'ધ કાશ્મીર ફાઇલ્સ' અંગે વિવાદિત નિવેદન આપનાર નાદવ કોણ છે?:ફિલ્મમેકરે એક સમયે કહ્યું હતું, 'ઈઝરાયેલના નાગરિકો પ્રોપેગેંડાથી અંધ બની ગયા છે'

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જ્યારે રિલીઝ થઈ ત્યારે ઘણો જ વિવાદ થયો હતો. આ ફિલ્મ માર્ચ, 2022માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં કાશ્મીરી પંડિતોના દુઃખ તથા સંઘર્ષની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મને વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ 1990માં કાશ્મીરમાં પંડિતો પર થયેલા નરસંહાર પર આધારિત છે. આ ફિલ્મ અંગે ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)ના ચીફ નાદવ લેપિડે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મને વલ્ગર પ્રોપેગેંડા કહી હતી.

કોણ છે નાદવ લેપિડ?
નાદવ ઈઝરાયેલનો સ્ક્રીનરાઇટર તથા ફિલ્મમેકર છે. આઠ એપ્રિલ, 1975માં ઈઝરાયેલના તેલ અવીવમાં જન્મેલા નાદવે પોતાની કરિયરમાં અઢળક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ્સ બનાવી છે.

2011માં ફિલ્મ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું
નાદવે 2011માં ફિલ્મ 'પોલીસમેન'થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ નાદવે 'ધ કિંડરગાર્ડન ટીચર', 'સિનોનિમસ', 'અહેડ્સ ની' જેવી ફિલ્મ બનાવી હતી.

આ ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરીમાં સામેલ છે
નાદવ માત્ર IFFIના જ્યૂરીનો ચીફ નથી. તે 2015માં લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડુન લેપર્ડ જ્યૂરી, 2016માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ટરનેશનલ ક્રિટિક્સ વીક જ્યૂરી તથા 2021માં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓફિશિયલી કોમ્પિટિશન જ્યૂરીનો મેમ્બર રહી ચૂક્યો છે. નાદવની ફિલ્મ 'સિનોનિમસ'એ 2019માં 69મા બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન બીયર અવૉર્ડ જીત્યો નથી. નાદવની ડેબ્યૂ ફિલ્મ 'પોલીસમેન'ને લોકાર્નો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ જ્યૂરી પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવી હતી.

નાદવના વિવાદિત નિવેદન
47 વર્ષીય નાદવ વિવાદાસ્પદ નિવેદન આપવા માટે જાણીતો છે. નાદવે આ વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે શોમરોન (Samaria/West Bank) ફિલ્મ ફંડ લૉન્ચ કરવામાં આવ્યું ત્યારે ઈઝરાયેલના 250 ટોપના ડિરેક્ટર્સે વિરોધ કરીને ઓપન લેટર લખ્યો હતો. આ 250માંથી એક નાદવ પણ હતો. તેણે કહ્યું હતું કે આ ફંડને બનાવાનો એક માત્ર હેતુ એ છે કે ઈઝરાયેલના ફિલ્મમેકર્સ પાસેથી નાણાકીય મદદ લેવી અને અવૉર્ડ આપીને પોતાનો બિઝનેસ બ્લેકમાંથી વ્હાઇટ કરવો. શોમોરન ફિલ્મ ફંડનો હેતુ એ છે, 'વેસ્ટ બેંકમાં રહેતા યહુદીઓને પેન્શન આપવું અને અહીંયા રહેતા લોકોને ફિલ્મ પ્રોડક્શનમાં મદદ કરવી.' ઉલ્લેખનીય છે કે વેસ્ટ બેંક પર પેલેસ્ટાઇન તથા ઈઝરાયેલ બંને દાવો કરી રહ્યા છે અને આ વિસ્તાર અંગે બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલે છે. ઉલ્લેખનીય છે કે શોમરોન ફિલ્મ ફંડની રચના ઈઝરાયેલના વિવાદિત પૂર્વ કલ્ચર મંત્રી મીરી રેગેવે કરી હતી.

ઈઝરાયેલ સરકાર વિરુદ્ધ ફિલ્મ બનાવી હતી
નાદવની ફિલ્મ 'સિનોનિમસ' અંગે ઘણો જ વિવાદ થયો છે. આ ફિલ્મમાં ઈઝરાયેલની ટીકા કરવામાં આવી હતી. નાદવે તે સમયે કહ્યું હતું, 'ઈઝરાયેલની આત્મા બીમાર છે. ઈઝરાયેલના અસ્તિત્વમાં જ કંઈક ખોટું છે..સડી ગયું છે. ઈઝરાયેલના લોકો માત્ર પોતાની મસ્કુલર બૉડી જોઈને ખુશ થઈ જાય છે, પરંતુ ક્યારેય કોઈ મુદ્દે સવાલ કરતા નથી. માત્ર ઈઝરાયેલ હોવાનો ગર્વ કરે છે.' આ નિવેદન અંગે ખાસ્સો હોબાળો થયો હતો.

અન્ય એક ઇન્ટરવ્યૂમાં નાદવે કહ્યું હતું, 'મેં અનુભવ્યું હતું કે ઈઝરાયેલ મારા માટે અસહનીય બની ગયું હતું. 'સિનોનિમસ'માં ઈઝરાયેલની ટીકા કરવામાં આવી હતી, પરંતુ પછી લોકો આ વાતે સમજ્યા હતા અને અનુભવી પણ હતી. તે સમયે તેમણે ફિલ્મનું બીજું પાસું જોયું હતું. ઈઝરાયેલ માત્ર ગણ્યાગાંઠ્યા નેતાઓનું નથી, પરંતુ સંઘર્ષની ગાથા છે. જોકે, પ્રોપેગેંડાને કારણે ઈઝરાયેલના નાગરિકો અંધ થઈ ગયા છે. મારું માનવું છે કે તેમની આંખો પરની પટ્ટી હટાવવા માટે માત્ર 'સિનેનોમિસ' પૂરતી નથી. હજી વધારે કંઈક કરવાની જરૂર છે.'

'ધ કાશ્મીર ફાઇલ્સ' અંગે શું કહ્યું?
લેપિડે ગોવામાં 53મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાની ક્લોઝિંગ સેરેમનીમાં કહ્યું હતું, 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈને અમે બધા જ ડિસ્ટર્બ હતા. આ ફિલ્મ અમને અશ્લીલ તથા પ્રોપેગેંડા બેઝ્ડ લાગી. આટલા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ માટે આ ફિલ્મ યોગ્ય નથી. હું તમારી સાથે મારી ફીલિંગ એટલા માટે શૅર કરું છું, કારણ કે આ ફેસ્ટિવલની આત્મા છે કે આપણે અહીંયા ટીકાઓનો પણ સ્વીકાર કરીએ અને તેના પર ચર્ચા કરીએ.

નાદવે આગળ કહ્યું હતું, 'આ ફેસ્ટિવલમાં અમે ડેબ્યૂ કોમ્પિટિશનમાં 7 ફિલ્મ અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં 15 ફિલ્મ જોઈ હતી, જેમાં 14 ફિલ્મ સિનેમેટિક ફીચર્સવાળી હતી. 15મી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી અમે બધા હેરાન હતા.'

અન્ય સમાચારો પણ છે...