કોણ છે લિયો કલ્યાણ?:દાઢી-મૂછ ને શોર્ટ ડ્રેસ પહેરીને સોનમ કપૂરના સીમંતમાં આવનારી આ વ્યક્તિ આખરે છે કોણ?

મુંબઈ21 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર ઓગસ્ટ મહિનામાં પ્રથમ સંતાનને જન્મ આપશે. સોનમ કપૂરનું સીમંત તાજેતરમાં લંડનમાં યોજવામાં આવ્યું હતું. સીમંતમાં બહેન રેહા કપૂર તથા મિત્રો જોવા મળ્યાં હતાં. સોનમના સીમંતની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. જોકે, આ તસવીરોમાં એક વ્યક્તિએ તમામનું ધ્યાન ખેંચ્યું છે. દાઢી-મૂછની સાથે આ વ્યક્તિએ એકદમ શોર્ટ ડ્રેસ પહેર્યો છે.

આખરે કોણ છે આ વ્યક્તિ?
આ વ્યક્તિ મૂળ પાકિસ્તાની લિયો કલ્યાણ છે. તે બ્રિટનમાં રહે છે. તે સિંગર, સોંગ રાઇટર, મોડલ તથા મ્યુઝિક કમ્પોઝર છે. લિયો ગે આર્ટિસ્ટ છે. લિયો પોતાના જાદુઈ અવાજ માટે જાણીતો છે. 2013માં લિયો લંડનના ડ્રીમી પોપ બેન્ડનો હિસ્સો પણ હતો. 2019માં લિયોએ લંડન ફેશન વીકમાં ફેશન ડિઝાઇનર રહમુર રહમાન માટે રેમ્પ વૉક કર્યું હતું.

13 વર્ષની ઉંમરથી ગાવાની શરૂઆત કરી
એક ઇન્ટરવ્યૂમાં લિયોએ કહ્યું હતું કે તે 13 વર્ષનો હતો ત્યારથી તેણે ગીત ગાવાનું શરૂ કર્યું હતું. નાનપણથી જ તે સિંગર બનવા માગતો હતો. જોકે, તેણે પરિવારથી આ વાત છુપાવીને રાખી હતી. એકવાર તે રૂમમાં 'ઉમરાવ જાન'નું ગીત ગાતો હતો અને પરિવારના સભ્યોએ તેને ગાતાં પકડી પાડ્યો હતો. પરિવારે તેને ક્યારેય સપોર્ટ કર્યો નહોતો.

ગે હોવાને કારણે અનેક મુશ્કેલી પડી
લિયો ગે તથા મુસ્લિમ હોવાથી અનેક મુશ્કેલીઓ પડી હતી. જ્યારે તેણે દુનિયાની સામે પોતાની સેક્સ્યુઆલિટીનો સ્વીકાર કર્યો તો તેણે ઘણો જ ટ્રોલ કરવામાં આવ્યો હતો. જોકે, ઘણાં લોકોએ તેને સપોર્ટ પણ કર્યો હતો.

લિયોનાં ગીતો
લિયોનાં ગીતની વાત કરીએ તો 'ગેટ યૉર લવ', 'ડે ડ્રીમ', 'ફિંગર ટિપ્સ'થી લઈ 25 જેટલાં ગીતો પર કામ કર્યું છે. સો.મીડિયામાં લિયો બોલિવૂડ સોંગ્સ ગાતો અવાર-નવાર જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...