'કાલી'ની ડિરેક્ટર લીના કોણ છે?:મામા સાથે લગ્ન ના કરવા પડે તે માટે ઘરેથી ભાગી, 40 વર્ષ મોટા ડિરેક્ટર સાથે અફેર હતું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાઉથ ફિલ્મમેકર લીના મણિમેકલઈની ડોક્યુમેન્ટ્રી 'કાલી'નું પોસ્ટર હાલમાં વિવાદમાં છે. પોસ્ટરમાં મહાકાળીનો રોલ ભજવતી એક્ટ્રેસના હાથમાં ત્રિશૂળ તથા બીજા હાથમાં LGBTQનો ઝંડો છે. આ ઉપરાંત તે સિગારેટ પીવે છે. પોસ્ટર રિલીઝ થતાં જ સો.મીડિયા યુઝર્સ રોષે ભરાયા છે અને લીનાની ધરપકડ કરવાની માગણી કરી છે. જોકે, લીના આ પહેલાં પણ વિવાદમાં રહી છે. હાલમાં લીના ટોરન્ટોમાં રહે છે.

લીના ફિલ્મમેકર ઉપરાંત કવિયત્રી તથા એક્ટર પણ છે.
લીના ફિલ્મમેકર ઉપરાંત કવિયત્રી તથા એક્ટર પણ છે.

ઘરેથી ભાગી હતી
લીનાનો જન્મ મદુરાઈમાં આવેલા સુદૂરના મહરાજાપુરમ થયો છે. પિતા કોલેજમાં પ્રોફેસર હતા. લીનાના ગામમાં એક પ્રથા વર્ષોથી ચાલી આવતી હતી. આ પરંપરા પ્રમાણે, બાળકી કિશોરાવસ્થામાં આવે એટલે એના લગ્ન મામા સાથે કરાવવામાં આવતા હતા. જ્યારે લીનાને આ વાતની જાણ થઈ તો તે ચેન્નઈ ભાગી ગઈ હતી. અહીંયા આવીને તેણે તમિળ મેગેઝિન વિકટનમાં કામ કરવાની અરજી કરી હતી. મેગેઝિનવાળાને જ્યારે લીનાના ઘરનું એડ્રેસ મળ્યું તો તેને પાછી ઘરે મોકલી દીધી હતી. ઘરે આવ્યા બાદ લીનાએ પેરેન્ટ્સને એન્જિનિયરિંગ માટે મનાવ્યા હતા અને અંતે તેમાં એડમિશન લીધું હતું. એન્જિનિયરિંગના લાસ્ટ યરમાં લીના ભણતી હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. લીનાએ પોતે બાયોસેક્સ્યુઅલ હોવાની વાત કહી હતી.

લીનાના ફિલ્મના સેટની તસવીર. સૂત્રોના મતે, પહેલી ફિલ્મના શૂટિંગ માટે લીનાએ 1 લાખ રૂપિયાનો સામાન ખરીદ્યો હતો.
લીનાના ફિલ્મના સેટની તસવીર. સૂત્રોના મતે, પહેલી ફિલ્મના શૂટિંગ માટે લીનાએ 1 લાખ રૂપિયાનો સામાન ખરીદ્યો હતો.

40 વર્ષ મોટા ડિરેક્ટર સાથે પ્રેમ થયો
લીનાના પિતાનું જ્યારે અવસાન થયું ત્યારે તે તમિળ ફિલ્મમેકર ભારતી રાજા પર PH.D. કરતાં હતાં. આ વાતની જ્યારે લીનાને જાણ થઈ તો તેણે પિતાનું થિસિસ પુસ્તક સ્વરૂપે રજૂ કરવાનું નક્કી કર્યું હતું. તે ચેન્નઈ આવી હતી અને ડિરેક્ટર ભારતી રાજાને મળી હતી. પહેલી મુલાકાતમાં જ લીના અને ભારતી રાજા એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બંનેના અફેરની ચર્ચા થવા લાગી હતી. બંને વચ્ચે 40 વર્ષનું અંતર હતું. દીકરીના સંબંધોની જાણ જ્યારે લીનાની માતાને થઈ તો તેમણે ખાવા-પીવાનું છોડી દીધું હતું. લીનાને આ વાતની ખબર પડી તો તેણે સિનેમા તથા ભારતી રાજાને છોડી દીધા અને ઘરે પરત ફરી હતી.

લીનાની ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાં જ વિવાદ થયો છે.
લીનાની ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાં જ વિવાદ થયો છે.

ફિલ્મ 'સેંગડલ'ને સેન્સર બોર્ડે સર્ટિફિકેટ આપવાની ના પાડી હતી
લીનાએ વર્ષ 2002માં પહેલી ફિલ્મ 'મથમ્મા' પર કામ કરવાની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી. પછી તે સિનેમામાં આગળ વધતી ગઈ હતી. તેણે સમાજમાં થતાં શોષણ અંગે અવાજ ઉઠાવ્યો હતો. જોકે, 2011માં તેણે કરિયરની પહેલી ફીચર ફિલ્મ 'સેંગડલ' બનાવી હતી. આ ફિલ્મ વિવાદમાં આવી હતી. આ ફિલ્મ ધનુષકોડીના માછીમારો પર આધારિત હતી. ફિલ્મ અંગે ઘણો જ વિવાદ થયો હતો અને તેથી જ સેન્સરબોર્ડે પણ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી. ફિલ્મ જોયા બાદ સેન્સર બોર્ડે કહ્યું હતું કે આ ફિલ્મમાં ભારતીય તથા શ્રીલંકન સરકાર પર અપમાનજનક તથા રાજકીય કમેન્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત 2013માં આવેલી 'વ્હાઇટ વેન સ્ટોરીઝ' પણ વિવાદમાં આવી હતી.

લીના તથા સુસી ગણેશન.
લીના તથા સુસી ગણેશન.

#MeTooમાં ડિરેક્ટર સુસી ગણેશન પર આરોપ મૂક્યો હતો
2018માં જ્યારે ભારતમાં #MeTooની મૂવમેન્ટ શરૂ થઈ હતી ત્યારે લીનાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે વાત કરી હતી. લીનાએ કહ્યું હતું કે 2005માં જ્યારે તે ઇન્ટરવ્યૂ પૂરો કરીને ચેન્નઈ સ્થિત ઘરે જતી હતી ત્યારે ડિરેક્ટરે તેને ઘરે મૂકી જવાની ઑફર કરી હતી. તે સમયે લીના એન્કર તરીકે પણ કામ કરતી હતી. ડિરેક્ટરની ઑફર સ્વીકારીને લીના કારમાં બેસી ગઈ હતી. લીનાએ વધુમાં કહ્યું હતું કે તે જેવી કારમાં બેઠી તો ડિરેક્ટરે સેન્ટ્રલ લૉક કરી દીધું હતું અને તેના ઘરે જવા માટે દબાણ કર્યું હતું. ડિરેક્ટરે તેના ખોળામાં પડેલો ફોન પણ લઈ લીધો હતો અને સ્વીચ ઑફ કરીને ફેંકી દીધો હતો. તેણે ધમકી આપી હતી. સ્ટૂડિયોથી તેનું ઘર માત્ર 20 મિનિટના અંતરે હતું, પરંતુ તે 45 મિનિટ સુધી ચેન્નઈના રસ્તાઓ પર ફરી હતી. લીના ઓટો તથા બસમાં મુસાફરી કરતી હોવાથી તે પોતાની પાસે ચાકુ રાખતી હતી. તેણે ડિરેક્ટરને ધમકી આપી હતી કે જો તે તેના ઘરે નહીં મૂકી જાય તો તે ચાકુથી પોતાની જાતને ઈજાગ્રસ્ત કરશે. આ ધમકી સાંભળ્યા બાદ ડિરેક્ટર તેને ઘરે મૂકી આવ્યો હતો. આ ડિરેક્ટરનું નામ સુસી ગણેશન છે.

અન્ય સમાચારો પણ છે...