વાઇરલ તસવીર:સફેદ દાઢી, કાળા ચશ્મા ને રફ લુકમાં દેખાતી આ વ્યક્તિ કોણ છે? ચાહકો અમિતાભ બચ્ચન સમજી રહ્યા છે

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્લ્ડ ફેમસ ફોટોગ્રાફર સ્ટીવ મેકરીએ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં રહેલી વ્યક્તિનો ચહેરો બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે મળતો આવે છે. સ્ટીવે શૅર કરેલી આ તસવીર સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે.

ફોટોગ્રાફરે રેફ્યૂજી માટે લાંબી પોસ્ટ લખી
વાસ્તવમાં આ તસવીર અફઘાનિસ્તાનના એક રેફ્યૂજીની છે. રેફ્યૂજી પાઘડી તથા ચશ્મામાં જોવા મળે છે. ફોટોગ્રાફરે તસવીર શૅર કરીને કહ્યું હતું, 'આ પાકિસ્તાનમાં રહેતા અફઘાનના રેફ્યૂજી શાહબુઝનું ચિત્ર છે. આ ચિત્ર દુનિયાભરના વિસ્થાપિત લોકોની યાદ અપાવે છે. વિશ્વભરમાં માનવીય સંકટ તરીકે સૌથી મોટી સંખ્યામાં રેફ્યૂજી સામે આવ્યા છે. 100 મિલિયન લોકોએ બેઘર થવું પડ્યું. આપણે તમામે આ લોકોને સપોર્ટ કરવા માટે આપણા પ્રયાસો બમણા કરી દેવા જોઈએ. આ લોકો પોતાની ભૂલ વગર પોતાને નબળા સમજે છે.'

ફોટો જોઈને ચાહકો કન્ફ્યૂઝ્ડ
આ તસવીર જોઈને ચાહકોને નવાઈ લાગી છે. ઘણાં લોકોએ રેફ્યૂજીનો ચહેરો બિગ બીને મળતો આવતો હોવાની વાત કહી હતી. એકે કહ્યું હતું, 'આ તો અમિતાભ બચ્ચન જેવા લાગે છે.' અન્ય એકે કહ્યું હતું, 'મને લાગે છે કે અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મનો આ લુક છે. બીજા એકે એવી કમેન્ટ કરી હતી, 'ગુલાબો સિતાબો' ફિલ્મમાં અમિતાભનો લુક.' અન્ય એકે આ લુકની તુલના બિગ બીની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન' સાથે કરી હતી.

અમિતાભે હાલમાં જ 'જુગ જુગ જિયો'ના ગીતનું હૂક સ્ટેપ કર્યું
અમિતાભે હાલમાં જ સો.મીડિયામાં ફિલ્મ 'જુગ જુગ જિયો'ના ગીત 'નચ પંજાબન'નું હૂક સ્ટેપ કરતી તસવીર શૅર કરી હતી. બિગ બીના વર્કફ્રન્ટની વાત કરીએ તો 'બ્રહ્માસ્ત્ર', 'તેરા યાર હૂ મેં', 'ગણપત', 'પ્રોજેક્ટ K', 'ધ ઇન્ટર્ન' જેવી ફિલ્મમાં જોવા મળશે. 'કૌન બનેગા કરોડપતિ' ગેમ શો ટૂંક સમયમાં શરૂ થશે.