તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રીતિકા ચૌહાણ કોણ છે?:ડ્રગ્સ રેકેટમાં પકડાયેલી એક્ટ્રેસે ઘણા પૌરાણિક ટીવી શોમાં દેવીનો રોલ પ્લે કર્યો છે, ફ્લોપ ફિલ્મથી કરિયરની શરુઆત કરી હતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ડ્રગ એન્ગલની તપાસ ટીવી ઇન્ડસ્ટ્રી સુધી પહોંચી ગઈ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ટીવી એક્ટ્રેસ પ્રીતિકા ચૌહાણની 99 ગ્રામ ગાંજાની સાથે ધરપકડ કરી છે. NCBએ મુંબઈ યુનિટના ઓફિસરે વર્સોવા વિસ્તારમાં પ્રીતિકાને શનિવારે પકડી હતી. પ્રીતિકાએ વર્સોવામાં રહેતા દીપક રાઠોડ પાસેથી ડ્રગ્સ ખરીદ્યા હતા. પ્રીતિકાને કોર્ટે 8 નવેમ્બર સુધી જેલમાં મોકલી દીધી છે.

ડ્રગ્સ કેસમાં તેનું નામ આવતાની સાથે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. દરેક જાણવા માગે છે કે તે કોણ છે? જાણીએ પ્રીતિકા ચૌહાણના કોણ છે...
હિમાચલ પ્રદેશમાં જન્મ થયો
પ્રીતિકા કર્સોગ, હિમાચલ પ્રદેશની રહેવાસી છે. તેનો જન્મ 19 માર્ચ, 1990ના રોજ કર્સોગના મહુનાગ ગામમાં થયો હતો. તેના પિતાનું નામ હકમ સિંહ અને માતાનું નામ કમલા ચૌહાણ છે. તેની એક બહેન પણ છે તેનું નામ શિવાની ચૌહાણ છે. પ્રીતિકા બી. ટેક ગ્રેજ્યુએટ છે.

પૌરાણિક સિરિયલથી ઓળખ મળી
પ્રીતિકાએ 2016માં ફિલ્મ ‘ઝમેલા’થી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું, તે ફિલ્મ સુપર ફ્લોપ ગઈ હતી. એ પછી પ્રીતિકાએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. તે પૌરાણિક સિરિયલમાં દેવીનો રોલ પ્લે કરવા માટે ફેમસ છે. પ્રીતિકા ટીવી શો ‘સંકટ મોચન હનુમાન’માં દેવી શચીનો રોલ પ્લે કરી ચૂકી છે.

આ ઉપરાંત તેણે સ્ટાર ભારતનો શો ‘જગ જનની મા વૈષ્ણો દેવી’માં ભૂદેવીનો રોલ પણ પ્લે કર્યો હતો. ટીવી પર તેનો લાસ્ટ શો ‘સંતોષી મા’ હતો. તેમાં તે માતા પાર્વતીના કેરેક્ટરમાં હતી. પ્રીતિકા ફેમસ પૌરાણિક સિરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’માં પણ દેખાઈ ચૂકી છે. તેણે ટીવી શો ‘સાવધાન ઇન્ડિયા’ અને ‘CID’માં પણ કામ કર્યું છે.

16 ઓક્ટોબરે છેલ્લી પોસ્ટ લખી હતી
પ્રીતિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે 16 ઓક્ટોબરે છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું કે, કોણે તમને ઘા આપ્યા કે કોણે તમને તોડી દીધા તે મહત્ત્વનું નથી પણ તમારી સાથે કોણ ઊભું છે અને કોણે તમને ફરીથી હસતા કર્યા તે મહત્ત્વનું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો