હતી. આ બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. જોકે, 'પુરાની જીન્સ'ના ગીતો ઘણાં જ લોકપ્રિય થયા હતા. ઈઝાબેલ ફિલ્મ ઉપરાંત બ્યૂટી પ્રોડક્ટ્સ સહિતની વિવિધ જાહેરાતમાં જોવા મળે છે.

સાઉથમાં કામ કર્યું
હિંદી ફિલ્મમાં જોઈએ તેવી સફળતા ના મળતા ઈઝાબેલે સાઉથ સિનેમામાં નસીબ અજમાવ્યું હતું. અહીંયા તેણે તેલુગુ ફિલ્મ 'નરેન્દ્ર', 'મિસ્ટર મજનુ', 'વર્લ્ડ ફેમસ લવર'માં કામ કર્યું હતું. 'વર્લ્ડ ફેમસ લવર'માં ઈઝાબેલ સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા સાથે જોવા મળી હતી.

ઈઝાબેલ ઘણીવાર દિલ્હી સ્થિત વિરાટ કોહલીના ઘરે પણ ગઈ હતી
ઈઝાબેલ ઘણીવાર દિલ્હી સ્થિત વિરાટ કોહલીના ઘરે પણ ગઈ હતી

વિરાટ-ઈઝાબેલ વચ્ચે બે વર્ષ સંબંધો રહ્યા હતા
વિરાટ તથા ઈઝાબેલ વચ્ચે 2012-2014 સુધી સંબંધો રહ્યા હતા. બંનેની પહેલી મુલાકાત એક બિઝેસમેનની પાર્ટીમાં થઈ હતી. અહીંથી જ બંને વચ્ચે પહેલાં મિત્રતા થઈ હતી અને પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને અલગ થઈ ગયા હતા.

જાહેરમાં સંબંધો સ્વીકાર્યા નહોતા
બે વર્ષના સમયગાળામાં ઈઝાબેલ કે વિરાટે પોતાના સંબંધો ક્યારેય સ્વીકાર્યા નહોતા. જોકે, બ્રેકઅપ બાદ એક ઇન્ટરવ્યૂમાં ઈઝાબેલે કહ્યું હતું કે હા તે વિરાટ સાથે બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહી હતી. તેઓ પરસ્પર સહમતિથી અલગ થયા હતા. ઈઝાબેલે વિરાટને સારો વ્યક્તિ ગણાવ્યો હતો.

તમન્ના ભાટિયા (ડાબી બાજુ) તથા સંજના (જમણી બાજુ) સાથે વિરાટ કોહલી
તમન્ના ભાટિયા (ડાબી બાજુ) તથા સંજના (જમણી બાજુ) સાથે વિરાટ કોહલી

આ એક્ટ્રેસ સાથે પણ વિરાટનું નામ જોડાયું છે
માત્ર ઈઝાબેલ જ નહીં, પરંતુ તમન્ના ભાટિયા તથા કન્નડ એક્ટ્રેસ સંજના સાથે પણ વિરાટનું નામ જોડાઈ ચૂક્યું હતું. જોકે, બંને એક્ટ્રેસિસે વિરાટને માત્ર પોતાનો સારો મિત્ર કહ્યો હતો.

ઈઝાબેલ પોતાની પ્રોફેશનલ લાઇફમાં વ્યસ્ત છે. હાલમાં જ ઈઝાબેલનો મ્યૂઝિક વીડિયો 'તુમસા નહીં' રિલીઝ થયો છે. આ વીડિયોમાં તેણે ઈશાન ખાન સાથે કામ કર્યું છે. આ પહેલાં ઈઝાબેલે ગુરુ રંધાવા સાથે મ્યૂઝિક વીડિયો 'લાહોર'માં પણ કામ કર્યું હતું.