આ છે 'બ્રહ્માસ્ત્ર'નો Real વાનર અસ્ત્ર:SRKનો બૉડી ડબલ બનનાર હસિત સવાણી કોણ છે? ગિનીઝ બુકમાં નામ નોંધાયેલું છે

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

9 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મમાં શાહરુખ ખાનનો કેમિયો જોવા મળ્યો હતો. ફિલ્મમાં શાહરુખ ખાને વાનર અસ્ત્રનો રોલ પ્લે કર્યો હતો અને તે બેક અને ફ્રન્ટ ફ્લિપ મારતો હતો. આટલું જ નહીં ફિલ્મમાં શાહરુખ ખાને આકાશમાં છલાંગ લગાવી હતી. શાહરુખ ખાનને આ રીતે સ્ટંટ કરતાં જોઈને ચાહકો પણ નવાઈમાં મૂકાઈ ગયા હતા. જોકે, રિયલમાં આ સીન્સ શાહરુખ ખાને નહીં, પરંતુ સ્ટંટમેન હસિત સવાણીએ કર્યા હતા.

હસિતે હાલમાં જ 'બ્રહ્માસ્ત્ર'ના સેટની શાહરુખ ખાનની સાથે તસવીર શૅર કરી હતી. ફિલ્મમાં શાહરુખ ખાન વૈજ્ઞાનિક મોહન ભાર્ગવ તથા બ્રહ્માસ્ત્રના એક અસ્ત્ર વાનર અસ્ત્રનો રોલ ભજવ્યો છે. તસવીરમાં શાહરુખ તથા હસિતે એક જેવા કપડાં પહેર્યા છે. લુક, હેરસ્ટાઇલ પણ એક જેવી છે.

આ તસવીર શૅર કરીને હસિતે કહ્યું હતું, 'બ્રહ્માસ્ત્ર'માં લિજેન્ડ શાહરુખ ખાનના કેમિયો માટે તેમનો સ્ટંટ ડબલ બનીને મજા આવી. આ મારું સૌભાગ્ય છે.'

યુઝર્સે રિએક્ટ કર્યું
શાહરુખ તથા હસિતની આ તસવીર જોઈને ચાહકોને નવાઈ લાગી હતી. ચાહકોએ હસિતને નસીબદારણ ગણાવ્યો હતો. એક યુઝરે કહ્યું હતું કે ભાઈ જો ફિલ્મમાં તારો ચહેરો દેખાઈ જાત તો મજા આવત. અન્ય એકે કહ્યું હતું કે શાહરુખ ખાન સાથે કામ કરવાની તને તક મળી. અન્ય એકે કહ્યું હતું કે તું ઘણો જ નસીબદાર છો.

કોણ છે હસિત?
હસિત સવાણી ઇંગ્લેન્ડ બેઝ્ડ ઇન્ટરનેશલ સ્ટાર પર્ફોર્મર છે. તે લંડનમાં રહે છે. હસિતે અનેક હોલિવૂડ ફિલ્મમાં સ્ટંટ કોર્ડિનેટર તરીકે કામ કર્યું છે, જેમાં 'ગાર્ડિયન્સ ઑફ ધ ગેલેક્સી', 'એવેન્જર્સઃ ધ એજ ઑફ અલ્ટ્રો' સહિતની ફિલ્મ સામેલ છે.

હોલિવૂડમાં સ્ટંટ કર્યા
હસિતે 'ડૉક્ટર સ્ટ્રેન્ડ ઇન ધ મલ્ટીવર્સ ઑફ મેડનેસ'માં કમરતાઝના યૌદ્ધાનો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત તેણે ઘણી ફિલ્મમાં જોખમી સ્ટંટ કર્યા છે. 'પેન્નીવોથ', 'જસ્ટિસ લીગ', 'નો ટાઇમ ટૂ ડાય', 'વન્ડર વુમન' સામેલ છે. 2019માં આવેલી ફિલ્મ 'અલાદ્દીન'માં લીડ રોલ કરનાર એક્ટરનો સ્ટંટ ડબલ બન્યો હતો.

માર્શલ આર્ટ્સમાં ટ્રેઇન્ડ છે
હસિત સવાણીએ આઠ વર્ષની ઉંમરમાં જિમ્નાસ્ટિક્સમાં કોચિંગ લીધું હતું. તે માર્શલ આર્ટ્સમાં પણ ટ્રેઇન્ડ છે. આટલું જ નહીં હસકિત સવાણી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પણ છે. 2012માં હસિતે લંડનના એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 19 ફૂટ 7 ઇંચનો ફોર્વર્ડ જમ્પ ફ્લિપ કર્યો હતો. આ સમયે તેનું નામ ગિનીઝ બુકમાં નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...